તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ ફીચર:ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં સ્ટિકર સજેશન ફીચર મળશે, કંપનીએ ટેસ્ટિંગ શરૂ કર્યું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા સમય બાદ કંપની બીટા યુઝર્સ માટે આ ફીચર લોન્ચ કરશે
  • એક જ શબ્દ માટે અલગ અલગ સ્ટિકર સજેશન મળશે
  • સ્ટિકર પર ટેપ કરતાં જ તે અન્ય યુઝર્સને સેન્ડ થશે

વ્હોટ્સએપ તેની પોલિસીના વિવાદોમાં છે. તેવામાં તે નવાં નવાં ફીચર્સ લોન્ચ કરીને યુઝર્સને લોભાવવાના પ્રયાસ કરી રહી છે. તેની હરોળમાં હવે કંપની સ્ટિકર સજેશન ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. આ ફીચર હાઈકના મોસ્ટ પોપ્યુલર ફીચર જેવું જ છે. કંપની હાલ તેનું ટેસ્ટિંગ કરી રહી છે.

વ્હોટ્સએપના ફીચર્સ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપ સ્ટિકર સજેશન ફીચર પર કામ કરી રહી છે. ચેટ બારમાં યુઝરના ટાઈપ કરવા પર આ ફીચર શબ્દો પ્રમાણે સ્ટિકર સજેસ્ટ કરશે. યુઝર્સને એક જ શબ્દ માટે અનેક સ્ટિકર સજેશન મળશે. તેમાંથી યુઝર્સને જે પણ પસંદ હોય તેના પર ટેપ કરી યુઝર તેને સેન્ડ કરી શકે છે.

આ પ્રકારે યુઝરને સ્ટિકર સજેેશન મળશે
આ પ્રકારે યુઝરને સ્ટિકર સજેેશન મળશે

જોકે આ ફીચર હાલ બીટા યુઝર્સ માટે પણ અવેલેબલ નથી. કંપની હાલ ઈન્ટર્નલી તેના પર ટેસ્ટિંગ કરી રહી છે. થોડા દિવસ બાદ કંપની બીટા યુઝર્સ માટે તેને લોન્ચ કરશે. વ્હોટ્સએપમાં સ્ટિકર 2018 થી અવેલેબલ છે. વ્હોટ્સએપમાં થર્ડ પાર્ટી સ્ટિકર પણ સપોર્ટ કરે છે. હવે કંપની એક સ્ટેપ આગળ જઈ સ્ટિકર સજેશન ફીચર લોન્ચ કરવા જઈ રહી છે.

'પ્લેબેક સ્પીડ્સ ફોર વોઈસ મેસેજ' ફીચર લોન્ચ
વ્હોટ્સએપે તાજેતરમાં જ આ ફીચર બીટા યુઝર્સ માટે લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર વોઈસ મેસેજની સ્પીડ બદલી શકે છે. તેમાં યુઝર્સને વોઈસ મેસેજમાં 1x, 1.5x અને 2xની સ્પીડનો ઓપ્શન મળશે. પહેલાં વોઈસ મેસેજ નોર્મલ સ્પીડમાં સંભળાશે. તેના પર ફર્સ્ટ ટેપ કરતાં સ્પીડ 1x, બીજી વાર ટેપ કરતાં 1.5x અને ત્રીજી વાર ટેપ કરતાં 2x થશે.

આ ફીચરમાં વોઈસ મેસેજની સ્પીડ વધારવાનો ઓપ્શન મળશે. સ્પીડ સ્લો કરવા માટે યુઝર્સને કોઈ ઓપ્શન નહિ મળે. આ ફીચર iOS અને એન્ડ્રોઈડના બીટા વર્ઝન પર અવેલેબલ થતાં કહી શકાય કે વ્હોટ્સએપ ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરી શકે.

ડિસઅપિયરિંગ ફીચર
વ્હોટ્સએપ ડિસઅપિયરિંગ ફીચરનું ટાઈમ ડ્યુરેશન ઓછું કરવા પર પણ કામ કરી રહી છે. વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetainfoના રિપોર્ટ પ્રમાણે કંપની આ નવાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આગામી દિવસોમાં તેને એન્ડ્રોઈડ, iOS સાથે વેબ અને ડેસ્કટોપ માટે લોન્ચ કરવામાં આવશે. કંપની આ ફીચરનો ટાઈમ ઘટાડી 24 કલાક કરી શકે છે.

iOS અને એન્ડ્રોઈડનું ચેટ માઈગ્રેશન
ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં એવું ફીચર આવશે જેનાથી સરળતાથી iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસ વચ્ચે ચેટ માઈગ્રેટ કરી શકાશે. હાલ iOS અને એન્ડ્રોઈડ સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી જતી રહે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રાખીને તેમનું અકાઉન્ટ સ્વિચ કરી શકશે. લીક રિપોર્ટના શેર કરેલા સ્ક્રીન શોટમાં આઈફોન અને એન્ડ્રોઈડને સામસામે દર્શાવાયા છે, આઈફોનમાં Move chats to andtoid featureનો ઓપ્શન જોવા મળે છે. તેથી કહી શકાય કે હાલ વ્હોટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.