સિક્યોરિટી ગાઈડ:જો તમે પાસવર્ડ ભૂલી જાઓ તો પાસવર્ડ મેનેજર સરળતાથી રિકોલ કરાવશે, અકાઉન્ટ હેક થવાં પર પણ અલર્ટ પણ મળશે

4 મહિનો પહેલા
  • LastPass, 1Password સહિતના પાસવર્ડ મેનેજરમાં લિમિટેડ ફ્રી સર્વિસ મળે છે
  • Bitwardenનાં પેઈડ વર્ઝનમાં હાર્ડવેરના પાસવર્ડ છૂપાવવા માટે ઈન્ક્રિપ્શન મળે છે

આજના જમાનામાં મોટા ભાગની વસ્તુઓ ડિજિટલ બની છે. તેથી એક્સપર્ટ સલાહ આપે છે કે આપણે આપણાાં ડિજિટલ એસેટને પાસવર્ડ સિક્યોર બનાવવું જોઈએ. પાસવર્ડ એટલો સ્ટ્રોન્ગ હોવો જોઈએ કે હેકર્સને તેને ક્રેક કરવામાં આંખે આંટા આવી જાય. ટ્રિકી અને લાંબા પાસવર્ડ યાદ રાખવામાં લોકોને મુશ્કેલી પડતાં એકદમ સરળ પાસવર્ડ જનરેટ કરવાની ભૂલ કરતાં હોય છે. તેને લીધે જ તેઓ હેકર્સનો શિકાર બનતાં હોય છે.

પાસવર્ડ ભૂલી જવાના કારણને લીધે તમારે સિક્યોરિટી દાવ પર ન લગાવવી જોઈએ. પાસવર્ડ મેનેજરનાં માધ્યમથી આ ભૂલવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. પાસવર્ડ મેનેજર્સ પાસવર્ડ સુરક્ષિત રાખવાની સાથે તમને યાદ કરાવવામાં પણ મદદ કરશે. તેના કેટલાક ફીચર્સ એવા છે જે પાસવર્ડ લીક થાય તો અલર્ટ કરે છે. અમે આવા જ કેટલાક પાસવર્ડ મેનેજર વિશે જણાવી રહ્યા છીએ જે અકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

LastPass

તેનો ઉપયોગ macOS, લિનક્સ, એન્ડ્રોઈડ, iOS સહિતના પ્લેટફોર્મ માટે થાય છે. તેનાં ફ્રી અને પેઈડ બંને વર્ઝન મળે છે. તેની મદદથી તમે અનેક પાસવર્ડ સ્ટોર કરી શકો છો. પાસવર્ડ જનરેટ કરી શકો છો. 2011 અને 2015માં તેના પર નિયમ ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો, પરંતુ કંપનીનું કહેવું છે કે તેની સિક્યોરિટી સિસ્ટમથી યુઝર્સની માહિતી સુરક્ષિત રહે છે.

1Password

આ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ macOS, લિનક્સ, એન્ડ્રોઈડ, iOS પ્લેટફોર્મ પર થાય છે. તેના પણ ફ્રી અને પેઈડ વર્ઝન અવેલેબલ છે. ફ્રી સર્વિસ લિમિટેડ પીરિયડ માટે હોય છે. શરૂઆતમાં તેની સર્વિસ માત્ર એપલમાં મળતી હતી, પરંતુ કેટલાક વર્ષોથી તેમાં ટ્રાવેલ મોડ ફીચર મળે છે. તમે અલગ શહેર કે દેશમાં જાઓ છો ત્યારે તે ડેટા છૂપાવી લે છે અને હોમ ટાઉન આવતાં જ ડેટા સિક્યોર કરી લે છે.

Bitwarden

તેનો ઉપયોગ વિન્ડોઝ, macOS, લિનક્સ, એન્ડ્રોઈડ, iOS પ્લેટફોર્મ પર કરી શકાય છે. તેના પેઈડ વર્ઝનમાં હાર્ડવેરના પાસવર્ડ છૂપાવવા માટે ઈન્ક્રિપ્શન મળે છે. સર્વિસના યુઝર પોતે હોસ્ટ બની શકે છે. તેના માટે પર્સનલ પાસવર્ડ ક્લાઉડની સર્વિસ મળે છે.

આ સિવાય પાસવર્ડ મેનેજર સર્વિસમાં ડેસલેન, નોર્ડપાસ, કીપાસ XC, પાસ, કીપાસ પાસવર્ડ સેફ, પાસવર્ડ સેફ પણ અવેલેબલ છે.