લાંબી રાહ જોયા પછી આખરે એપલે તેની આઈફોન 12 સિરીઝ પરથી પડદો ઉઠાવી દીધો છે. કંપનીએ મંગળવારે મોડી રાત્રે કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલ હેડક્વાર્ટરમાં યોજાયેલી 'હાઈ સ્પીડ' ઈવેન્ટમાં આઈફોન 12, આઈફોન 12 મિનિ, આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોન્ચ કર્યો છે.
ઈવેન્ટમાં કંપનીએ સ્માર્ટ હોમ પોડ સ્પીકર પણ લોન્ચ કર્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આઈફોન 12 મિનિ દુનિયાનો સૌથી પાતળો અને હળવો 5G સ્માર્ટફોન પણ છે. એડવાન્સ બુકિંગ 23 ઓક્ટોબરથી આઈફોન 12ની સાથે શરૂ થશે. ઈવેન્ટની શરૂઆત એપલના CEO ટીમ કુક દ્વારા કરવામાં આવી હતી.
આઈફોન 12 સિરીઝની વિશેષતા
એપલે આઈફોન 12 સિરીઝ લોન્ચ કરી
આઈફોન 12: તેમાં 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન સેફ્ટી માટે તેના પર કોર્નિંગની નવી સિરામિક શીલ્ડ આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2532x1170 પિક્સલ છે. તેમાં એલ્યુમિનિયમ ફ્રેમ ફ્લેટ એજ (કિનારી) આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ આઈફોન 11 કરતાં 11% પાતળો, 15% નાનો, 16% વજનમાં હલકો છે. તેને બ્લેક, બ્લુ, રેડ અને ગ્રીનના 5 કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
નવો આઈફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેના માટે કંપનીએ તેના iOSને પણ ઓપ્ટિમાઈઝ કરી છે. ફોનમાં A14 બાયોનિક ચિપ આપવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં જ આ ચિપનો ઉપયોગ આઈપેડ એરમાં પણ કર્યો છે. કંપનીનો દાવો છે કે, નેટવર્કની આઈડલ કન્ડિશન રહે ત્યાં સુધી તેની મેક્સિમમ ડાઉનલોડ સ્પીડ 4Gbps સુધી રહેશે. તેમાં 64GB, 128GB અને 256GBના સ્ટોરેજ વેરિઅન્ટ મળશે.
ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. તેના એક વાઈડ લેન્સ અને બીજો અલ્ટ્રા વાઈડ લેન્સ છે. અલ્ટ્રા વાઈડ લેન્સ 120 ડિગ્રી સુધી એરિયા કવર કરે છે. આઈફોન 11ની તુલનામાં તેની લો લાઈટ ફોટોગ્રાફી ક્વોલિટીને 27% સુધી સુધારવામાં આવી છે. તેના નવા સ્માર્ટ HDR 3 કેમેરા ફીચર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. તે 15 વોટના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આઈફોન 12ની ભારતમાં કિંમત
વેરિઅન્ટ | કિંમત |
64GB સ્ટોરેજ | 79,900 રૂપિયા |
128GB સ્ટોરેજ | 84,900 રૂપિયા |
256GB સ્ટોરેજ | 94,900 રૂપિયા |
નોંધઃ કંપની આઈફોન 12નું પ્રી-બુકિંગ 23 ઓક્ટોબરથી શરૂ કરશે.
આઈફોન 12 મિનિઃ તેમાં 5.4 ઈંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2340x1080 પિક્સલ છે. તેમાં આઈફોન 12ની જેમ A14 બાયોપિક ચીપ આપવામાં આવી છે, જે 5G સપોર્ટની સાથે આવે છે. તેમાં પણ 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિઅર કેમેરા અને 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આઈફોન 12 અને 12 મિનિની ડિસ્પ્લે સિવાય બંનેના ફીચર્સ લગભગ એક સમાન છે.
આઈફોન 12 મિનિની ભારતમાં કિંમત
વેરિઅન્ટ | કિંમત |
64GB સ્ટોરેજ | 69,900 રૂપિયા |
128GB સ્ટોરેજ | 74,900 રૂપિયા |
256GB સ્ટોરેજ | 84,900 રૂપિયા |
નોંધઃ કંપની આઇફોન-12 મિનિનું પ્રિ-બુકિંગ 6 નવેમ્બરથી શરૂ કરશે.
આઇફોન 12 પ્રો: તેમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2532x1170 પિક્સલ છે. તેમાં A14 બાયોનિક ચિપ પણ આપવામાં આવી છે, જે 5G સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 12 મેગાપિક્સલનો ટ્રિપલ રિઅર કેમેરા છે, જેમાં બે વાઇડ એંગલ સેન્સર અને ટેલિફોટો સેન્સર છે. સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. તમે તેને 128GB, 256GB અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકશો.
કંપનીનું કહેવું છે કે, ફોનની બેટરીથી 17 કલાકનો વીડિયો કોલિંગ, 11 કલાકનું વીડિયો સ્ટ્રીમિંગ, 65 કલાક મ્યૂઝિક સાંભળે છે. 20 વોટ એડોપ્ટરથી આ 30 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ જાય છે. આ ફોન સિલ્વર, ગ્રેફાઇટ, ગોલ્ડ અને પેસિફિક બ્લુ કલરના વેરિઅન્ટમાં ખરીદી શકાશે.
આઇફોન 12 પ્રોની ભારતમાં કિંમત
વેરિઅન્ટ | કિંમત |
128GB સ્ટોરેજ | 1,19,900 રૂપિયા |
256GB સ્ટોરેજ | 1,29,900 રૂપિયા |
512GB સ્ટોરેજ | 1,49,900 રૂપિયા |
નોંધ: કંપની 23 ઓક્ટોબરથી આઇફોન 12 પ્રોનું પ્રિ-બુકિંગ શરૂ કરશે.
આઇફોન 12 પ્રો મેક્સ: તેમાં 6.7 ઇંચની સુપર રેટિનાXDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2778x1284 પિક્સલ છે. તેમાં A14 બાયોનિક ચિપ પણ આપવામાં આવી છે, જે 5G સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 12 મેગાપિક્સલનો ટ્રિપલ રિઅર કેમેરા છે, જેમાં બે વાઇડ એંગલ સેન્સર અને ટેલિફોટો સેન્સર છે. તે 5 એક્સ ઝૂમને સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. તમે તેને 8GB, 256GB અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ ખરીદી શકશો.
કંપનીનું કહેવું છે કે, ફોનની બેટરીથી 20 કલાકનું વીડિયો કોલિંગ, 12 કલાકનું વીડિયો સ્ટ્રીમિંગ, 80 કલાક મ્યૂઝિક સાંભળી શકાશે. આ ફોન સિલ્વર, ગ્રેફાઇટ, ગોલ્ડ અને પેસિફિક બ્લુ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.
આઇફોન 12 પ્રો મેક્સની ભારતમાં કિંમત
વેરિઅન્ટ | કિંમત |
128GB સ્ટોરેજ | 1,29,900 રૂપિયા |
256GB સ્ટોરેજ | 1,39,900 રૂપિયા |
512GB સ્ટોરેજ | 1,59,900 રૂપિયા |
નોંધઃ કંપની આઇફોન 12 પ્રો મેક્સનું પ્રિ-બુકિંગ 6 નવેમ્બરથી શરૂ કરશે.
હોમપોડ મિનિ લોન્ચ
હોમ પોડ મિનિ સ્પીકરના લોન્ચિંગથી ઇવેન્ટની શરૂઆત થઈ. આ એક સ્માર્ટ સ્પીકર છે, જે આઇફોન સાથે કનેક્ટ થઈ જાય છે. એટલે કે તમે તમારો આઇફોન આ સ્પીકરની મદદથી ઓપરેટ કરી શકો છો. તેમાં ટચ કંટ્રોલ આપવામાં આવ્યું છે. સ્પીકરની સાઉન્ડ ક્વોલિટી સારી રહે તેના માટે તેમાં 4 રેન્જ ડાયનામિક ડ્રાઇવર્સ, 360 સાઉ્ડ અને એપલ S5 ચિપ આપવામાં આવી છે.
આ સ્પીકર ઇન્ટેલિજન્ટ આસિસ્ટન્ટ ફીચરથી સજ્જ છે. સ્પીકર કંપનીની આસિસ્ટન્ટ સિસ્ટમ સિરી પર કામ કરે છે. આ ઘરના દરેક મેમ્બરનો અવાજ ઓળખવામાં સક્ષમ છે. આ સ્પીકરનો ઉપયોગ સ્માર્ટ હોમ તરીકે થઈ શકે છે. કંપનીએ તેને વ્હાઇટ અને ગ્રે ટુ કલર વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે.
ભારતમાં કિંમત: 9,900 રૂપિયા
અવેલેબલ: પ્રિ-ઓર્ડર 6 નવેમ્બર, ડિલિવરી 16 નવેમ્બરથી શરૂ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.