તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક બાઈંગ ગાઈડ:આ પેન તમારા પ્રેઝન્ટેશનને સરળ બનાવશે, દૂર બેસીને જ પ્લાન સમજાવી શકશો, જાણો કામ કરવાની પ્રોસેસ

2 મહિનો પહેલા

કોરોના મહામારીને લીધે ઘણા બધા લોકો ટેક્નોલોજીની નજીક આવ્યા છે. હવે ઘર, સ્કૂલ, કોલેજ, ઓફિસ કે અન્ય જગ્યાઓ પર વર્ચ્યુઅલ મીટિંગ થઈ રહી છે. જો મીટિંગ વર્ચ્યુઅલ નથી અને તમે ઈચ્છો છો કે પ્રેઝન્ટેશન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ રહે, લેપટોપ કે કમ્પ્યુટરને સ્પર્શ ના કરવો પડે તો તે માટે USB પ્રેઝન્ટેશન પેનનો ઉપયોગ કરી શકો છો.

પ્રેઝન્ટેશન પેન શું છે?
વાયરલેસ USB પ્રેઝન્ટેશનની મદદથી કોઈ પણ કોન્ફરન્સ દરમિયાન પ્રેઝન્ટેશનને મેનેજ કરી શકાય છે. એટલે કે વારંવાર લેપટોપ કે PC પાસે જવાની જરૂર પડતી નથી પરંતુ આ બધું એક પેનની ઓપરેટ કરી શકાય છે. તેની મદદથી કોઈ પણ ફાઈલના ડેટાને ઉપર-નીચે સ્ક્રોલ કરી શકીએ છીએ. એટલું જ નહિ પણ કોઈ પણ ફાઈલને ઓપન પણ કરી શકીએ છીએ.

પ્રેઝન્ટેશન પેનનાં ફીચર્સ

 • આ ડિવાઈસની ડિઝાઈન પેન જેવી જ હોય છે, એટલે કે તમે સરળતાથી તેને પોકેટમાં રાખી શકો છો.
 • પેનમાં ઘણા બટન છે. તેમાં પાવર, વોલ્યુમ, ઓપરેટ અને લાઈવ જેવા બટન સામેલ છે.
 • પ્રેઝન્ટેશનની ફાઈલને ઉપર-નીચે સ્ક્રોલ કરવા માટે પણ બટન છે.
 • પ્રેઝન્ટેશન દરમિયાન તમે કોઈ વાત પર ફોકસ કરવા માગો છો તો તે માટે રેડ લેઝર લાઈટ હોય છે.
 • પેનની મદદથી પ્રેઝન્ટેશન ઓપન કરી શકો છો અને પછી બંધ પણ કરી શકો છો.

વર્કિંગ
પેનમાં પાવર માટે સેલનો ઉપયોગ કરવામાં આવે છે. પેનની સાથે એક USB એડોપ્ટર મળે છે જેને લેપટોપ કે પીસીના USB પોર્ટમાં લગાવી દેવામાં આવે છે. એ પછી આ પેન વાયરલેસ માઉસની જેમ કામ કરવા લાગે છે. હવે તમે જે એપ્લિકેશન પર જવા માગો છો તેની પર પોઈન્ટર લઈ જઈને ઓપન કરી શકો છો.

કિંમત
ઓનલાઈન પ્લેટફોર્મ પર આ પેનની કિંમત 399 રૂપિયાથી શરુ થાય છે. અલગ-અલગ કંપની અને ક્વોલિટી પ્રમાણે તેની કિંમત 7000 રૂપિયા સુધી પહોંચે છે. મોંઘી પેનમાં ઘણા એડવાન્સ ફીચર્સ મળે છે. ઘણી બધી ડિઝાઈનની પેન ઓનલાઈન ખરીદી શકાય છે. અમુકની ડિઝાઈન ટીવી રિમોટ જેવી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો