યે દિલ માંગે મોર:વ્હોટ્સએપ પર હવે તમામ કલરની હાર્ટ ઈમોજીમાં એનિમેશન મળશે, કંપનીએ નવાં ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફીચરનો લાભ પહેલાં વેબ યુઝર્સ ઉઠાવી શકશે
  • એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે આ નવું ફીચર લોન્ચ થશે

વ્હોટ્સએપની નવી પોલિસીને કારણે આ વર્ષે કંપની સખત વિવાદમાં રહી. યુઝર્સને રિઝવવા માટે આ વર્ષે કંપનીએ ડાર્ક મોડ, ફ્લેશ કોલ, મિસ્ડ ગ્રુપ કોલ અને મલ્ટિ ડિવાઈસ સહિતના ફીચર્સ લોન્ચ કર્યાં છે. સાથે જ કંપની નવાં ફીચર્સ માટે ટેસ્ટિંગ પણ કરી રહી છે. હાલ કંપની એનિમેટેડ હાર્ટ ઈમોજી ફીચર ટેસ્ટ કરી રહી છે. કંપની એન્ડ્રોઈડ અને iOS બંને પર આ ફીચર લોન્ચ કરશે. જોકે આ ફીચરનો લાભ પહેલાં વેબ યુઝર્સને મળશે.

વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ આ અપકમિંગ ફીચર ટ્રેક કર્યું છે. હાલ માત્ર લાલ કલરના હાર્ટ ઈમોજીમાં જ એનિમેશન મળે છે. નવાં ફીચરમાં વ્હાઈટ, બ્લેક, ગ્રીન, યલો સહિતની તમામ હાર્ટ ઈમોજીમાં એનિમેશન મળશે.

રિએક્શન નોટિફિકેશન
રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપ મેસેજ રિએક્શન ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર કંપનીએ એક્ટિવ પણ કર્યું હતું જોકે તેમાં ટેક્નિકલ ખામી આવતા તેને રિમૂવ કર્યું હતું. હવે ફરી આ ફીચર કામ કરી રહી છે. આ ફીચર 2.21.22.7 સહિતના કેટલાક બીટા યુઝર્સ પર લાઈવ થયું છે.

iOS સાથે એન્ડ્રોઈડ પર ટેસ્ટિંગ
મેસેજ રિએક્શન નોટિફિકેશન માટે કંપનીએ પહેલાં iOS પર ટેસ્ટિંગ કર્યું. વ્હોટ્સએપના ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoનો દાવો છે કે કંપની તેને એન્ડ્રોઈડ પર પણ લોન્ચ કરશે.
વેબસાઈટે સ્ક્રીનશૉટ શેર કર્યો છે. તે પ્રમાણે ગ્રુપ અને પર્સનલ મેસેજ રિએક્શન નોટિફિકેશન મેનેજ કરી શકાશે. તેમાં નોટિફિકેશન સાઉન્ડ, નોટિફિકેશન કલર અને વાઈબ્રેશન કસ્ટમાઈઝ કરવાનો ઓપ્શન મળશે.

લાસ્ટ સીન ફીચર અપડેટ
મલ્ટિપલ ફીચર સપોર્ટ બાદ વ્હોટ્સએપ નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. નવાં ફીચરમાં લાસ્ટ સીનમાં યુઝરને ચોથો ઓપ્શન મળશે. હવે યુઝર સિલેક્ટેડ લોકોથી પોતાનું લાસ્ટ સીન છુપાવી શકશે.

અત્યાર સુધી વ્હોટ્સએપ યુઝરને લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો અને અબાઉટમાં 'Nobody', 'Everyone'અને 'My Contacts' ઓપ્શન મળતો હતો. હવે નવાં ઓપ્શનમાં 'My Contacts Except'ની પણ સુવિધા મળશે. અર્થાત યુઝર સિલેક્ટેડ લોકોને લાસ્ટ સીનમાંથી હાઈડ કરી શકે છે.

આ વર્ષે કંપનીએ લોન્ચ કરેલાં ફીચર્સ...

1. ફ્લેશ કોલ
યુઝરને સિક્યોર એક્સપિરિયન્સ આપવા માટે આ ફીચર લોન્ચ થયું છે. આ ફીચરની મદદથી યુઝર મોબાઈલ નંબરને SMSને બદલે ઓટોમેટેડ કોલથી વેરિફાય કરી શકે છે. વ્હોટ્સએપ રજિસ્ટ્રેશન કરતા સમયે ફ્લેશ કોલ SMS વેરિફિકેશન ઓપ્શનમાં નવું સિક્યોરિટી ફીચર ઉમેરાયું છે.

2. મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ
​​​​​​​કંપનીએ તાજેતરમાં જ આ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર એક જ સમયે 4 અલગ અલગ ડિવાઈસમાં લોગ ઈન કરી શકે છે. પહેલાં માત્ર વ્હોટ્સએપ વેબ પર જ ડિવાઈસ સાથે લોગ ઈન કરી શકાતું હતું. આ ફીચરની મદદથી યુઝર એક જ સમયે કમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ વગર અકાઉન્ટ એક્સેસ કરી શકે છે.

3. મિસ્ડ ગ્રુપ કોલ ફીચર
ગ્રુપ કોલ ફીચર વ્હોટ્સએપમાં ઘણાં વર્ષોથી એક્ટિવ છે. અત્યારસુધી ગ્રુપ કોલમાં એક યુઝર મિસ થઈ જાય તો એ કરન્ટમાં ચાલી રહેલાં ગ્રુપ કોલમાં એડ થઈ શકતો નહોતો. આ નવા ફીચરની મદદથી મિસ્ડ થયેલા ગ્રુપ કોલમાં સામેલ થઈ શકાય છે. કોલ ડિટેલ સ્ક્રીન ઓપન કરી 'JOIN' પર ટેપ કરી તેનો લાભ લઈ શકાય છે.

આ સિવાય પણ કંપનીએ ઘણા ફીચર્સ લોન્ચ કર્યાં છે. વધુ વિગત જોવા માટે અહીં ક્લિક કરો.