રિમાઈન્ડર:1 નવેમ્બરથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતાં આ સ્માર્ટફોન્સમાં વ્હોટ્સએપ નહિ ચાલે, જુઓ લિસ્ટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એન્ડ્રોઈડ 4.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર જ વ્હોટ્સએપ એક્સેસ મળશે
 • નવી OS અપડેટ સપોર્ટ ન કરતાં ડિવાઈસમાં વ્હોટ્સએપ ભૂતકાળ બની જશે

નવાં ફીચર્સ લોન્ચ કરવાની સાથે વ્હોટ્સએપ આ વર્ષે તેની લેટેસ્ટ OS પણ લોન્ચ કરશે. નવેમ્બરમાં કંપની એન્ડ્રોઈડ 12 OS રિલીઝ કરી શકી છે. તેની હરોળમાં કંપની તેની નવી OS કમ્પેબેલિટી પોલિસી પણ બદલશે. 1 નવેમ્બરથી જૂની OS સાથેના એન્ડ્રોઈડ અને iOS પર વ્હોટ્સએપ નહિ ચાલે.

તમારી પાસે ભલે ગમે તે દેશનો ગમે તે કંપનીનો ફોન હશે પરંતુ જો તેમાં જૂની ઓપરેટિંગ સિસ્ટમ હશે તો તમે વ્હોટ્સએપ વાપરવા લાયક નહિ રહો. એન્ડ્રોઈડ 4.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન, iOS 10 અને તેની ઉપરનાં તમામ વર્ઝન તેમજ KaiOS 2.5.0 સાથે લેટેસ્ટ જિયોફોનમાં જ વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકાશે.

એન્ડ્રોઈડ 4.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર જ વ્હોટ્સએપ સપોર્ટ કરશે
એન્ડ્રોઈડ 4.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર જ વ્હોટ્સએપ સપોર્ટ કરશે

વ્હોટ્સએપની મજા માણવા માટે યુઝરે તેના ડિવાઈઝમાં OS અપડેટ કરવી પડશે. જો તમારું ડિવાઈસ OS અપડેટ સપોર્ટ ન કરતું હોય તો વ્હોટ્સએપ માટે તમારે બીજા ડિવાઈસની વ્યવસ્થા કરી લેવી પડશે.

આ સ્માર્ટફોન પર વ્હોટ્સએપ ભૂતકાળ બની જશે

 • એપલ આઈફોન
 • આઈફોન SE (ફર્સ્ટ જનરેશન)
 • આઈફોન 6s
 • આઈફોન 6s પ્લસ

LG

 • LG લુસિડ 2
 • ઓપ્ટિમસ F7
 • ઓપ્ટિમસ F5
 • ઓપ્ટિમસ L3 II ડ્યુઅલ
 • ઓપ્ટિમસ F5
 • ઓપ્ટિમસ L5
 • ઓપ્ટિમસ L5 II
 • ઓપ્ટિમસ L7
 • ઓપ્ટિમસ L7 II ડ્યુઅલ
 • ઓપ્ટિમસ L7 II
 • ઓપ્ટિમસ F6
 • ઓપ્ટિમસ L4 II ડ્યુઅલ
 • ઓપ્ટિમસ L2 II
 • ઓપ્ટિમસ નિટ્રો HD
 • ઓપ્ટિમસ નિટ્રો 4X HD
 • ઓપ્ટિમસ F3Q

સેમસંગ

 • સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ લાઈટ
 • સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ II
 • ગેલેક્સી S2
 • ગેલેક્સી S3 મિની
 • ગેલેક્સી X કવર 2
 • ગેલેક્સી કોર
 • ગેલેક્સી S2

સોની

 • સોની એક્સપિરિયા મિરો
 • સોની એક્સપિરિયા નિયો L
 • એક્સપિરિયા આર્ક S

હુવાવે

 • હુવાવે એસ્કેન્ડ મેટ
 • એસ્કેન્ડ G740
 • એસ્કેન્ડ D ક્વૉડ XL
 • એસ્કેન્ડ D1 ક્વૉડ XL
 • એસ્કેન્ડ P1 S
 • એસ્કેન્ડ D2

આ સિવાય HTC ડિઝાયર 500, લેનોવો A820 અને THL W8 સ્માર્ટફોન પર 1 નવેમ્બરથી વ્હોટ્સએપ સપોર્ટ નહિ કરે.

આ રીતે OS વર્ઝન ચકાસો

 • આઈફોન યુઝર Settings>General>Aboutમાં જઈને iOS વર્ઝન ચેક કરી શકે છે.
 • જો તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય તો તેમાં Settingsમાં About Phone સેક્શનમાં OS વર્ઝન ચેક કરી શકો છો.