ટેક ન્યૂઝ:વ્હોટ્સએપ યુઝર્સ માટે ટૂંક સમયમાં જ ‘લાસ્ટ સીન’ હાઈડ કરવા માટેનો વિકલ્પ લોન્ચ કરશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અહેવાલો પરથી મળતી માહિતી મુજબ વ્હોટ્સએપ પ્રાઈવસી સેટિંગ્સને લગતાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી તમે અલગ-અલગ ઓપ્શન સાથે તમારાં એક્ટિવ સ્ટેટસને છુપાવી શકશો. ચાલો આ વિશે વધુ માહિતી મેળવીએ.

હાલમાં જ વ્હોટ્સએપે પણ બીટા વર્ઝન પર પોતાના તાજેતરમાં લોન્ચ થયેલા મેસેજ રિએક્શનનું નવું વર્ઝન રોલઆઉટ કર્યું છે, જેનાથી તમે મેસેજ પર રિએક્શન આપવા માટે વધુ ઈમોજીસ એડ કરી શકો છો.

વ્હોટ્સએપ ટૂંક સમયમાં ‘લાસ્ટ સીન’ હાઈડ કરવાની સુવિધા આપશે
આપણે બધા જાણીએ છીએ કે, વ્હોટ્સએપ ઘણાં બધા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે અને આ લિસ્ટમાં હજુ એક નવું ફિચર જોડાશે તેવું લાગે છે. WABetaInfoના જણાવ્યા મુજબ વ્હોટ્સએપ એક નવી ક્ષમતા પર કામ કરી રહ્યું છે, જે તમને તમારાં એક્ટિવ સ્ટેટસને હાઈડ કરવાની મંજૂરી આપશે. રસપ્રદ વાત એ છે કે, ‘લાસ્ટ સીન’ હાઈડ કરવા માટે તમને એક કરતાં વધુ વિકલ્પો પણ મળશે. આ નવું ફીચર એપ્લિકેશનની પ્રાઇવસી સેટિંગ્સમાં જોવા મળશે.

તેમાં એક્ટિવ સ્ટેટસ છુપાવવા માટે બે વિકલ્પો આપવામાં આવશે, જેમાં એક ઓપ્શન હશે hide from everyone અને બીજું હશે same as last seen. ​​​​​​​છેલ્લાં કેટલાક વર્ષોથી વ્હોટ્સએપ યુઝર્સ કંપની પાસે આ વિકલ્પની માગ કરી રહ્યા છે, જેથી તે કોઈ કારણસર પોતાનું એક્ટિવ સ્ટેટસ છુપાવી શકે અને હાલ તે બીટા ટેસ્ટિંગમાં છે.ઉપરોક્ત સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો તેમ હાલમાં ફક્ત iOSના વ્હોટ્સએપ બીટા વર્ઝનમાં જ આવ્યું છે અને ભવિષ્યમાં આપણે તેને એન્ડ્રોઇડ માટે પણ જોઈશું.

આ ફિચર હાલ તેના ફિડબેક ફેઝમાં છે. વ્હોટ્સએપ આ ફિચરને ક્યારે સ્ટેબલ વ્હોટ્સએપ વર્ઝનમાં રિલીઝ કરશે તે અંગે પણ કોઈ માહિતી નથી.