• Gujarati News
  • Utility
  • Gadgets
  • With A Processor Like 'Realmy V13 5G' Priced At Rs 33,000, This Phone Costs Less Than Half The Price, Find Out The Specifications And Features.

પોકો M3 પ્રો 5G લોન્ચ:33 હજાર રૂપિયાના 'રિયલમી V13 5G' જેવું પ્રોસેસર ધરાવતા આ ફોનની કિંમત માત્ર ₹13,999, જાણો સ્પેસિફિકેશન અને ફીચર્સ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે
  • ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમરા અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે

પોકોએ ભારતમાં તેનો લેટેસ્ટ 'પોકો M3 પ્રો 5G'સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલાં પોકો M3નું અપગ્રેડેડ વર્ઝન છે. તેમાં 5G સપોર્ટ મળે છે. તેમાં હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. પોકો M3 પ્રો 5G ફોન સેલ્ફી કેમેરા માટે હોલ પંચ કટઆઉટ સાથે આવે છે. પોકો શાઓમીથી સ્વતંત્ર થયેલી બ્રાન્ડ છે. પોકો M3 પ્રો 5G સ્માર્ટફોનને વર્ચ્યુઅલી ઈવેન્ટમાં લોન્ચ કરાયો છે. ફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

કિંમત અને ઉપલબ્ધતા
પોકો M3 પ્રો 5G ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. ફોનનાં કૂલ બ્લૂ, પાવર બ્લેક અને પોકો યલો કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ફોનનો સેલ 14 જૂને બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પર અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર યોજાશે.

ડાયમેન્સિટી 700 પ્રોસેસર
ફોનનું ડાયમેન્સિટી 700 પ્રોસેસર તેને ખાસ બનાવે છે. આ પ્રોસેસર સાથે રેડમી નોટ 10 5G, ઓપ્પો A55 5G અને રિયલમી V13 5G સ્માર્ટફોનમાં અવેલેબલ છે.

આ પ્રોસેસર ડિસ્પ્લેમાં કલર એક્સપિરિઅન્સ વધારે છે. તેનાથી ફોનને 90Hz રિફ્રેશ રેટ મળે છે. તેનાથી એનિમેશન અને ગેમિંગમાં ઈમેજ બ્લર થતી નથી. તેનાથી ઈમેજ, વીડિયો, ગેમિંગ, કનેક્ટિવિટી અને શાનદાર પાવર મળે છે. ઓછી લાઈટમાં તેનું સેન્સર ઓબ્જેક્ટ પર ફોકસ કરી ફોટો કેપ્ચર કરે છે. તેમાં ડ્યુઅલ 5G સપોર્ટ મળે છે. આ પ્રોસેસર ઓછું બેટરી કન્ઝપ્શન કરે છે.

પોકો M3 પ્રો 5Gનાં સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.5 ઈંચની FHD+ ડિસ્પ્લે છે. ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે.
  • ફોનમાં ફોટોગ્રાફી માટે 48MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
  • ફોનમાં 5000mAની બેટરી છે. તે 22.5 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • કનેક્ટિવિટી માટે તમાં ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, GPS, બ્લુટૂથ 5.1, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmના ઓડિયો જેક સહિત અનેક ઓપ્શન મળે છે.