ટેક ન્યૂઝ:નાના ઉદ્યોગોને ડિજિટલ બનાવવામાં મદદ કરશે WhatsApp, જોશ ટોક્સના સહયોગથી શરૂ કરી નવી પહેલ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

WhatsApp India એ મંગળવારના રોજ એક પહેલની જાહેરાત કરી છે, આ પહેલનો ઉદ્દેશ્ય નાના વ્યવસાયધારકોને તેમનો વ્યવસાય ચલાવવા માટે WhatsApp Business App જેવા ડિજિટલ માધ્યમોને અપનાવવામાં મદદ કરીને ટેકો આપવાનો છે. વ્હોટ્સએપે જયપુરના જોહરી બજાર અને બાપુ બજારમાં પ્રાયોગિક ધોરણે SMBSathi કાર્યક્રમ શરૂ કર્યો છે, જ્યાં 500થી વધુ નાના વ્યવસાયધારકોને તેમના વ્યવસાયને ઓનલાઈન ચલાવવાના વિવિધ પાસાઓ પર તાલીમ આપવામાં આવી રહી છે, એમ મેટા-માલિકીના પ્લેટફોર્મે જણાવ્યું હતું. આ પહેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોશ ટોક્સના સહયોગથી શરુ કરવામાં આવી છે.

WhatsApp Indiaના વડા અભિજિત બોઝે જણાવ્યું હતું કે, નાના ઉદ્યોગો અર્થતંત્ર અને ટેક્નોલોજીની કરોડરજ્જુ છે, જે તેમના વ્યવસાયને વધુ વેગ આપવાની ક્ષમતા ધરાવે છે. કોરોના દરમિયાન અમે ઘણાં નાના વેપારીઓને તેમના ગ્રાહકો સાથે જોડાયેલા રહેવા માટે WhatsApp Business App જેવા સરળ પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં જોયા. SMBSathi કાર્યક્રમના ભાગરૂપે, પ્રશિક્ષિત સ્વયંસેવકો જોહરી બજાર અને બાપુ બજારમાં વ્યવસાયધારકોને ડિજિટલ તાલીમ આપી રહ્યા છે. આ તાલીમોમાં વ્યવસાય માલિકોને આવનારી લીડ્સ અને ક્વેરીઝને વધુ સારી રીતે મેનેજ કરવામાં મદદ કરવા, ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરીને મુખ્ય પ્રેક્ષકોને ઉત્પાદન/સેવાઓનું પ્રદર્શન અને માર્કેટ બનાવવા માટે WhatsApp Business એપ્લિકેશન પર ડિજિટલ હાજરી બનાવવા વિશે શિક્ષિત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

પરંપરાગત કળા અને હસ્તકલા, જ્વેલરી, ફેશન અને વસ્ત્રો, ખાદ્ય અને પીણાના આઉટલેટ્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાંના વ્યવસાયોને WhatsApp Business એપની વિવિધ સુવિધાઓનો ઉપયોગ કરવા અંગે તાલીમ આપવામાં આવી રહી છે અને તે તેમના ઉત્પાદનનું માર્કેટિંગ કેવી રીતે કરી શકે? તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ભારતમાં લગભગ 63 મિલિયન સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો છે, જે દેશના GDPમાં 30% હિસ્સો ધરાવે છે અને હાલમાં 110 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે. જો આ પ્રકારના કાર્યક્રમ આયોજિત થતાં રહેશે તો નાના વેપારીઓ માટે આવકના નવા રસ્તાઓ ખુલશે અને નવી તકો પણ મળશે,