ન્યૂ એપ:વ્હોટ્સએપ મેક OS અને વિન્ડોઝ યુઝર્સ માટે નવી એપ ડેવલપ કરશે, યુઝર્સને સ્કાઈપ જેવો એક્સપિરિઅન્સ મળશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીટા યુઝર્સ પર ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ ગ્લોબલી લોન્ચ થશે

નવી પ્રાઈવસી પોલિસી અને ચેટ લીકના વિવાદો બાદ વ્હોટ્સએપ નવાં નવાં ફીચર અને અપડેટ રિલીઝ કરી યુઝર્સને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. એન્ડ્રોઈડ અને iOS માટે વ્હોટ્સએપ એક મોટો ફેરફાર અમલમાં મૂકવા જઈ રહી છે. કંપની મેક OS અને વિન્ડોઝ યુઝર્સ માટે નવી એપ ડેવલપ કરી રહી છે. વ્હોટ્સએપનાં ફીચર્સ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ ઈટાલિયન બ્લોગર એગિયોર્નામેન્ટી લુમિયાનો હવાલો આપી જણાવ્યું કે વ્હોટ્સએપ વિન્ડોઝ યુઝર્સ માટે નવી એપ ડેવલપ કરી રહી છે.

ઈન્ટરફેસ સ્કાઈપ જેવું હશે
આ એપ યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ બેઝ્ડ હશે. તે મેક અને વિન્ડોઝ બંને ઓપરેટિંગ સિસ્ટમ પર સપોર્ટ કરશે. આ એપમાં ટચ સ્ક્રીન ડિસ્પ્લે ડિવાઈસમાં ડ્રોઈંગ ફીચર પણ મળશે. એપમાં અકાઉન્ટ, ચેટ, નોટિફિકેશન, સ્ટોરેજ અને હેલ્પ સેક્શન લુક વાઈઝ સ્કાઈપ જેવું લાગશે. એપનાં સેટિંગમાં 6 કેટેગરી જોવા મળશે. મેક OS માટે વ્હોટ્સએપનું નવું વર્ઝન આઈપેડ OS જેવું હશે.

લાસ્ટ સીન ફીચર
વ્હોટ્સએપનાં નવાં ફીચરમાં લાસ્ટ સીનમાં યુઝરને ચોથો ઓપ્શન મળશે. હવે યુઝર સિલેક્ટેડ લોકોથી પોતાનું લાસ્ટ સીન છુપાવી શકશે. વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ wabetainfoના રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપના બીટા વર્ઝનમાં આ નવું ફીચર એક્ટિવ થયું છે. રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપ ઘણા મહિનાઓથી આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી. હવે તે બીટા યુઝર્સ માટે લાઈવ થયું છે.

ટૂંક સમયમાં બીટા ટેસ્ટિંગ પૂરું થયા બાદ કંપની તેને ગ્લોબલી લોન્ચ કરશે. અત્યાર સુધી વ્હોટ્સએપ યુઝરને લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો અને અબાઉટમાં 'Nobody', 'Everyone'અને 'My Contacts' ઓપ્શન મળતો હતો. હવે નવાં ઓપ્શનમાં 'My Contacts Except'ની પણ સુવિધા મળશે. અર્થાત યુઝર સિલેક્ટેડ લોકોને લાસ્ટ સીનમાંથી હાઈડ કરી શકે છે.

કમ્યુનિટી ફીચર ઓન ધ વે
વ્હોટ્સએપ ગ્રુપમાં એડમિનને એક્સ્ટ્રા પાવર આપવા જઈ રહી છે. આ ફંક્શનનું નામ Community છે. Community ફીચરથી ગ્રુપ એડમિન્સ ગ્રુપની અંદર પણ ગ્રુપ બનાવી શકે છે. આ નવું ફીચર 2.21.21.6 બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. વ્હોટ્સએપનાં ફીચર ટ્રેક કરતી વેબસાઈટ wabetainfoએ અપકમિંગ ફીચરનો સ્ક્રીન શૉટ શેર કર્યો છે.

Community સાથે કંપની 'Delete for Everyone' ફીચરમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. હાલ વ્હોટ્સએપમાં 4,096 સેકન્ડ્સ પહેલાનાં મેસેજ ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે. જોકે આ ટાઈમ લિમિટ પહેલાં 7 મિનિટની હતી. આ ફીચર ગ્રુપ અને પર્સનલ ચેટમાં કામ કરે છે. જોકે બ્રોડકાસ્ટ ગ્રુપમાં આ ફીચર સપોર્ટ કરતું નથી. રિપોર્ટ પ્રમાણે કંપની 'Delete for Everyone'ની ટાઈમ લિમિટ વધારવા જઈ રહી છે. હવે કલાકો જૂના મેસેજ પણ યુઝર્સ ડિલીટ કરી શકશે.