રકૂન માલવેરથી સાવચેત રહો!:ક્રેડિટ કાર્ડ્સથી લઈને ફિંગરપ્રિન્ટ ડેટા સુધીના તમામ ડેટાની ચોરી કરી લેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એકવાર ફરી ડેટા ચોરી કરતાં રકૂન માલવેરના હુમલા સાથે જોડાયેલાં અહેવાલો સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે, કે હેકર્સે યૂઝર્સની પર્સનલ જાણકારી અને પાસવર્ડ્સ ચોરી કરવા માટે તેનું અપગ્રેડેડ વર્ઝન તૈયાર કર્યું છે. વર્ષ 2021માં રકૂન માલવેર એ સાયબર ક્રિમિનલ દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું ઈન્ફોર્મેશન સ્ટીલર્સમાંનું એક હતું.

બાકીના માલવેર કરતાં રકૂન વધુ પડતું લોકપ્રિય છે

  • સિક્યોરીટી રિસર્ચર્સનું માનવું એવું છે કે, રકૂન માલવેર ત્રણ કારણોસર ઓનલાઈન છેતરપિંડી કરનારાઓમાં લોકપ્રિય છે.
  • તે ડેટા અથવા પાસવર્ડ્સ ચોરી કરવાની ક્ષમતાના કિસ્સામાં મજબૂત છે.
  • તે કસ્ટમાઇઝેશન સાથે જોડાયેલું છે એટલે તેને ઘણાં બધા હેકિંગ ટૂલ્સનો ભાગ બનાવી શકાય છે.
  • આ માલવેરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે, તેને તમે નકલી ઈન્સ્ટોલર અથવા ક્રેક્ડ સોફ્ટવેરની મદદથી ડિવાઈસમાં એન્ટર કરી શકો છો.

સિક્યોરીટી એનાલિસ્ટે આ માલવેર પાછું આવવાનું કારણ જણાવ્યું
સિકોઈયાના સિક્યોરીટી એનાલિસ્ટનું કહેવું છે કે માર્ચ, 2022માં રકુન સ્ટીલરના ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે રુકૂન સ્ટીલર 2.0 માર્કેટમાં આવ્યું છે અને હેકિંગ ફોરમ પર તેને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. નવા ફંક્શન્સ સાથે રકૂનનું અપગ્રેડેડ વર્ઝન C અને C++ કમ્પ્યુટર લેંગ્વેજની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેના સેમ્પલ્સ ગયા મહિને જ બહાર આવ્યા હતા.

આ પ્રકારના ડેટાને રકૂન સ્ટીલર દ્વારા ચોરી કરી શકાય છે
નવું રકૂન સ્ટીલર 2.0 માલવેર પોતાના ટાર્ગેટ ડિવાઈસમાંથી લગભગ દરેક પ્રકારની માહિતી ચોરી કરવાની ક્ષમતા ધરાવે છે. PC અથવા લેપટોપમાં તે તમામ પાસવર્ડ્સ, કૂકીઝ, ઓટોફિલ ડેટા અને બ્રાઉઝરમાં સેવ કરેલાં ક્રેડિટ કાર્ડના ડેટા ચોરી શકે છે. કમ્પ્યુટરની બધી ડિસ્કમાં સેવ કરેલી વ્યક્તિગત ફાઇલો પણ તેની પહોંચથી બચી શકતી નથી. તે સ્ક્રીનશોટ કેપ્ચર કરવા અને સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનોની યાદી હુમલો કરનારને મોકલવાનું કામ પણ કરી શકે છે.

આ માલવેર ક્રિપ્ટો વોલેટમાંથી પણ ચોરી કરી શકે છે
રકૂન સ્ટીલર તમારા ક્રિપ્ટોકરન્સી વોલેટ્સ પણ ખાલી કરી શકે છે. આ માલવેર વેબ બ્રાઉઝર એક્સટેન્શન જેમ કે મેટામાસ્ક, ટ્રોનલિંક, બિનેન્સચેન, રોનિન, એક્સોડસ, એટોમિક, જેક્સલીબર્ટી, કોઇમ્બી, ઇલેકટ્રમ, ઇલેક્ટ્રમ, ઇલેક્ટ્રમ-LTC અને ઇલેક્ટ્રોનકેશની મદદથી પણ તમારા ડિવાઈસમાં ચોરી કરી શકે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, આ માલવેરનો ઉપયોગ વધવાનો છે, કારણ કે તે દર વખતે ડેટા મોકલવામાં આવે છે ત્યારે નવી-નવી વસ્તુઓ એકત્રિત કરે છે.

આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
જો તમે પોતાની જાતને રકૂન સ્ટીલર 2.0 અને આવા અન્ય માલવેરથી બચાવવા માગો છો તો ફાઇલો ડાઉનલોડ કરતી વખતે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. અજાણી લિંક્સ પર ક્લિક કરવું અને ક્રેક કરેલાં સોફ્ટવેર અસુરક્ષિત સ્રોતોમાંથી ઈન્સ્ટોલ કરવાનું ટાળવું જોઈએ. ઈ-મેલમાં દેખાતી જોડાણની ફાઇલો ડાઉનલોડ કરતી વખતે પણ સાવચેત રહો. આ સિસ્ટમમાં એન્ટિવાયરસ અને એન્ટિ-માલવેર ટૂલ્સ ઈન્સ્ટોલ કરવા આવશ્યક છે. જો તમે ઇચ્છો તો ઓટોમેટિક સ્કેનનો વિકલ્પ પણ એક્ટિવ કરી શકો છો.