• Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Will Have One To One Superior 10 Features, Group Admin Will Be Able To Delete Messages From Other Members And Will Also Have The Option To Respond To Messages.

ન્યૂ ફીચર્સ:વ્હોટ્સએપ પર મળશે એકથી એક ચઢિયાતા 10 ફીચર્સ, ગ્રુપ એડમિન અન્ય મેમ્બર્સના મેસેજ ડિલીટ કરી શકાશે અને મેસેજ પર રિએક્શન આપવાનો ઓપ્શન પણ મળશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપ એન્ડ્રોઇડ, એપલ iOS, વિંડોઝ અને વેબ યુઝર્સ માટે ઘણા નવાં ફીચર્સ પર કામ કરી રહ્યું છે. વ્હોટ્સએપ પર આવનારા ફીચર્સ અને ફેરફારોને ટ્રેક કરતી વેબસાઇટ WABetaInfoએ આ ફીચર્સ વિશે જાણ કરી છે. આમાંના મોટાભાગના ફીચર્સ વ્હોટ્સએપ બીટા યુઝર્સ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે, કેટલાક ફીચર્સમાં બીટા અપડેટ જોવા મળી રહી છે. અહીં અમે તમને વ્હોટ્સએપનાં 10 ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમને ટૂંક સમયમાં તમારા ફોનમાં મળી શકે છે.

1. ગ્રુપ એડમિન અન્ય યુઝર્સ દ્વારા મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરી શકશે
વ્હોટ્સએપ ગ્રુપ એડમિન માટે નવાં ચેટ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર આવ્યા બાદ વ્હોટ્સએપ ગ્રુપ એડમિન કોઈપણ ગ્રુપ મેમ્બરના મેસેજ પૂછ્યા વગર ડિલીટ કરી શકશે. ત્યારબાદ યુઝરને એક નોટ દેખાશે, જેમાં લખ્યું હશે કે "આ મેસેજ એડમિને ડિલીટ કરી દીધો છે."

2. વ્હોટ્સએપ વેબ/ડેસ્કટોપ માટે 2-સ્ટેપ વેરિફિકેશન
ડેસ્કટોપ અને વેબ યુઝર્સ માટે નવું સેફ્ટી ફીચર લાવવાનો પ્લાન છે. વ્હોટ્સએપ વેબ/ડેસ્કટોપ પર ટુ-સ્ટેપ વેરિફિકેશન લાવી શકે છે. અજાણ્યા લોકો માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન એ એક ઓપ્શનલ ફીચર છે, જે તમારા વ્હોટ્સએપ અકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવે છે. 2-સ્ટેપ વેરિફિકેશન પિન એ 6-ડિજિટના વેરિફિકેશન કોડથી અલગ છે, જે તમે SMS અથવા ફોન કોલ દ્વારા મેળવો છો. જ્યારે તમે તમારા વ્હોટ્સએપ અકાઉન્ટમાં લોગ ઇન કરશો અને અનઓથોરાઇઝ્ડ એક્સેસને રોકવામાં મદદ કરે છે. આ ફીચર હાલમાં વ્હોટ્સએપ મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે.

3. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર જેવું મેસેજ રિએક્શન ફીચર
વ્હોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર પર ઉપલબ્ધ મેસેજ રિએક્શન લાવી રહ્યું છે. આ ફીચર યુઝર્સને મેસેજ પર રિએક્ટ કરવાનું ફીચર આપે છે. યુઝર્સે માત્ર જે મેસેજ પર તેઓ રિએક્શન આપવા માગે છે તેના પર ટેપ કરીને આંગળી ત્યાં મૂકવાની રહેશે. રિએક્શન ટેક્સ્ટ નીચે દેખાશે અને ગ્રુપના તમામ મેમ્બર્સને પણ દેખાશે.

4. નવાં એનિમેટેડ ઇમોજી
એન્ડ્રોઇડ અને એપલ iOS યુઝર્સ માટે વ્હોટ્સએપ નવાં એનિમેટિંગ હાર્ટ ઇમોજી પર કામ કરી રહ્યું છે. અત્યારે જ્યારે યુઝર્સ રેડ હાર્ટ ઈમોજી મોકલે છે ત્યારે તેમને એનિમેટેડ હાર્ટ ધબકારા દેખાય છે. અત્યારે આ રેડ હાર્ટ ઇમોજી પૂરતું મર્યાદિત છે. પરંતુ WABetaInfo દ્વારા એક નવો રિપોર્ટ સૂચવે છે કે હવે વધુ ઇમોજીમાં એનિમેટેડ ઇફેક્ટ ઉમેરવા પર કામ કરવામાં આવી રહ્યું છે.

5. કમ્યુનિટી ગ્રુપ ચેટ ફીચર
કમ્યુનિટી ફીચર ગ્રુપ એડમિનને વધુ કન્ટ્રોલ કરશે. આ ફીચરથી ગ્રુપની અંદર ગ્રુપ બનાવવાનો ઓપ્શન મળે છે. આ ઘણી હદ સુધી એક અમ્બ્રેલા ડિસ્કોર્ડ કમ્યુનિટી જેવું હશે.

6. કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સેક્શનમાં સર્ચ શોર્ટકટ મળશે
વ્હોટ્સએપ કંપની રિ-ડિઝાઇન કરેલા કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સેક્શનમાં એક નવો સર્ચ શોર્ટકટ લાવવાનો પ્લાન કરી રહી છે. વીડિયો કોલ આઇકન પાસે નવો સર્ચ શોર્ટકટ એડ કરવામાં આવશે. તમે ગ્રુપ ઈન્ફો સેક્શનમાં પણ નવો શોર્ટકટ જોઈ શકશો. અત્યારે આ સર્ચ બટન એપની હોમસ્ક્રીન પર જોવા મળે છે. તમે આ ફીચરનો ઉપયોગ કરીને કોઈપણ મેસેજ સર્ચ કરી શકો છો.

7. વ્હોટ્સએપ સ્ટેટસ જોતાં લોકોને અટકાવી શકાશે
નવો વ્હોટ્સએપ શોર્ટકટ તમને સ્ટેટસ પ્રાઇવસી સેટિંગ મેનેજ કરવા દે છે. નવો શોર્ટકટ નવા કેપ્શન બાર સાથે કામ કરશે. જેના પર કામ ચાલુ છે. શોર્ટકટ એ યુઝર્સનાં લિસ્ટને એડિટ કરવાની મંજૂરી આપે છે જેઓ તેમના શેર કરેલા સ્ટેટસ અપડેટને જોઈ શકશે. WABetaInfo સૂચવે છે કે જ્યારે તમે 'સ્ટેટસ' પર ટેપ કરશો ત્યારે તમે સ્ક્રીનની નીચે આવતા શોર્ટકટને જોઈ શકશો. શોર્ટકટ સાથે તમે ઝડપથી વ્હોટ્સએપ કોન્ટેક્ટને પસંદ કરી શકશો.

8. શેર કરેલા ફોટો અને વીડિયો રિવ્યૂ કરવાં
વ્હોટ્સએપ ચેટમાં શેર કરાયેલા ડોક્યૂમેન્ટ માટે રિવ્યૂ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. અત્યારે તમે કોઈ ડોક્યૂમેન્ટ તરીકે મોકલેલો ફોટો કે વીડિયો તેને ખોલ્યા વિના જોઈ શકતા નથી. જ્યારે તમે વ્હોટ્સએુ પર એક ડોક્યૂમેન્ટ તરીકે PDF ફાઇલ શેર કરો છો ત્યારે જે દેખાય છે તેના જેવો જ રિવ્યૂ હશે.

9. એકસાથે ચેટ અને સ્ટેટસમાં એક જ ફોટો/વીડિયો શેર કરવી
વ્હોટ્સએપ એક નવાં ફીચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને તેમના વ્હોટ્સએપ સ્ટેટસ તેમજ એક વિન્ડોમાં અલગ-અલગ ચેટ અથવા ગ્રૂપ સાથે શેર કરી શકે છે. જો તમે તમારા સ્ટેટસ પર અને એકસાથે એકથી વધુ ચેટમાં સિંગલ મીડિયા ફાઇલ શેર કરવા માગતા હો તો તમારે આ અલગથી કરવું પડશે. આ ફીચર સાથે યુઝર્સ એક્સ્ટ્રા ફંક્શન સાથે રિડિઝાઇન કરેલું કેપ્શન જોઈ શકશે. ચેટ, ગ્રૂપ અથવા સ્ટેટસ સેક્શનમાં કેમેરા આઇકન પર ટેપ કરવા પર યુઝર્સ એ ઓપ્શન સિલેક્ટ કરી શકશે જે તે શેર કરવા માગે છે.

10. વોઇસ કોલ માટે નવું ઇન્ટરફેસ
વ્હોટ્સએપ એપ વિન્ડોની ડિઝાઇન બદલી રહ્યું છે, જે ગ્રુપ વોઇસ કોલ દરમિયાન દેખાય છે. પ્લેટફોર્મ ગ્રુપ કોલ દરમિયાન તમામ લોકો માટે વોઇસ વેવફોર્મ ઉમેરી રહ્યું છે.