Realme C30 લો બજેટ ફોન લોન્ચ:5000mAhની દમદાર બેટરી સાથે આપશે 45 દિવસનું સ્ટેન્ડબાય, કિંમત 7499 રૂપિયાથી શરૂ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

Realmeએ આજ રોજ ભારતમાં C-સિરિઝનો તેનો એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન લોન્ચ કર્યો. Realme C30 એક સ્ટાઇલિશ એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન છે, જે અપગ્રેડેડ કેમેરા, મેગા બેટરી અને પાવરફુલ પ્રોસેસર સાથે આવે છે, જે એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં યુઝર્સને એક વ્યાપક, અત્યાધુનિક અને ડાયનેમિક અનુભવ પૂરો પાડે છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પહેલો સેલ 27 જૂન, 2022ના રોજ બપોરે 12 વાગ્યા પછી realme.com અને Flipkart.com પર થવાનો છે.

આ લોન્ચ વિશે વાત કરતાં Realme Indiaના CEO માધવ શેઠે જણાવ્યું હતું કે, ‘રિયલમી C-સિરીઝ અમારી સૌથી મહત્વપૂર્ણ સ્માર્ટફોન સિરિઝમાંની એક રહી છે, કારણકે આ કિંમતના તબક્કે તે બેસ્ટ ફીચર્સ અને પાવર-પેક્ડ પરફોર્મન્સ પૂરું પાડે છે, જે ભારતમાં વિશાળ પ્રેક્ષકવર્ગને આકર્ષિત કરે છે. C-સિરીઝ સાથે અમે એવાં સ્માર્ટફોન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે, જે ટેકનોલોજી અને ડિઝાઇનનું યુનિક કોમ્બિનેશન ધરાવે છે અને યુઝર્સના ખિસ્સાં પર ભાર પણ નથી વધારતું.’

ડિઝાઈનઃ
આ સ્માર્ટફોનમાં અલ્ટ્રા-સ્લિમ વર્ટિકલ સ્ટ્રાઇપ ડિઝાઇન આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, ‘Realme C30 તેના પ્રાઇસ સેગમેન્ટમાં સૌથી પાતળો અને વજનમાં હળવો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન યુઝ કરવા માટે સાવ આરામદાયક છે. તેનું વજન માત્ર 182 ગ્રામ છે અને તેનું પહોળાઈ 8.5mm છે.’

પ્રોસેસર:
આ સ્માર્ટફોનમાં યુનિસોક T612 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી માહિતી મુજબ Realme C30 નો એનટુટુ બેન્ચમાર્ક સ્કોર 1,76,932 છે, જે સૂચવે છે કે ડિવાઇસ દૈનિક કાર્યોને સરળતાથી હેન્ડલ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં UFS 2.2 હાઈ-સ્પીડ ફ્લેશ સ્ટોરેજ પણ છે, જે યુઝર્સને 3 ગણી ઝડપી ડેટા રીડ અને રાઈટની સ્પીડ આપે છે.

ડિસ્પ્લે:
આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફુલ સ્ક્રીન અને 88.7 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો મળે છે.

બેટરી:
આ સ્માર્ટફોનમાં 5000mAhની લાંબા સમય સુધી ચાલનારી બેટરી આપવામાં આવી છે, જેથી યુઝર્સ નોનસ્ટોપ એક્ટિવિટીનો આનંદ માણી શકે છે અને જ્યારે સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે સ્માર્ટફોન 45 દિવસ સુધી ચાલી શકે છે.

કેમેરા:
આ સ્માર્ટફોનમાં 8MPનો રિયર AI કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા શૂટર આપવામાં આવ્યો છે.

કલર અને કિંમત:
અગાઉ જણાવ્યા મુજબ Realme C30 ત્રણ કલર ઓપ્શન - લેક બ્લૂ, બામ્બુ ગ્રીન અને ડેનિમ બ્લેકમાં ઉપલબ્ધ થશે અને તે બે સ્ટોરેજ વેરિઅન્ટમાં આવશે, જેમાં 2+32GBની કિંમત 7,499 રૂપિયા અને 3+32GBની કિંમત 8,299 રૂપિયા છે.