તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • With Its IOS 14.6 Software Update, The Mobile's Face Lock Will Open Without Removing The Face Mask, You Can Turn Off Ads In Any App At Will.

એપલનાં ખાસ ફીચર્સ:માસ્ક કાઢ્યા વગર ઓપન થશે મોબાઈલનું ફેસ લોક, એડ કન્ટેન્ટ તમે જાતે જ દૂર કરી શકશો; જાણો આવા મજેદાર ફીચર્સનું લિસ્ટ

4 મહિનો પહેલા
  • એપલની લેટેસ્ટ iOS 14.6 ઓપરેટિંગ સિસ્ટમનાં નવાં ફીચર્સ આઈફોનના એક્સપિરિઅન્સને ખાસ બનાવે છે
  • પિક્ચર ઈન પિક્ચર ફીચરની મદદથી વીડિયો જોતાં ઈન્ટરનેટ બ્રાઉઝિંગ અને ટેક્સ્ટ મેસેજ વાંચી શકાય છે

ટેક જાયન્ટ એપલે તાજેતરમાં જ તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ iOS 14.6 રિલીઝ કરી છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ આઈફોનના ઉપયોગનો એક્સપિરિઅન્સ જ બદલી નાખશે. આઈફોન્સ એન્ડ્રોઈડ્સની સરખામણીએ ઘણાં મોંઘા હોય છે પરંતુ તેના એડવાન્સ ફીચર્સ પૈસા વસૂલ કરી નાખે છે. આજે અમે તમને આવાં 5 ફીચર્સથી અવગત કરાવીશું જે આઈફોન્સને ખાસ બનાવે છે...

1. માસ્ક દૂર કર્યા વગર આઈફોનમાં ફેસ લોક ઓપન થશે

કોરોના મહામારી સામેની લડતમાં માસ્ક જ ઉપાય છે. તેને જોતાં એપલે નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર માસ્ક કાઢ્યા વગર ફેસ અનલોક ફીચરનો ઉપયોગ કરી શકે છે. તેના માટે સેટિંગમાં જઈ અનલોક વિથ એપલ વોચવાળા ઓપ્શનાં ફેસ આઈડી, પાસકોડને સ્ટાર્ટ કરી શકાય છે. આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે તમારી એપલ વોચ તમારા આઈફોન સાથે સિન્ક હોય. માની લો કે તમારી પાસે એપલ વોચ નથી તો ફેસ આઈડી ઓપ્શન દૂર કરી તમે 4 અંકનો પાસવર્ડવાળો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો.

2. પિક્ચર ઈન પિક્ચર ફીચર

એપલનું પિક્ચર ઈન પિક્ચર મોડ iOS 14ને સરળાથી રન કરે છે. તેની મદદથી વીડિયો જોતાં જોતાં ઈન્ટરનેટ બ્રાઉઝ કરી શકાય છે. સાથે જ મેસેજ વાંચી શકાય છે, પરંતુ તે iOSમાં યુટ્યુબ એપ પર સપોર્ટ નહિ કરે. તેના માટે જનરલ સેટિંગમાં જઈ પિક્ચર ઈન પિક્ચરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.

3. એપ પરથી એડવર્ટાઈઝ દૂર કરો

એપલે iOS 14.5માં નવું ફીચર ઉમેર્યું છે. તેની મદદથી એપ પર એડ બંધ કરી શકાય છે. તેના માટે તમારે નવી એપ ડાઉનલોડ કરવી પડશે. તેનાથી માલુમ પડશે કે કઈ એપમાં એડ નહિ મળે. આ ઓપ્શનને ક્યારેય પણ દૂર કરી શકાય છે.

4. બેટરી કન્ડિશન સમજવી

આ ફીચરમાં iPhone 11 સિરીઝમાં યુઝર્સ બેટરીની કેપેસિટી અને ડિવાઈસ પર્ફોર્મન્સ સમજી શકે છે. iOS 14.5માં આ નવાં ફીચરથી બેટરીની રિયલ કન્ડિશન જાણી શકાય છે. સેટિંગમાં મેન્યુમાં બેટરી હેલ્થ ઓપ્શન ટેપ કરી તેની માહિતી મેળવી શકાય છે.

5. સોન્ગ્સ સર્ચિંગ સરળ બનાવો

યુઝર્સ iOS 14.6 સાથે એપ ક્લિપથી સોન્ગ સર્ચ કરી શકાય છે. સેટિંગમાં કન્ટ્રોલ સેન્ટર સર્ચ કરવા પર મ્યુઝિક વિશે જાણી શકાચ છે. સ્વાઈપ ડાઉન કરી કન્ટ્રોલ સેન્ટર એક્સેસ કરી શકાય છે.