તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્હોટ્સએપ યુઝર્સ આનંદો:હવે વ્હોટ્સએપ બિઝનેસ એપથી પણ શૉપિંગ કરી શકાશે, ગ્રૂપ અથવા કોન્ટેક્ટ નોટિફિકેશનને હંમેશા માટે મ્યુટ કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્હોટ્સએપ બિઝનેસ એવું માર્કેટ પ્લેસ છે જ્યાં લોકો ચેટનાં માધ્યમથી બિઝનેસ કરી શકે છે
  • કંપનીએ બિઝનેસ યુઝર્સને નવાં ફીચર વિશે નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે

વ્હોટ્સએપ હવે બિઝનેસ એપ પર જલ્દી યુઝર્સને શૉપિંગ કરવાની તક આપશે. વ્હોટ્સએપે બિઝનેસ કરનાર યુઝર્સ માટે WhatsApp Business નામથી અલગ એપ લોન્ચ કરી છે. વ્હોટ્સએપ બિઝનેસ એવું માર્કેટ પ્લેસ છે જ્યાં લોકો ચેટનાં માધ્યમથી બિઝનેસ કરી શકે છે. આ નવાં ફીચરની મદદથી હવે યુઝર્સ ડાયરેક્ટ શૉપિંગ કરી શકશે.

કંપનીનું માનવું છે કે આ ફીચરની મદદથી નાના વેપારીઓને બિઝનેસ કરવામાં મદદ મળશે. કંપનીએ યુઝર્સને નોટિફિકેશન મોકલવાનું પણ શરૂ કર્યું છે. બિઝનેસ અને ગ્રાહક બંનેને જાગૃત રાખવા માટે સ્પેશિયલ કેસમાં તેમનો ડેટા ફેસબુક પર શેર કરી શકાશે. ફેસબુક હોસ્ટિંગ સોલ્યુશન માટે એડિશનલ પેમેન્ટની પણ આવશ્યકતા રહેશે.

વ્હોટ્સએપ યુઝર્સ માટેની ફેસબુક હોસ્ટિંગ સર્વિસ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ રહેશે. અર્થાત બિઝનેસિસ અને ગ્રાહકો વચ્ચેની વાતચીતને અન્ય કોઈ વ્યક્તિ નહિ જોઈ શકે. કંપની બિઝનેસમાં ટ્રાન્સપરન્સી રાખશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં દરરોજ આશરે 175 મિલિયન લોકો વ્હોટ્સએપ બિઝનેસ અકાઉન્ટ પર મેસેજ કરે છે.

વ્હોટ્સએપ યુઝર્સ હવે હંમેશા માટે નોટિફિકેશન મ્યુટ કરી શકશે
અત્યાર સુધી કોઈ કોન્ટેક્ટ માટે કે ગ્રૂપ નોટિફિકેશન મ્યુટ રાખવા માટે 8 કલાક, 1 અઠવાડિયાંનો અને 1 વર્ષના સમયનો જ ઓપ્શન મળતો હતો. હવે કંપની Always muteનો પણ ઓપ્શન આપી રહી છે. કંપનીએ ટ્વીટ કરીને આ નવાં ફીચરની માહિતી આપી છે.

કંપની ઘણા લાંબા સમયથી આ નવાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી. હવે તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે. એપ અપડેટ કર્યાં બાદ તમને કોઈ કોન્ટેક્ટ અથવા ગ્રૂપમાં mute notificationમાં જઈને Always ઓપ્શનની પસંદગી કરી શકો છો. થોડા દિવસ પહેલાં જ કંપનીએ એડવાન્સ સર્ચ ફીચર પણ લોન્ચ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...