ફેસ્ટિવલ સિઝન શરૂ થવાની સાથે જ વર્ષનો સૌથી મોટો શૉપિંગ ફેર એમેઝોન અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે. એમેઝોન પર 'ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ' અને ફ્લિપકાર્ટ પર 'ધ બિગ બિલિયન ડેઝ' નામનો સેલ શરૂ થવાનો છે. બંને સેલ 3 ઓક્ટોબરથી શરૂ થશે. જો તમે આ સેલમાંથી શૉપિંગ કરવાના હો તો આ સમાચાર તમારા માટે છે.
કયા પ્લેટફોર્મ પર શૉપિંગ કરવાથી તમે વધારે ફાયદામાં રહેશો? કઈ બેંક શૉપિંગ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે? ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, હોમ અપ્લાયન્સિસ, ફેશન, સ્માર્ટફોન સહિતની કઈ કેટેગરી પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે આવો જાણીએ...
ફ્લિપકાર્ટ 'ધ બિગ બિલિયન ડેઝ' સેલ
ફ્લિપકાર્ટ પર 'પ્રી બુક' સેલ 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં માત્ર 1 રૂપિયો આપી પ્રોડક્ટ બુક કરાવી શકાશે. ફ્લિપકાર્ટ એપ અને વેબસાઈટ બંને પર આ સેલનો લાભ મળશે. 1 રૂપિયો આપી પ્રોડક્ટ બુક કરી બાકીનું પેમેન્ટ 3 ઓક્ટોબરે કરી શકાશે.
આ સેલ 10 ઓક્ટોબર સુધી ચાલશે. માઈક્રો સાઈટ પ્રમાણે એક્સિસ બેંક અને ICICI બેંકના ગ્રાહકોને સેલમાં 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. પેટીએમ પણ તેના ગ્રાહકોને ગેરન્ટેડ કેશબેક આપશે. આ સિવાય 'નો કોસ્ટ EMI' અને એક્સચેન્જ ઓફર પણ મળશે.
આ સેલ દરમિયાન મધ્ય રાત્રિએ 12 વાગ્યે અને સવારે 8 તેમજ 4 વાગ્યે 'ક્રેઝી ડીલ્સ'નો લાભ મળશે. આ ટાઈમ પર પ્રોડક્ટ સસ્તાંમાં ખરીદી શકાશે. કંપની 'બાય મોર સેવ મોર' હેઠળ 3 પ્રોડક્ટ પર 5%, 2 પ્રોડક્ટ પર 5%, 5 પ્રોડક્ટ પર 10% અને 3 પ્રોડક્ટ પર 10%નું ડિસ્કાઉન્ટ આપે છે.
એમેઝોન ધ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ સેલ
10 ઓક્ટોબર સુધી ચાલનારા આ સેલની માઈક્રોસાઈટ એક્ટિવ થઈ છે. તે પ્રમાણે, સેલમાં HDFC બેંકના ગ્રાહકોને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. 'નો કોસ્ટ EMI' અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ ધરાવતા ગ્રાહકો માટે આ સેલ જલ્દી શરૂ થશે.
આ સેલમાં ગ્રાહક 5000 રૂપિયા સુધીનું સેવિંગ કરી શકશે. સેલમાં 20 લાખ+ પ્રોડક્ટ્સ પર એમેઝોન કૂપન મળશે. સેલમાં કેટલીક કંપની નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરશે. એમેઝોન પે અને ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર 3% રિવોર્ડ પોઈન્ટ મળશે. બજાજ ફિનસર્વ કાર્ડથી 'નો કોસ્ટ EMI' પર પ્રોડક્ટ્સ ઘરે લાવી શકાશે. કંપની 25 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપશે.
ઓનલાઈન શૉપિંગ કરતાં પહેલાં ઓફલાઈન ઓફર પણ વેરિફાય કરો
ફેસ્ટિવલ સિઝનમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માર્કેટમાં ઓફર્સ અવેલેબલ હોય છે. આ ઓફર્સ ફોન, ઈલેક્ટ્રોનિક્સ, હોમ અપ્લાયન્સિસ, ગેજેટ્સ, એક્સેસરીઝ, ફેશન વેર સહિતની પ્રોડક્ટ્સ પર મળે છે. ઓનલાઈન શૉપિંગ કરતાં પહેલાં તમે ઓફલાઈન શોપિંગ કરતાં ફાયદામાં છો કે કેમ તે જાણી લેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.