તમિલનાડુમાં મદુરાઈ શહેરમાં રહેતા એક કોલેજ સ્ટુડન્ટ ધનુષ કુમારે સોલર એનર્જીથી ચાલતી ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી છે. આ સાઈકલથી ઓછા ખર્ચે પણ વધારે અંતર કાપી શકાશે. હાલ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે તે સમયે આ વિદ્યાર્થીએ તેનું સોલ્યુશન શોધ્યું છે.
1.50 રૂપિયાના ખર્ચે 50 km દોડશે
ધનુષે સાઈકલના કેરિયર પર બેટરી ફિક્સ કરી છે. સામેની બાજુએ સોલર પેનલ માઉન્ટ કરી છે. સોલર પેનલની મદદથી સાઈકલ 50 કિમી સુધી ચાલી શકશે. જો ચાર્જિંગ ડાઉન થઈ જાય તો પણ સાઈકલ 20 કિમી સુધી તો ચાલશે જ. ધનુષે કહ્યું કે, માત્ર 1.50 રૂપિયાના ખર્ચે 50 કિમી સુધી સાઈકલ ચલાવી શકાય છે.
સોલર પાવર આ સાઈકલમાં ખાસ શું છે?
સાઈકલમાં 24 વોલ્ટ અને 26 Amp કેપેસિટી બેટરીનો ઉપયોગ કર્યો છે. તેમાં 350Wની બ્રુશ મોટર અને સ્પીડ વધારવા-ઘટાડવા માટે હેન્ડલબારમાં એક્સીલેટર આપ્યું છે. બેટરી ચાર્જ કરવાનો ખર્ચ પેટ્રોલની સરખામણીએ તો ઘણો ઓછો છે.
સાઈકલની ટોપ સ્પીડ 30થી 40 કિમી પ્રતિ કલાક છે. સાઈકલના ફ્રંટમાં LED લાઈટ પણ છે, તે અંધારામાં રાઈડિંગ સરળ બનાવશે. બેટરી અને સોલર પેનલને છોકરા અને છોકરીઓ એમ બંનેને ધ્યાનમાં રાખીને અલગ ડિઝાઈન કરી છે.
કિંમત વિશે કોઈ જાણકારી નથી
ધનુષે કહ્યું કે, મેં આ સાઈકલની ડિઝાઈન કરી છે. મદુરાઈ જેવા અન્ય શહેર માટે આ બેસ્ટ છે. જો કે, આ સાઈકલની કિંમતને લઈને કોઈ જાણકારી શેર કરી નથી. આ સાઈકલને જો હજુ વધારે સારી રીતે ડિઝાઈન કરવામાં આવે તો તેનો લુક સારો થઈ શકે. હાલ બેટરીને લીધે સાઈકલ ઓલ્ડ ફેશનની દેખાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.