અપકમિંગ ફીચર્સ:ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં વોઈસ વેવફોર્મ્સ અને વ્યૂ વન્સ સહિતનાં ફીચર્સ મળશે, જાણો તેની ખાસિયતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રીડિઝાઈન ઈન એપ નોટિફિકેશનમાં યુઝર ચેટ પ્રિવ્યૂ જોઈ શકશે
  • કંપનીએ iOS યુઝર્સ માટે વોઈસ વેવફોર્મ્સ ફીચર ડેવલપ કર્યું

વ્હોટ્સએપ ભલે પ્રાઈવસી પોલિસીના વિવાદોમાં હોય પરંતુ કંપની તેના યુઝર્સને રિઝવવા માટે સતત નવાં ફીચર્સ લોન્ચ કરવાની તૈયારી દર્શાવી રહી છે. હાલ વ્હોટ્સએપ ફોટોઝ ક્વૉલિટી, મલ્ટિ ડિવાઈસ સપોર્ટ અને લિંક પ્રિવ્યૂ જેવાં ફીચર્સ પર ટેસ્ટિંગ કરી રહી છે. આ સાથે જ કંપની ઈન એપ નોટિફિકેશન અપડેટ, વ્યૂ વન્સ અને વોઈસ વેવફોર્મ પર કામ કરી રહી છે. હાલ આ તમામ ફીચર્સનું બીટા યુઝર્સ પર ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

રીડિઝાઈન ઈન એપ નોટિફિકેશન

વ્હોટ્સએપનાં ફીચર્સ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ પ્રમાણે કંપની હાલ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. iOSના 2.21.140.9 બીટા યુઝર્સ પર આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર નોટિફિકેશનમાં બેનર, ઈમેજ, વીડિયો, GIFs અને સ્ટિકરની વધારે ડિટેલ જોઈ શકશે. નવાં ફીચરની મદદથી યુઝર નોટિફિકેશન એક્સપાન્ડ કરી વધારે ડિટેલ મેળવી શકશે. સાથે જ યુઝર નોટિફિકેશનમાં જ ચેટ પ્રિવ્યૂ જોઈ જૂનાં અને નવાં મેસેજ જોઈ શકશે. આ ફીચરની મજાની વાત એ છે કે યુઝર નોટિફિકેશન વિન્ડોમાંથી મેસેજ જોઈ લેશે તો સામેવાળા યુઝરને મેસેજ રીડ કર્યો છે તેની ખબર નહિ પડે. રીડ રિસીપ્ટ્સ ત્યારે જ અપડેટ થશે જ્યારે યુઝર ચેટમાં જઈને તે મેસેજ જોશે.

વ્યૂ વન્સ

વ્હોટ્સએપે તેના બીટા યુઝર્સ માટે વ્યૂ વન્સ ફીચર રોલ આઉટ કર્યું છે. આ ફીચરની મદદથી ફોટોઝ અને વીડિયોઝ સેન્ડ કર્યા બાદ રિસીવર એક વખત તેને જોઈ લે તો તે આપમેળે ગાયબ થઈ જશે. જોકે આ ફીચર ઓન કરીને મોકલેલા કન્ટેન્ટનો સ્ક્રીન શૉટ સામેવાળો યુઝર લઈ શકે છે. આમ કરવા પર સેન્ડરને કોઈ નોટિફિકેશન નહિ મળે. આ ફીચર ડિસઅપિયરિંગ ફીચરનું એડવાન્સ વર્ઝન છે.

વોઈસ વેવફોર્મ્સ

હાલ વ્હોટ્સએપમાં વોઈસ નોટ્સમાં સ્પીડ એડ્જસ્ટ કરવા માટેનું ફીચર રોલઆઉટ થયું છે. નવાં ફીચરની મદદથી યુઝરને હવે વોઈસ નોટ્સ ટેપ કરવા પર વેવફોર્મ્સ જોવા મળશે. આ ફીચર iOS યુઝર્સ માટે ડેવલપ થઈ ગયું છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે કંપની તેના પર કામ કરી રહી છે.

વીડિયો અપલોડ ક્વૉલિટી
વ્હોટ્સએપના એન્ડ્રોઈડ 2.21.14.6 બીટા વર્ઝનમાં 'વીડિયો અપલોડ ક્વૉલિટી' ફીચર રિલીઝ થયું છે. આ ફીચરથી યુઝર કઈ ક્વૉલિટીમાં વીડિયો સેન્ડ કરવા માગે છે તે સિલેક્ટ કરી શકશે.

WABetaInfoએ શેર કરેલા સ્ક્રીન શૉટ પ્રમાણે, તેમાં 'ઓટો', 'બેસ્ટ ક્વૉલિટી' અને 'ડેટા સેવર' એમ 3 પ્રકારના ઓપ્શન મળશે. 'ઓટો' મોડમાં વીડિયો કોમ્પ્રેસ થશે. બેસ્ટ ક્વૉલિટી ઓપ્શનમાં હાઈ રિઝોલ્યુશનમાં વીડિયો મોકલી શકાશે. જ્યારે ડેટા સેવર ઓપ્શન હાઈ બેન્ડવિથ નેટવર્ક ન હોય તેવા યુઝર માટે ડેડિકેટેડ છે.

અન્ય સમાચારો પણ છે...