અપકમિંગ સ્માર્ટફોન:આ મહિનામાં દમદાર બેટરી અને પ્રોસેસરથી સજ્જ આ 5 સ્માર્ટફોન લોન્ચ થશે, જાણો તમારા બજેટમાં કયો ફોન રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 64MPના ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ સાથે 'પોકો X3 GT' સ્માર્ટફોન જુલાઈના છેલ્લા વીકમાં લોન્ચ થશે
  • સેમસંગ ગેલેક્સી M52માં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને 4500mAhની બેટરી મળશે

જો તમે આ મહિને નવા સ્માર્ટફોનની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમારી પાસે અનેક ઓપ્શન હશે. આ મહિને પોકોથી લઈને સેમસંગના સ્માર્ટફોન લોન્ચ થવાના છે. આ તમામ સ્માર્ટફોન મિડરેન્જમાં અવેલેબલ હશે. જાણો આ મહિને લોન્ચ થનારા સ્માર્ટફોન્સનું લિસ્ટ અને તેનાં સ્પેસિફિકેશન...

શાઓમી રેડમી 10

શાઓમી સૌથી પોપ્યુલર બ્રાન્ડ છે. તેનું કારણ વધારે ફીચર્સમાં ફોનની ઓછી કિંમત છે. શાઓમી આ મહિને રેડમી 10 સ્માર્ટફોન લોન્ચ કરશે. તેમાં મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર સાથે 4GBની રેમ મળશે.

પોકો X3 GT
પોકોનો આ ફોન જુલાઈના છેલ્લા વીકમાં લોન્ચ થઈ શકે છે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા, 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 2MPનો મેક્રો લેન્સ છે. તેમાં 6GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળશે. ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

સેમસંગ ગેલેક્સી M52

આ ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે. તેમાં પર્ફોર્મન્સ માટે 8 કોર (2.4 ગીગાહર્ટ્ઝ+ સિંગલ કોર+ 2.2 ગીગાહર્ટ્ઝ+ ટ્રાઈ કોર+ 1.9 ગીગાહર્ટ્ઝ+ ક્વૉડ કોર) સાથે સ્નેપડ્રેગન 778G પ્રોસેસર મળશે. ફોનનું 6GB+128GB વેરિઅન્ટ લોન્ચ થશે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર મળશે.

પોકો F3 GT

શાઓમીથી સ્વતંત્ર થયેલી બ્રાન્ડ પોકો 25 જુલાઈ સુધીમાં તેનો 'પોકો F3 GT' સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 1200 ચિપસેટ સાથે 6.7 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળી શકે છે. તેમાં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. ફોન 5,065mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે.

રિયલમી X9 સિરીઝ

આ સ્માર્ટફોન 15 જુલાઈ સુધી લોન્ચ થઈ શકે છે. ફોન સ્નેપડ્રેગન 778G પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. ફોનમાં 6.4 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે. ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે. ફોનનું 6GB+128GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોન 4300mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે. સિક્યોરિટી માટે તેમાં ફિંગર પ્રિન્ટ સ્કેનરની સુવિધા મળશે.