ગૂગલની ક્લાઉડ સર્વિસ:ભારતમાં બીજા પ્લેટફોર્મ લોન્ચ કરશે, સરકારી એજન્સી અને પબ્લિક સેક્ટર પર ફોકસ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૂગલ ક્લાઉડને ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયની વિશેષ ઓડિટ પૂર્ણ થયા બાદ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડરનો દરજ્જો મળ્યો છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘણી સરકારી એજન્સીઓની સાથે વીજળી, પરિવહન, તેલ અને ગેસ, પબ્લિક ફાઈનાન્સ જેવા ઘણા સેક્ટરને સર્વિસ આપશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગૂગલ ક્લાઉડના ગ્રોથ માટે પબ્લિક સેક્ટરને ટાર્ગેટ કરશે.

'તમામ સેક્ટરને મદદ મળશે'
ગૂગલ ક્લાઉડ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમ સિંહ બેદીએ એક બ્લોકપોસ્ટમાં કહ્યું કે, માન્યતા મળવાથી કેન્દ્રીય અને રાજ્યોની સરકારી એજન્સીઓ સહિત ભારતીય સાર્વજનિક ક્ષેત્રને ગૂગલ ક્લાઉડ પર આવવામાં મદદ મળશે. ભારતમાં ગ્રાહકો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાના આગલા તબક્કામાં સરકારી ક્ષેત્રના સંગઠનોની જરૂરિયાતોને પૂર્ણ કરવા પર કામ કરવાનું સામેલ છે.

ઘણી મોટી કંપનીઓ લઈ રહી છે સર્વિસ
બેદીએ આગળ જણાવ્યું કે, સરકાર અને એન્ટરપ્રાઈઝીસ અમારી સાથે કરવા માગે છે, કેમ કે અમે સૌથી સારી સર્વિસ અને ટેક્નોલોજી પર ફોકસ કરી રહ્યા છીએ. એટલા માટે નહીં કે તેમની પાસે બીજો ઓપ્શન નથી. આજે ભારતના ઘણા મોટા ઓર્ગેનાઈઝેશન ગૂગલ ક્લાઉડ પર વિશ્વાસ કરે છે, જેમાં વિપ્રો, શેરચેટ અને TVS, ASL, ICICI પ્રુડેન્શિયલ, નોબ્રોકર ડોટ. કોમ, ક્લિયરટ્રિપ અને અન્ય સામેલ છે.

ભારતમાં બીજા પ્લેટફોર્મ લોન્ચ કરશે ગૂગલ
ગૂગલ આ વર્ષે પોતાનું બીજું ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ (GCP) લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેને દિલ્હીમાં લોન્ચ કરવામાં આવશે. અગાઉ કંપનીએ પોતાનું ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 2017માં મુંબઈમાં લોન્ચ કર્યું હતું.