તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હોટ્સએપ યુઝર્સ ધ્યાન આપો:1 જાન્યુઆરીથી કેટલાક એન્ડ્રોઇડ અને આઇફોનમાં વ્હોટ્સએપ કામ નહીં કરે, જુઓ તમારો ફોન લિસ્ટમાં છે કે નહીં

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત વર્ષે પણ કેટલાક એન્ડ્રોઇડ-ios ડિવાઇસમાં વ્હોટ્સએપ બંધ કરવામાં આવ્યું હતું
 • કંપનીએ કહ્યું- સર્વિસ ચાલુ રાખવા માટે ફોનના OSને અપડેટ કરો

ગયા વર્ષે દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મમાંથી એક વ્હોટ્સએપે કેટલાક સ્માર્ટફોન માટે પોતાની સર્વિસને બંધ કરી દીધી હતી. એક લેટેસ્ટ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે પણ કંપની અમુક આઇફોન્સ અને એન્ડ્રોઇડ ડિવાઈસ માટે પોતાની સર્વિસને બંધ કરવા જઈ રહી છે. ફેસબુકની માલિકીના મેસેજિંગ પ્ટેલફોર્મે જણાવ્યું છે કે વ્હોટ્સએપ જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરશે.

રિપોર્ટના અનુસાર, ios 9થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એપલના ડિવાઈસ અથવા એન્ડ્રોઈડ 4.0.3થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એન્ડ્રોઈડ ફોન પર વ્હોટ્સએપ સપોર્ટનો અંત આવશે. એક સપોર્ટ પેજ પર, મેસેજિંગ પ્લેટફોર્મ યુઝર્સને પોતાના ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવાની સલાહ આપે છે, જેથી તાજેતરમાં રોલઆઉટ કરવામાં આવેલા તમામ નવા વ્હોટ્સએપ ફીચરનો આંનદ લઈ શકાશે.

વ્હોટ્સએપે આ વર્ષે ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે

 • વ્હોટ્સએપે આ વર્ષે ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે, જેમાં ગ્રુપ વિડિયો અને વિડિયો કોલ માટે સહભાગીઓની સંખ્યા વધારવાથી લઈને ફેક ન્યૂઝ પર પ્રતિબંધ મૂકવા માટે ફોરવર્ડ મેસેજને મર્યાદિત કરવાનું સામેલ છે. આ ફીચર્સનો આનંદ લેવા માટે જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા આઈફોન અને એન્ડ્રોઈડ ફોનને આ વર્ષના અંત સુધી અપગ્રેડ કરવા જોઈએ. જો નથી કર્યા તો તમે 2021થી કનેક્ટ રહેવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશો નહીં.

1 જાન્યુઆરીથી આ આઈફોનમાં બંધ થઈ જશે વ્હોટ્સએપ

 • વ્હોટ્સએપે યુઝર્સને પોતાના આઈફોનને ios 9 અથવા પછીની ઓપરેટિંગ સિસ્ટમ અને એન્ડ્રોઈડ ફોનને એન્ડ્રોઈડ 4.0.3 અને તેના લેટેસ્ટ વર્ઝનમાં અપગ્રેડ કરવાની સલાહ આપી છે.
 • એનાથી એ જાણવા મળે છે કે આઈફોન 4 સુધીના તમામ આઈફોન મોડલ વ્હોટ્સએપ સપોર્ટ ગુમાવશે.
 • મોડલમાં આઈફોન 4S, આઈફોન 5, આઈફોન 5S, આઈફોન 6 અને આઈફોન 6S સામેલ છે, એટલે કે વ્હોટ્સએપ સર્વિસ ઉપયોગ ચાલુ રાખવા માટે યુઝર્સને તરત તેમની ઓપરેટિંગ સિસ્ટમને ios 9 અથવા ત્યાર બાદના વર્ઝનમાં અપડેટ કરવી પડશે.

આ એન્ડ્રોઇડ ડિવાઈસને અસર થશે

 • એન્ડ્રોઈડની વાત કરીએ તો વ્હોટ્સએપે સ્પષ્ટતા કરી છે કે આ એ સ્માર્ટ ફોન પર કામ કરવાનું બંધ કરશે, જે એન્ડ્રોઈડ વર્ઝન 4.0.3ના પહેલા વર્ઝન પર કામ કરે છે.
 • જોકે આટલા જૂના સોફ્ટવેર પર કામ કરતા એન્ડ્રોઈડ ડિવાઈસ વધારે નથી, તેથી આ પગલું ઘણા યુઝર્સને અસર કરી શકશે નહીં.
 • કેટલાક એન્ડ્રોઈડ ફોન જે અત્યારે પણ જૂના os પર ચાલે છે તેમાં HTC ડિઝાયર, LG ઓપ્ટિમમ બ્લેક, મોટોરોલા ડ્રોયડ રેઝર અને સેમસંગ ગેલેક્સી S2 સામેલ છે.
 • તેથી ખાતરી કરો કે તમારો એન્ડ્રોઈડ ફોન એન્ડ્રોઈડ 4.0.3 વર્ઝન પર કામ કરી રહ્યો છે કે નવા વર્ઝન પર કામ કરી રહ્યો છે.

આ રીતે ચેક કરો ફોન કયા os વર્ઝન પર કામ કરી રહ્યો છે

 • તે ચેક કરવા માટે તમારે આઈફોન કયા os પર કામ કરી રહ્યો છે, તો તમારે Settings-> General and Information->Software પર જવું પડશે, અહીં તમે જોઈ શકશો કે તમારો આઈફોન કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહ્યો છે.
 • એન્ડ્રોઈડ યુઝર્સ Settings-> About Phoneમાં જઈને જોઈ શકશે કે તેમનો સ્માર્ટફોન કયા એન્ડ્રોઈડ વર્ઝન પર કામ કરી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો