વોટ્સએપ યુઝર્સ ધ્યાન આપો:નવા વર્ષથી અમુક એન્ડ્રોઈડ અને આઈફોનમાં વોટ્સએપ નહિ ચાલે, તમારો ફોન આ લિસ્ટમાં છે કે નહિ ચેક કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગયા વર્ષે દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે અમુક સ્માર્ટફોન્સ માટે પોતાની સર્વિસ બંધ કરી હતી. એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે પણ કંપની અમુક આઈફોન્સ અને એન્ડ્રોઈડ ડિવાઈસ માટે પોતાની સર્વિસ બંધ કરી રહ્યું છે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ઓપરેટ થતા સ્માર્ટફોનમાં વોટ્સએપ નહિ ચાલુ થાય.

રિપોર્ટ પ્રમાણે, iOS 9થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એપલ ડિવાઈસ કે એન્ડ્રોઈડ 4.0.3થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એન્ડ્રોઈડ ફોન્સમાં વોટ્સએપ સપોર્ટ નહિ કરે.

આ વર્ષે ઘણા બધા નવા ફીચર્સ લોન્ચ કર્યા
વોટ્સએપે આ વર્ષે ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે, તેમાં ગ્રુપ વીડિયો અને વીડિયો કોલમાં મેમ્બર વધારવાથી લઈને ફેક ન્યૂઝને રોકવા ફોરવર્ડ મેસેજની લિમિટ નક્કી કરી એ બધું સામેલ છે. આ ફીચર્સનો લાભ લેવા માટે જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા ફોનને આ વર્ષના અંત સુધીમાં અપગ્રેડ કરવા પડશે. આવું નહિ કરો તો 2021માં આ પ્લેટફોર્મનો ઉપયોગ નહિ કરી શકો.

2021થી આ આઈફોનમાં વોટ્સએપ બંધ થઇ જશે

  • વોટ્સએપે યુઝર્સને તેમના આઈફોનને iOS 9 કે એ પછીની ઓપરેટિંગ સિસ્ટમ અને એન્ડ્રોઈડ ફોનને એન્ડ્રોઈડ 4.0.3 અથવા તેનાથી લેટેસ્ટ વર્ઝનમાં અપગ્રેડ કરવાની સલાહ આપી છે. આઈફોન 4 સુધીના દરેક આઈફોન મોડલ વોટ્સએપ સપોર્ટ ગુમાવશે.
  • આ મોડલમાં આઈફોન 4S, આઈફોન 5, આઈફોન 5S, આઈફોન 6 અને આઈફોન 6S સામેલ છે. એટલે કે વોટ્સએપ સર્વિસ ચાલુ રાખવા માટે યુઝર્સે તરત જ પોતાની ઓપરેટિંગ સિસ્ટમને iOS 9 કે એ પછીના કોઈ વર્ઝનમાં અપડેટ કરવી પડશે.

આ એન્ડ્રોઈડ ડિવાઈસને અસર થશે

  • જે ફોન એન્ડ્રોઈડ 4.0.3થી પહેલાના વર્ઝન પર કામ કરે છે તેમાં વોટ્સએપ નહિ ચાલે.
  • જો કે, જૂના સોફ્ટવેર પર કામ કરતા એન્ડ્રોઈડ ડિવાઈસ ઘણા ઓછા છે. આથી બહુ ઓછા યુઝર્સને અસર થશે.
  • તમે પણ ચેક કરી લો કે, તમારો એન્ડ્રોઈડ ફોન એન્ડ્રોઈડ 4.0.3 પર કામ કરે છે કે કોઈ નવા વર્ઝન પર કામ કરે છે.

કેવી રીતે ચેક કરશો?

  • આઈફોન યુઝર્સ Settings-> General and Information->Software પર જઈને ચેક કરો. અહિ તમને ઓપરેટિંગ સિસ્ટમ ખબર પડી જશે.
  • એન્ડ્રોઈડ યુઝર્સ Settings-> About Phoneમાં જઈને ચેક કરો તમારો સ્માર્ટફોન કયા એન્ડ્રોઈડ વર્ઝન પર કામ કરે છે.