ન્યૂ ફીચર:વ્હોટ્સએપનું નવું ફીચર રોલઆઉટ, હવે વોઈસ નોટ્સને પોઝ કરીને રેકોર્ડ કરી શકાશે, જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે તેને કેટલાક બીટા ટેસ્ટર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે

વ્હોટ્સએપનું વોઈસ નોટ્સ ફીચર ઘણું ઉપયોગી છે. તેનાથી ચેટિંગ કરવામાં પણ મજા આવે છે. આવી સ્થિતિમાં આ ફીચરને વધુ મજેદાર બનાવવા માટે કંપની તેમાં કેટલાક ફેરફાર કરી રહી છે. રિપોર્ટ્સના અનુસાર, વોઈસ નોટ્સ રેકોર્ડ કરતા સમયે ઓડિયોને પોઝ અને ફરીથી શરૂ કરવા માટે ફીચર રોલ આઉટ કરી દેવામાં આવ્યું છે. અત્યારે તેને કેટલાક બીટા ટેસ્ટર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે.

વોઈસ રેકોર્ડિંગ કરતા સમયે યુઝર વોઈસ નોટને વચ્ચેથી જ પોઝ કરી શકે છે અને ફરીથી શરૂ કરી શકે છે. અત્યાર સુધી વ્હોટ્સએપમાં વોઈસ નોટ્સને પોઝ અને પ્લે કરવાની સુવિધા નહોતી મળતી. યુઝરને એક જ વારમાં આખી વોઈસ નોટ રેકોર્ડ કરીને મોકલવાની હતી.

ઓડિયો નોટ્સને પોઝ કરીને રેકોર્ડ કરી શકાશે
વ્હોટ્સએપના ફીચર્સને ટ્રેક કરનારી વેબસાઈટ Wabetainfoના અનુસાર, એપએ એક નવું પોઝ બટન લોન્ચ કર્યું છે. તેના દ્વારા યુઝર રેકોર્ડિંગને સ્ટોર કરી શકશે અને પછી ફરીથી શરૂ કરી શકશે. આ પહેલા યુઝર્સને માત્ર વોઈસ નોટ મોકલ્યા પછી જ તેને સાંભળતા સમયે પોઝ અને પ્લે કરવાનો ઓપ્શન મળતો હતો. હવે તેઓ આખું રેકોર્ડિંગ કર્યા વિના રેકોર્ડિંગને વચ્ચે પોઝ કરી શકશે અને થોડા સમય બાદ ફરીથી શરૂ કરી શકશે.

વ્હોટ્સએપ ચેટની બહાર વોઈસ નોટ ચલાવવાનો ઓપ્શન પણ રજૂ કર્યો. આ પહેલા યુઝર ચેટ ઓપન કરતા સમયે જ વોઈસ નોટને સાંભળી શકતો હતો. ચેટ બોક્સમાંથી બહાર આવ્યા પછી તે આપોઆપ પોઝ થઈ જતું હતું. ગ્લોબલ ઓડિયો પ્લેયર ચેટ વિન્ડોના ટોપ પર દેખાય છે અને વોઈસ નોટ સાંભળ્યા પછી તમને ઓડિયો પ્લેયરને દૂર કરવાનો પણ ઓપ્શન મળે છે.

બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ થયું ફીચર
Wabetainfoના અનુસાર, આ ફીચર કેટલાક બીટા ટેસ્ટર માટે પહેલાથી જ રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. તે એન્ડ્રોઈડ 2.22.6.7 અપડેટ માટે નવા વ્હોટ્સએપ બિઝનેસ બીટા ઈન્સ્ટોલ કર્યા પછી બીજા ટેસ્ટર્સ માટે પણ ઉપલબ્ધ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો તમને વોઈસ નોટ્સ રેકોર્ડ કરતી વખતે નવું પોઝ અને રિઝ્યુમ ફીચર દેખાતું નથી તો તેનો અર્થ એ થયો કે તમારું વ્હોટ્સએપ અકાઉન્ટ તેના માટે હજી તૈયાર નથી.