ન્યૂ ફીચર:હવે વ્હોટ્સએપ સ્ટેટસ સિલેક્ટેડ કોન્ટેક્સથી છુપાવી શકાશે, ટૂંક સમયમાં નવું ફીચર ગ્લોબલી લોન્ચ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવી અપડેટમાં 'My contacts except'નો ઓપ્શન મળશે
  • એન્ડ્રોઈડ બીટા યુઝર્સ પર ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ ગ્લોબલી આ ફીચર લોન્ચ થશે

વ્હોટ્સએપ યુઝર્સની ફેસિલિટીને ધ્યાનમાં રાખી અવારનાવર નવાં નવાં ફીચર્સ લોન્ચ કરતી હોય છે. તેની હરોળમાં ફાઈનલી વ્હોટ્સએપમાં પ્રોફાઈલ ફોટો પ્રાઈવસી સેટિંગ અપડેટ થવા જઈ રહી છે. આ ફીચરનાં માધ્યમથી યુઝર પોતાનો પ્રોફાઈલ ફોટો સિલેક્ટેડ કોન્ટેક્ટ્સને જ બતાવી શકશે.

અત્યાર સુધી વ્હોટ્સએપ પ્રોફાઈલ ફોટો પ્રાઈવસીમાં 'Everyone', 'My Contacts' અને 'Nobody'નો ઓપ્શન મળતો હતો. નવી અપડેટમાં 'My contacts except'નો ઓપ્શન મળશે. વ્હોટ્સએપના ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ અપકમિંગ ફીચરની માહિતી આપી છે. રિપોર્ટ પ્રમાણે આ નવું ફીચર એન્ડ્રોઈડના 2.21.21.2 બીટા વર્ઝનમાં એક્ટિવ થયું છે.

WABetaInfoએ નવાં ફીચરનો શેર કરેલો સ્ક્રીન શૉટ
WABetaInfoએ નવાં ફીચરનો શેર કરેલો સ્ક્રીન શૉટ

નવી અપડેટમાં જે યુઝર્સને તમે તમારો પ્રોફાઈલ ફોટો બતાવવા માગતા નથી તેને સિલેક્ટ કરી શકશો. અર્થાત આ ફીચરની મદદથી તમે સિલેક્ટેડ લોકોને જ પ્રોફાઈલ ફોટો બતાવી શકશો. આ ફીચર લાસ્ટ સીન અને અબાઉટ સ્ટેટસ માટે પણ છે.

આઈફોન યુઝર્સનો પણ લાભ મળશે
હાલ આ ફીચરનું ટેસ્ટિંગ એન્ડ્રોઈડ બીટા યુઝર્સ પર થઈ રહ્યું છે. ટૂંક સમયમાં iOSમાં પર પણ તેનું ટેસ્ટિંગ શરૂ થશે. બીટા ટેસ્ટિંગ સફળ થયા બાદ તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

સ્ટેટ્સ પ્રાઈવસીમાં પહેલાંથી આ ફીચર અવેલેબલ
2017માં વ્હોટ્સએપે સ્ટેટસ ફંક્શન માટે My contacts except… ઓપ્શન રિલીઝ કર્યું હતું. ત્યારબાદ ગ્રુપ પ્રાઈવસી સેટિંગમાં આ ઓપ્શન એક્ટિવ થયો હતો. જોકે આ ફીચર લાસ્ટ સીન માટે પહેલાં રિલીઝ થશે કે સ્ટેટસ અપડેટ માટે તેની કંપનીએ હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.

અન્ય સમાચારો પણ છે...