મેટા ઈન્ડિયાએ તત્કાલિક આઉટગોઇંગ કન્ટ્રી ચીફ અજીત મોહનનાં સ્થાને એક પરિચિત ચહેરાને આવકાર આપ્યો છે. ભારતમાં મેટાનાં નવા હેડ ‘સંધ્યા દેવનાથન’ હશે, જેની કંપનીએ આ અઠવાડિયાની શરૂઆતમાં પુષ્ટિ કરી હતી. તેણી 1 જાન્યુઆરી, 2023થી મેટા ઈન્ડિયાનાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની ભૂમિકા નિભાવશે પરંતુ, સંધ્યા દેવનાથ કોણ છે? તે કેટલા સમયથી Facebook/Metaનો ભાગ છે? અને તે ભારતમાં કંપની માટે શું લાવે છે? અહીં નવા મેટા ઇન્ડિયા હેડની વિગતવાર પ્રોફાઇલ છે.
કોણ છે સંધ્યા દેવનાથન?
સંધ્યાએ વર્ષ 1994માં આંધ્ર યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ ટેક્નોલોજી (B.Tech) કર્યું, ત્યારબાદ તેણે વર્ષ 1988માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)માં માસ્ટર્સ કર્યું. તેણીએ વર્ષ 2014માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી નેતૃત્વ પર એક નાનકડો કોર્સ પણ કર્યો હતો.
તેણીની વ્યાવસાયિક વૃદ્ધિ પણ એટલી જ પ્રભાવશાળી રહી છે. સિટીગ્રુપ એ છે કે, જ્યાં તેણીની કારકિર્દીની શરૂઆત થઈ, જે પછી તેણીએ વર્ષ 2009માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડમાં કામ કર્યું. દેવનાથને તેણીની ‘મેટા જર્ની’ જાન્યુઆરી 2016માં શરૂઆત કરી હતી અને આજે પણ તે કંપનીનાં મહત્વપૂર્ણ કર્મચારીઓમાંની એક છે. તેણી દક્ષિણ પૂર્વ એશિયામા ‘ગ્રૂપ ડિરેક્ટર’ તરીકે જોડાઈ હતી, જ્યાં તેણીને સિંગાપોરમાં ઈ-કોમર્સ, ટ્રાવેલ અને ફિનસર્વની પ્રોફાઇલ આપવામાં આવી. 8 મહિના પછી તેણીને સિંગાપોર માટે કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર અને વિયેતનામ માટે બિઝનેસ હેડ તરીકે બઢતી આપવામાં આવી.
તેણીએ દક્ષિણપૂર્વ એશિયામાં સિંગાપોર અને વિયેતનામનાં વ્યવસાયો અને ટીમો તેમજ મેટાની ઈ-કોમર્સ પહેલ બનાવવામાં મદદ કરી. વર્ષ 2020માં તેણીએ APAC માટે ગેમિંગનું નેતૃત્વ કર્યું જે વૈશ્વિક સ્તરે મેટા માટે સૌથી મોટા વર્ટિકલ્સમાંનું એક છે. તે બિઝનેસમાં મહિલા લીડર્સને વિકસાવવા માટેનો જુસ્સો પણ લાવે છે અને મેટા ખાતે Women@APAC માટે એક્ઝિક્યુટિવ સ્પોન્સર તેમજ પ્લે ફોરવર્ડ માટે વૈશ્વિક લીડ છે, જે ગેમિંગ ઉદ્યોગમાં વિવિધતાનાં પ્રતિનિધિત્વને સુધારવા માટેની વૈશ્વિક મેટા પહેલ છે. તે મરી ફાઇનાન્શિયલ સર્વિસિસનાં વૈશ્વિક બોર્ડમાં પણ સેવા આપે છે.
ભારત ડિજિટલ પ્લેટફોર્મ અપનાવવામાં મોખરે છે
સંધ્યા દેવનાથનની મેટા ઈન્ડિયા હેડ તરીકે નિમણૂક પર મેટાનાં ચીફ બિઝનેસ ઓફિસર માર્ને લેવિને જણાવ્યું હતું કે, ‘ભારત ડિજિટલ અપનાવવામાં મોખરે છે અને Metaએ ઘણી ટોચની પ્રોડક્ટ્સ, જેમ કે રીલ્સ અને બિઝનેસ મેસેજિંગ, ભારતમાં સૌપ્રથમ લોન્ચ કરી છે. અમને તાજેતરમાં જ WhatsApp પર JioMart લૉન્ચ કરવામાં ગર્વ છે, જે ભારતમાં અમારો પહેલો એન્ડ-ટુ-એન્ડ શોપિંગ અનુભવ છે. ભારત માટે અમારા નવા હેડ તરીકે સંધ્યાનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. સંધ્યા પાસે સ્કેલિંગ બીઝનેસ આઈડિયા સાથે અસાધારણ ટીમો બનાવવા, ઉત્પાદનમાં નવીનતા ચલાવવા અને મજબૂત ભાગીદારી બનાવવાનો ટ્રેક રેકોર્ડ છે. ભારતમાં તેણીની લીડ હેઠળ મેટાની સતત વૃદ્ધિ માટે અમે રોમાંચિત છીએ.’
મેટા ઈન્ડિયાને એક નવી દિશામાં આગળ વધારવાનાં પ્રયાસ
સ્પષ્ટપણે તેણીએ એશિયન માર્કેટમાં પોતાનો અનુભવ બનાવ્યો છે, જે તેણીને મેટા માટે ભારતનાં હેડ તરીકેની નવી ભૂમિકામાં વૈવિધ્ય લાવવામાં મદદ કરશે. સંધ્યા મેટા ઈન્ડિયાને એક નવી દિશામાં આગળ વધારવા જઈ રહી છે અને મેટા મુજબ સંસ્થાનાં વ્યવસાય અને આવકની પ્રાથમિકતાઓને એકસાથે લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે અન્ય મેટા પ્રોડક્ટ્સ જેમ કે, WhatsApp અને Instagram Reelsના પ્રોજેક્ટ્સને પણ સંભાળશે કે, જે ભારતમાં અત્યંત લોકપ્રિય છે. તે WhatsApp પ્રોજેક્ટ પર નવા JioMartની પણ કાળજી લેશે, તેના તમામ ઈ-કોમર્સ અનુભવનો ઉપયોગ કરીને આકર્ષક પ્રોડક્ટ તૈયાર કરશે અને તેને ભાગીદારો દ્વારા વેચશે.
ઉથલપાથલ વચ્ચે META નવી શરૂઆતની શોધમાં છે
સંધ્યા એવા સમયે પણ કાર્યભાર સંભાળશે કે, જ્યારે મેટા એક પ્રકારની ઉથલપાથલમાંથી પસાર થઈ રહી છે, જેમાં વૈશ્વિક અને ભારતીય બંને ટીમો તેના વ્યવસાયિક ઉદ્દેશ્યોને પહોંચી વળવા માટે ઓછી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભારત સરકારનો સામનો કરવો અને તેની નિયમિત તપાસ પણ હવે તેની જવાબદારીઓનો એક ભાગ હશે, જે તેના પુરોગામીઓએ બતાવ્યું છે, તે સરળ નથી. આવક તેના KRAsનો મુખ્ય ભાગ હશે અને Meta આશા રાખશે કે, તે ભારત જેવા પડકારરૂપ બજારમાં તેના ઉત્પાદનોને વિકસાવવા માટે રિટેલ વ્યવસાયોમાંથી તેના તમામ અનુભવો લાવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.