નોકિયાએ નવો ફિચર ફોન લોન્ચ કર્યો:સિંગલ ચાર્જ પર 8 કલાકનું બેટરી બેકઅપ આપશે, 4 હજારથી ઓછી કિંમતમાં ખરીદવાની તક, જાણો ફીચર્સ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

HMDગ્લોબલે નોકિયાનો નવો ફીચર ફોન નોકિયા 8120 4G ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફિચર ફોનમાં વિન્ટેજ ડિઝાઇન આપવામાં આવી છે અને તે બિલ્ટ-ઇન ફ્લેશલાઇટ અને વાયરલેસ એફએમ રેડિયો સાથે આવે છે. તેમાં 27 દિવસનો સ્ટેન્ડબાય બેટરી બેકઅપ મળે છે. 8120 4G ફોનની ખાસિયત એ છે કે તે VoLTE નેટવર્ક કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

નોકિયા 8120 4Gની કિંમત
નોકિયા 8120 4Gની કિંમત 3,999 રૂપિયા છે. ગ્રાહકો ડાર્ક બ્લુ અને રેડ કલરમાં 4G ફીચર ફોન ખરીદી શકે છે. આ ફીચર ફોન એમેઝોન અને નોકિયા ઇન્ડિયાનાં ઓનલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

નોકિયા 8120 સ્પેસિફિકેશન્સ

  • નોકિયાનાં આ ફોનમાં 2.8 ઇંચની QVGA ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 240x320 પિક્સલ રિઝોલ્યુશન છે. આ ફિચર ફોનમાં સિંગલ કોર 1GHz યુનિસોક T107 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 4G ફીચર ફોનમાં 4GB રેમ અને 128MB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
  • આ ફીચર ફોનમાં 32GB સુધીના માઇક્રો SD કાર્ડ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. નોકિયા 8120 ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને તે S30+ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. નોકિયાનાં નવા ફીચર ફોનમાં VGA રિયર કેમેરા આપવામાં આવ્યો છે અને તે વાયરલેસ FM રેડિયો, MP3 પ્લેયર અને ફ્લેશલાઇટ લાઇટ સાથે આવે છે.
  • 4G ફીચર ફોનમાં 1,450mAhની બેટરી આપવામાં આવી છે. 2G ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે તેની બેટરી એકવાર ફુલ ચાર્જ થયા બાદ 8 કલાક સુધી ચાલે છે. આ સાથે જ 4G નેટવર્ક કનેક્ટિવિટીનાં ઉપયોગથી બેટરી લાઈફ પણ ઘટી જાય છે.