એરટેલ અને જિયો પછી હવે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ પણ પોતાની 5G સર્વિસ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. યૂનિયન IT એન્ડ ટેલિકોમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, BSNL પોતાની 5G સર્વિસને સર્વિસને એપ્રિલ-2024માં લોન્ચ કરશે. BSNL 4G નેટવર્ક લોન્ચ થયાનાં એક વર્ષની અંદર તેને 5Gમાં અપગ્રેડ કરશે.
હાલ BSNL, TCS અને C-DOT સાથે મળીને 4G નેટવર્ક લોન્ચ કરવા પર કામ કરી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવે Airtel અને Jio 5G સર્વિસને ઓડિસામાં લોન્ચ કરી તે દરમિયાન આ વાત કહી હતી. તેઓએ દાવો પણ કર્યો હતો કે, ઓડિસામાં BSNL 5G સર્વિસ આવનારા 2 વર્ષમાં ઉપલબ્ધ થઈ જશે. BSNL 5G સર્વિસ લોન્ચ થયા પછી એરટેલ અને જિયોને ટકકર મળશે.
એરટેલ અને જિયોએ ભારતમાં ઓક્ટોબરમાં 5G સર્વિસને લોન્ચ કરી હતી. એવામાં ગ્રાહકો 5Gની તરફ શિફ્ટ થઈ રહ્યા છે પણ BSNL કંપની 4G જ લોન્ચ કરી શક્યું નથી . આ વિલંબથી BSNL પર નકારાત્મક અસર પડી રહી છે. તો ચાલો જાણીએ કે BSNLની આવી સ્થિતિ કેમ છે?
એક સમયે નંબર વન ઓપરેટર હતી BSNL
ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 19 ઓક્ટોબર, 2002નાં રોજ લખનૌથી BSNL મોબાઈલ સર્વિસની શરુઆત કરી હતી. લોન્ચ થયાનાં ફક્ત 1-2 વર્ષમાં તે ભારતની નંબર-1 મોબાઈલ સર્વિસ બની ચૂકી હતી. પ્રાઈવેટ ઓપરેટરોએ BSNLનાં લોન્ચનાં મહિનાઓ પહેલાં જ મોબાઈલ સેવાઓ શરુ કરી દીધી હતી પણ BSNLનાં ‘સેલવન’ બ્રાન્ડની માગ ઘણી વધી ગઈ હતી.
જ્યારે BSNLની સર્વિસિઝની શરુઆત થઈ ત્યારે તે સમયે પ્રાઈવેટ ઓપરેટર 16 રુપિયા પ્રતિ મિનિટ કોલ સિવાય 8 રુપિયા પ્રતિ મિનિટ ઈનકમિંગનાં પણ ચાર્જ કરતા હતા. BSNLએ ઈનકમિંગ કોલ્સને ફ્રી કર્યા અને આઉટગોઈંગ કોલ્સની કિંમત દોઢ રુપિયા સુધી પહોંચી ગઈ. 2002-2005નો સમય BSNL માટે સોનેરી સમય હતો. દરેક વ્યક્તિ BSNLનું સિમ લેવા ઈચ્છતો હતો. તેના માટે 3-7 કિમી લાંબી લાઈન લાગી હતી.
BSNLની આવી હાલત કેમ થઈ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.