ઈન્સ્ટાગ્રામ નવાં સિક્યોરિટી ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર યુઝર્સને 2FA (ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન) કોડ વ્હોટ્સએપ મેસેજ દ્વારા આપશે. હાલ આ ફીચર ઈન્સ્ટાગ્રામમાં ઉપબલ્ધ જ છે. પરંતુ કંપની વ્હોટ્સઅપ થ્રુ યુઝરને નવો ઓપ્શન આપવા જઈ રહી છે.
ટેક ટિપ્સ્ટર એલેસાન્ડ્રોએ ટ્વીટર કરી આ અપકમિંગ ફીચરનો સ્ક્રીન શૉટ શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે એપમાં ટુગલ ઓપ્શન અવેલેબલ છે. જે સિક્યોરિટી કોડ વ્હોટ્સએપ થ્રુ અનેબલ કરે છે. આ નવાં સિક્યોરિટી ફીચરમાં યુઝર વ્હોટ્સએપ અકાઉન્ટ સાથે SMS દ્વારા પણ વેરિફિકેશન રિસીવ કરવાનો ઓપ્શન સિલેક્ટ કરી શકશે. લીક રિપોર્ટ પ્રમાણે આ ફીચર હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે. ટૂંક સમયમાં કંપની તેને ગ્લોબલી લોન્ચ કરી શકે છે.
આ ફીચર ઓન કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં યુઝરે પોતાનો મોબાઈલ નંબર સબમિટ કરવાનો રહેશે. જોકે આ ફીચર માટે કંપની ફોનની અન્ય માહિતી સ્ટોર કરશે નહિ. ફીચર ઓન કરવા પર યુઝરને કંઈક આ પ્રકારે મેસેજ જોવા મળશે: "Before we can confirm your WhatsApp account, let's add your phone number. WhatsApp will not store any of your information."
ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન
આ એક પ્રકારની સિક્યોરિટી સિસ્ટમ છે. તેમાં કોઈ વસ્તુના એક્સેસ માટે 2 અલગ આઈડેન્ટિફિકેશન આપવાના રહે છે. આ ઓથેન્ટિફિકેશન ડબલ લેયર સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે.
ઈન્સ્ટાગ્રામમાં આ રીતે 2FA ઓન કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.