ટેક ન્યૂઝ:વ્હોટ્સએપમાં ‘ડીલીટ ફોર એવરીવન’ ફીચર થયું અપડેટ, હવે 2 દિવસ જૂનાં મોકલેલા મેસેજ પણ ડિલીટ કરી શકશો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વની સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સમાંની એક વ્હોટ્સએપે લોકોની એકબીજા સાથે વાત કરવાની રીતમાં ક્રાંતિ લાવી છે. કંટાળાજનક સાદાં મેસેજ અને મલ્ટીમીડિયા સંદેશાઓ દ્વારા ફોટોસ મોકલવાનાં સંઘર્ષ કરવાનાં દિવસો ગયા. હાલ વ્હોટ્સએપમાં 2 બિલિયન કરતાં પણ વધુ એક્ટિવ યુઝર્સ છે.

વર્ષ 2018માં વ્હોટ્સએપે ‘ડિલીટ ફોર એવરીવન’ફીચર લોન્ચ કર્યું હતું. આ ફિચરનાં કારણે યુઝર્સ કોઈને સેન્ડ કરેલાં મેસેજને ડિલીટ કરી શકે છે. શરૂઆતમાં આ મેસેજ ડિલીટ કરવા માટેનો સમયગાળો 7 મિનિટની અંદરનો હતો. તે પછી તેની સમયમર્યાદા વધારીને 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ કરી. હાલ આ સમયમર્યાદાને ફરી વધારવામાં આવી છે. હવે તમે 2 દિવસથી વધુ જૂનાં મેસેજ પણ ડિલીટ કરી શકો છો! તમે 2 દિવસ અને 12 કલાક સુધીનાં જૂનાં મેસેજ પણ ડિલીટ ફોર એવરીવન કરી શકો છો.

વ્હોટ્સએપે આ પહેલાં તેના બીટા યુઝર્સ માટે ટેસ્ટિંગ હેતુસર આ ફીચર રોલઆઉટ કર્યું હતું, પરંતુ હવે એવું લાગે છે કે કંપનીએ તેને બધા યુઝર્સ માટે ચૂપચાપ રોલઆઉટ કરી દીધું છે. જો કે વ્હોટ્સએપ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેમછતાં અપડેટેડ "ડીલીટ ફોર એવરીવન" ફીચર અત્યારે કામ કરી રહ્યું છે.

વ્હોટ્સએપ "હાઉ ટુ ડીલીટ મેસેજીસ" FAQ વિભાગ હજુ પણ એવું જ જણાવે છે, કે તમે મેસેજ સેન્ડ કરો તે પછી તમારી પાસે ડિલીટ કરવા માટે માત્ર એક જ કલાકનો સમય હોય છે જો કે, અમે લગભગ 2 દિવસ જૂના મેસેજને કાઢી નાખવાનો પ્રયાસ કર્યો છે અને આ સુવિધા પહેલેથી જ કામ કરી રહી હોય તેવું લાગે છે. તેથી, આગળ વધો અને આ ફિચરનો ઉપયોગ કરો! જો આ ફિચર તમારામાં કામ કરતું નથી, તો અપડેટની રાહ જુઓ.