કામની વાત:વ્હોટ્સએપમાં 13 નવા ફીચર્સ થશે રોલઆઉટ, ગ્રુપ એડમીનને મળશે ગ્રુપ મેમ્બરના મેસેજ ડીલીટ કરવાનો અધિકાર

2 મહિનો પહેલા

વ્હોટ્સએપ એક કે બીજી રીતે આપણા બધાના જીવનનો હિસ્સો બની ગયું છે. કોરોના મહામારી બાદ શાળા, કોલેજ કે ઓફિસનો સલામત વાતચીત માટે વ્હોટ્સએપ પરનો વિશ્વાસ વધ્યો છે. આવી સ્થિતિમાં તેના યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વ્હોટ્સએપના ફીચર્સ સતત બદલવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ વ્હોટ્સએપે કયા બદલાવ કર્યા છે અને તે કયા નવા બદલાવ લઈને આવી રહ્યું છે? આ સાથે જ સમજો કે, યૂઝર્સ આ તમામ સુવિધાઓનો ઉપયોગ કેવી રીતે કરી શકશે?

તમે 2GB સુધી ફાઇલોને મોકલી શકો છો

 • વ્હોટ્સએપ હાલમાં એક સમયે 100 MB સુધીની ફાઇલો શેર કરવાની જ મંજૂરી આપે છે.
 • વ્હોટ્સએપ હવે 2 GB (ગીગાબાઇટ) સુધીની ફાઇલોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપશે.
 • આ નવા ફીચરથી લોકો કોઈ પ્રોજેક્ટ કે વીડિયો સરળતાથી મોકલી શકશે.

એક ટચમાં 32 લોકોને વોઇસ કોલ

 • વ્હોટ્સએપના ફીચરમાં 32 લોકો એક સાથે વન-ટેપ વોઇસ કોલિંગ કરી શકશે
 • કંપની ગ્રુપ વોઈસ કોલ દરમિયાન દેખાતી સ્ક્રીનમાં કેટલાક ફેરફાર કરી રહી છે.
 • આ પ્લેટફોર્મ ગ્રુપકોલ દરમિયાન તમામ જૂથના સભ્યો માટે વોઇસ વેવફોર્મ જોડી રહ્યું છે. વોઇસ વેવફોર્મ વોઈસનોટમાં દેખાતી તરંગો (ઉપર-નીચે જતી લાઈનો) હોય છે. આ ડિઝાઇનમાં ફેરફાર ઓછો છે, પરંતુ નવું પ્લેટફોર્મ દેખાવમાં સંપૂર્ણપણે અલગ હશે.

વ્હોટ્સએપ યુઝર્સ હવે વોઈસ મેસેજીસ પોઝ અને પ્લે કરી શકે છે

 • અગાઉ જ્યારે કોઇ અવરોધ કે અલગ અવાજ આવે ત્યારે રેકોર્ડિંગ અટકાવીને ફરીથી પાછું શરૂ કરવું પડતું હતું.
 • તમે લાંબા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે હેન્ડફ્રી મોડનો ઉપયોગ કરી શકો છો.
 • જ્યારે કોઈ હરકત આવે ત્યારે તમે પોઝને સ્પર્શ કરીને રેકોર્ડિંગ બંધ કરી શકો છો.
 • કોઈ અવરોધ આવવવા પર પોઝ પર ટચ કરીને રેકોર્ડ કરી શકો છો.
 • ફરી પ્લે કરીને આગળની રેકોર્ડિંગ કરી શકો છો.આ ફીચર લાંબા વોઈસ રેકોર્ડ કરવા માટે મદદગાર સાબિત થશે.

વોઈસ મેસેજ જ્યાં પોઝ કર્યો ત્યાંથી જ શરુ થશે

 • પહેલા પોઝ કરીને પછી જો તમે ચેટની બહાર આવી ગયા હો તો તમારે ફરી શરૂથી વોઇસ મેસેજ સાંભળવો પડતો હતો પરંતુ, હવે આ ઝંઝટ નહીં રહે.
 • વોઇસ મેસેજ પોઝ આપીને તમે ચેટમાંથી બહાર નીકળી શકો છો.
 • જ્યારે તમે ચેટ પર પાછા જાઓ છો ત્યારે અવાજ તમને ત્યાંથી જ સાંભળવા મળશે કે જયાંથી તમે છોડ્યો હતો. આ ફિચર લાંબા સમય સુધી વોઇસ મેસેજ સાંભળવામાં મદદ કરશે.

વ્હોટ્સએપ વોઈસ મેસેજ પહેલાં જાતે જ સાંભળી શકાય છે

 • અત્યાર સુધી વ્હોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલવાનો એક જ વિકલ્પ હતો. માઇક પર ટેપ કરીને રેકોર્ડ કરીને મેસેજ મોકલવાનો હતો, પરંતુ હવે નવા ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે.
 • યુઝર્સ વોઈસનોટ મોકલવા માટે માઈકને ટચ કરીને ઉપરની તરફ લઇ જશે.
 • વોઇસ રેકોર્ડ કરતા સમયે પોઝ કરવાનો વિકલ્પ પણ છે ત્યારબાદ ફરી તમે પોઝ કરી શકો છો અને આગળ રેકોર્ડ કરી શકો છો.
 • રેકોર્ડ થયા બાદ તમે પણ તેને સાંભળી શકો છો અને પછી તમે ઓડિયો મોકલી શકો છો.

ઓડિયો મેસેજને ફાસ્ટ પ્લેબૅકમાં સાંભળી શકાય છે

 • વ્હોટ્સએપ યુઝર્સને 1.5x અથવા 2xની સ્પીડ પર પણ વોઇસ નોટ સાંભળવાની સુવિધા આપે છે.
 • તેના માટે વોઇસનોટની જમણી બાજુ 1x બટન છે, તેના પર ક્લિક કરવાથી 1.5x અથવા 2xની સ્પીડથી મેસેજ ઝડપથી સાંભળી શકાય છે.

કોમ્યુનિટી સાથે જોડાયેલ ગ્રુપ

 • વ્હોટ્સએપ પર ગ્રુપ બનતા હતા, પરંતુ કોમ્યુનિટી ફીચર લોકોને એક પ્લેટફોર્મ હેઠળ અલગ-અલગ ગ્રુપ ભેગા કરવાનું કામ કરશે.
 • કોમ્યુનીટી લોકોને જોડવા માટે 200 કે 400 ની કોઈ મર્યાદા રહેશે નહીં, જો તે થાય તો પણ તે 1000 સુધી હશે.
 • આ ફીચર 6 નવેમ્બરના રોજ લોન્ચ થવાનું હતું, પરંતુ 6 મહિના મોડું થવાનું એક જ કારણ છે. જેમકે, સ્પામ જે કોમ્યુનિટીમાં વધુ લોકો હશે ત્યાં વધુ થશે. તેને કંટ્રોલ કરવા માટે ઘણા નવા ફિચર્સ રજૂ કરવામાં આવી રહ્યા છે.
 • આગામી બીટામાં આવવાની શક્યતા છે. ત્યારબાદ નોર્મલ રોલ આઉટ પણ થશે.

વેવફોર્મ ડિઝાઇન વોઇસ મેસેજ શું છે? તે સમજો

 • વ્હોટ્સએપ યુઝર્સ હવે વોઇસ મેસેજના વોઇસનું વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન જોઇ શકશે.
 • કંપનીનું કહેવું છે કે, આ ડિઝાઇનથી યૂઝર્સને રેકોર્ડિંગને ફોલો કરવામાં મદદ મળશે.
 • વ્હોટ્સએપે વોઇસ કોલ માટે પણ આવી જ વેવફોર્મ ડિઝાઇન રજૂ કરી છે.

ટેલિગ્રામની જેમ પોલનો વિકલ્પ આવશે

 • ટેલિગ્રામમાં પોલનો વિકલ્પ પહેલેથી જ છે, પરંતુ વ્હોટ્સએપમાં નહીં.
 • વ્હોટ્સએપ નો કન્ઝ્યુમર બેઝ ઘણો સારો છે, તેથી પોલનું આવવું ખૂબ જ રસપ્રદ રહેશે.
 • જો બીટામાં ટેસ્ટિંગ ચાલુ છે તો પછી આગળનું અપડેટ અથવા તેનું આગામી અપડેટ કદાચ આવશે.
 • બાકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ લોગઆઉટની સુવિધા હશે.
 • આ પહેલા એક જ ફોનમાં એક સમયે વ્હોટ્સએપ ચાલી શકતું હતું. બીજામાં OTP ની જરૂર હતી.
 • હવે તમે અન્ય ફોનમાં પણ ચલાવી શકો છો, બસ તેના માટે બીજા ડિવાઇસમાંથી લોગઆઉટ કરવું પડશે.

મેસેજ નોટિફિકેશનમાં દેખાશે પ્રોફાઈલ ફોટો, જાણો કેવી રીતે?

 • જ્યારે એવો મેસેજ આવે કે જેને તમે ખોલવા નથી માંગતા અને તમે વ્હોટ્સએપ ઓપન કર્યા વગર જ ઇગ્નોર કરો છો.
 • હવે વ્હોટ્સએપ ખોલ્યા વગર જ મેસેજ મોકલનારનો પ્રોફાઇલ ફોટો જોઇ શકો છો કે કોણે મેસેજ કર્યો છે?

Archiveનું નામ બદલાઈ જશે.

 • મેસેજને ઇગ્નોર કરવા માટે લોકો તે ચેટને Archive માં મૂકી દે છે.
 • હવે વ્હોટ્સએપ Archive નું નામ બદલીને Read Later કરી રહ્યું છે.
 • Read Later ના કારણે તમને એક પછી એક સંદેશ વાંચવાનું યાદ આવશે.

મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટ મર્યાદિત થશે

 • સ્પામથી બચવા માટે મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા માત્ર પાંચ લોકો સુધીની જ હતી.
 • લોકો ત્યારે પણ 5-5 કરીને 50 જેટલા લોકોને શેર કરી દેતા હતા.
 • હવે આ મર્યાદા ઘટાડીને એક કરવામાં આવી રહી છે એટલે કે, એક વ્યક્તિ માત્ર એક જ ફોરવર્ડ કરી શકશે.

વાંચો વ્હોટ્સએપ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો

 • વર્ષ 2014માં ફેસબુકે વ્હોટ્સએપ ખરીદ્યું હતું.
 • વર્ષ 2022માં વ્હોટ્સએપ લગભગ 13 નવા ફીચર્સ લઈને આવી રહ્યું છે. તેનો હેતુ તેના યુઝર્સના અનુભવને વધારવાનો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી રસપ્રદ સુવિધા લાવવાનો છે.
 • આમાંની કેટલીક સુવિધાઓ એન્ડ્રોઇડ અને IOS પ્લેટફોર્મ પર પરીક્ષકો માટે પહેલેથી જ ઉપલબ્ધ હતી. જોકે, કંપનીએ હજુ સુધી લોન્ચની તારીખ જાહેર કરી નથી, એકવાર તેને રોલઆઉટ કરવામાં આવ્યા બાદ કંપની થોડા અઠવાડિયા પહેલા રજૂ કરવામાં આવેલા વોઇસ મેસેજિંગ ટૂલમાં તમામ સુવિધાઓનો સમાવેશ કરશે.
 • એક બીજી વાત જો તમારે પહેલા નવા ફીચર્સની જરૂર હોય તો તમે વ્હોટ્સએપ બીટામાં ટ્રાન્સફર થઈ શકો છો. કોઈપણ ફીચર બીટામાં પહેલાં આવે છે.