Infinix Smart 6 પ્લસ ભારતમાં લોન્ચ:મળશે 5000 mAhની બેટરી લાઈફ સાથે 6GB સુધીની રેમ, બજારમાં Realme અને Redmiને આપશે ટક્કર

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ સ્માર્ટફોન ખાસ ભારતમાં વસતાં મધ્યમ વર્ગનાં લોકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ નિયમિત Infinix Smart 6 મોડલ લોન્ચ કર્યું હતું ત્યારે આ મોડેલ તેનું અપગ્રેડેડ વર્ઝન છે. આ એક બજેટ સ્માર્ટફોન છે, જે બજારમાં Realme C30 સિવાય Redmi 10A અને Tecno Spark 9 જેવાં સ્માર્ટફોનને ટક્કર આપશે. તો ચાલો ભારતમાં Infinix Smart 6 Plusની કિંમત અને તેમાં આપવામાં આવેલાં ફીચર્સ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

ફીચર્સ:

  • ડિસ્પ્લે: આ સ્માર્ટફોનમાં તમને HD+ રિઝોલ્યુશન સાથે 6.82-ઇંચની ડિસ્પ્લે મળે છે અને જો ડિઝાઇનની વાત કરીએ તો તમને આગળનાં ભાગમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે.
  • કેમેરા સેન્સરઃ આ સ્માર્ટફોનની બેક પેનલ પર ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, 8 MPનાં પ્રાઇમરી કેમેરા સેન્સર સાથે ડેપ્થ કેમેરા સેન્સર ઉપલબ્ધ હશે.સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનની ફ્રન્ટ સાઇડમાં 5 MPનો કેમેરાં સેન્સર આપવામાં આવ્યું છે.
  • પ્રોસેસરઃ સ્પીડ અને મલ્ટીટાસ્કીંગ માટે આ સ્માર્ટફોનમાં MediaTek Helio G-25 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • રેમઃ આ બજેટફોનમાં 3 GB રેમ આપવામાં આવી છે, પરંતુ તમારી માહિતી માટે જણાવી દઈએ કે, 3 GB વર્ચ્યુઅલ રેમ સપોર્ટની મદદથી તમે સ્ટોરેજને 6 GB સુધી વધારી શકશો.
  • સ્ટોરેજઃ આ સ્માર્ટફોનમાં 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઈક્રો એસડી કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે.
  • બેટરીઃ આ સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી લાઈફ મળશે.
  • સોફ્ટવેર: આ લેટેસ્ટ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 ગો એડિશન 'આઉટ ઓફ ધ બોક્સ' પર કામ કરે છે.