તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વિસ ક્લોઝિંગ:એનવીડિયા ગ્રાફિક્સ કાર્ડ હવે માત્ર વિન્ડોઝ 10માં જ સપોર્ટ કરશે, વિન્ડોઝ 7 ના માત્ર 15% યુઝર્સ એક્ટિવ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈ સિક્યોરિટી અપડેટ વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 અને વિન્ડોઝ 8.1માં એનવીડિયા સપ્ટેમ્બર 2024 સુધી સપોર્ટ કરશે
  • વિન્ડોઝ 10ના 150 કરોડ એક્ટિવ યુઝર્સ છે

ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ મેકર એનવીડિયા હવે વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 અને વિન્ડોઝ 8.1માં સપોર્ટ નહિ કરે. એનવીડિયા ડ્રાઈવર્સ હવે માત્ર વિન્ડોઝ 10 પર જ સપોર્ટ કરશે. હાઈ સિક્યોરિટી અપડેટ વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 અને વિન્ડોઝ 8.1માં તે સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે. એનવીડિયાના ગ્રાફિક્સ કાર્ડ લેપટોપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રાફિક્સ કાર્ડ બનાવવામાં એનવીડિયા સૌથી અગ્રેસર છે.

હવે મોટા ભાગના યુઝર વિન્ડોઝ 10 OSનો ઉપયોગ કરી રહ્યા છે
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8થી સપોર્ટ દૂર કર્યો છે. વિન્ડોઝ 8.1નો સપોર્ટ જાન્યુઆરી 2023 સુધી જ રહેશે. એનવીડિયાના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના Ge ફોર્સ યુઝર્સ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. Ge ફોર્સ ડ્રાઈવરથી ગેમિંગ એક્સપિરિઅન્સ વધુ સારો મળે છે. Ge ફોર્સનું ફોકસ વિન્ડોઝ 10 OS યુઝર્સ પર છે, જેથી તેમને તમામ પ્રકારના ફંક્શન્સ અને સિક્યોરિટી સપોર્ટ મળી રહે.

વિન્ડોઝ 10નો ઉપયોગ આશરે 93% યુઝર્સ કરે છે
વિન્ડોઝ 10 OSના હાલ 150 કરોડ એક્ટિવ યુઝર્સ છે. તો વિન્ડોઝ 7 હજુ પણ કેટલાક યુઝર્સની પસંદ છે. રિપોર્ટ પ્રમાણે, વિન્ડોઝ 7 પર તમામ વિન્ડોઝની સરખામણીએ 15% એક્ટિવ અકાઉન્ટ છે. તો વિન્ડોઝ 10 આશરે 93% સાથે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે.

વિન્ડોઝ 11 ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે
માઈક્રોસોફ્ટ ટૂંક સમયમાં તેની નવી OS લોન્ચ કરશે. એનવીડિયાનું સૌથી છેલ્લું ડ્રાઈવર વિન્ડો 31 ઓગસ્ટ સુધી તમામ વર્ઝન પર સપોર્ટ કરશે. ઓક્ટોબર મહિનામાં રિલીઝ બાદ માત્ર વિન્ડોઝ 10 સપોર્ટ કરશે.

એનવીડિયાની કોમ્પિટિટર AMDએ તાજેતરમાં જ Computex 2021 શૉમાં નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. તેમાં new Radeon, AMDની નવી ડિઝાઈન ફ્રેમ વર્ક અને FX સુપર રિઝોલ્યુશન સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...