• Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Will Bring Code Verify Feature, Chat On Web Will Be Safer Now, Browser Extension Will Inform Users About Web Authentication

ન્યૂ ફીચર:વ્હોટ્સેપ કોડ વેરિફાય ફીચર લાવશે, વેબ પર હવે ચેટ વધુ સેફ રહેશે, બ્રાઉઝર એક્સટેન્શનથી યુઝર્સને વેબ ઓથેન્ટિકેશનની જાણ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપ વેબને વધુ સુરક્ષિત બનાવવા માટે મેટાએ કોડ વેરિફાય નામનું બ્રાઉઝર એક્સ્ટેન્શન રજૂ કર્યું છે, જે યુઝર્સને જણાવશે કે તેઓ જે વ્હોટ્સએપ વેબનો ઉપયોગ કરી રહ્યાં છે તે ઓથેન્ટિક છે કે નહીં. વેબ એક્સ્ટેન્શન ઓટોમેટિકલી યુઝર્સને આપવામાં આવતી વ્હોટ્સએપ વેબ કોડની ઓથોરિટી વેરિફાય કરે છે કે તેમની ટેક્સ્ટ સેફ છે અને તેની સાથે ચેડા કરવામાં આવ્યા નથી. વ્હોટ્સએપે આ માટે ક્લાઉડફેર સાથે પાર્ટનરશિપ કરી છે. તે એક ઓપન-સોર્સ પ્રોજેક્ટ છે જે અન્ય કંપનીઓને તેમની પોતાની એપ્સ પર એકસાથે લાવવા દે છે.

વ્હોટ્સએપ એક્સટેન્શન ક્રોમ, ફાયરફોક્સ જેવા બ્રાઉઝર પર ડાઉનલોડ કરી શકશે
કોડ વેરિફાઈ કરતું વ્હોટ્સએપ એક્સટેન્શન ક્રોમ, ફાયરફોક્સ અને માઇક્રોસોફ્ટ એજ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હશે. જ્યારે યુઝર્સ વ્હોટ્સએપ વેબ ખોલે છે ત્યારે તે કોડની ઓથોરિટી વેરિફાય કરવા માટે આ સંપૂર્ણ વેબ પેજ પર રિસોર્સ કી ચેક કરે છે. એકવાર કોડને ઓથેન્ટિક રીતે વેરિફાય કર્યા બાદ એક્સટેન્શન યુઝર્સને આ વિશે જણાવે છે. જો યુઝર્સે તેના વેબ બ્રાઉઝર પર એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કર્યું હોય તો જ્યારે તેઓ વ્હોટ્સએપ વેબનો ઉપયોગ કરે ત્યારે તે આપમેળે કામ કરવાનું શરૂ કરશે. તે એક સર્કલમાં લીલા કલરનો ચેક માર્ક દર્શાવે છે. જેનો અર્થ છે કે તમે જે વ્હોટ્સએપ વેબનો ઉપયોગ કરી રહ્યાં છો તેનો કોડ સંપૂર્ણ રીતે માન્ય છે.

એક્સટેન્શન વેરિફાય નહીં થાય તો 3 પ્રકારના પોપ મોકલશે
જ્યારે એક્સટેન્શન વેરિફાય નથી કરી શકતું કે તમે વ્હોટ્સએપ વેબનો ઉપયોગ કરી રહ્યાં છો ત્યારે તે ત્રણ મેસેજ બતાવે છે. આમાં નેટવર્ક ટાઈમ્સ આઉટ, પોસિબલ રિસ્ક ડિટેક્ટ અને વેલિડેશનનો સમાવેશ થાય છે. યુઝર તેના ટૂલબાર પર કોડ વેરિફાય એક્સટેન્શન આઇકોન પર ક્લિક કરે ત્યારે જો તે ગ્રીન, ઓરેન્જ અથવા રેડ થાય તો તેના વિશે વધુ જાણી શકાય છે.

વ્હોટ્સએપ દ્વારા વેરિફાય કોડના વર્ઝન અને ક્લાઉડ ફેર પર પબ્લિશ થાય છે
વ્હોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે અમે ક્લાઉડફેરને વ્હોટ્સએપ વેબના જાવાસ્ક્રિપ્ટ કોડ માટે એક ક્રિપ્ટોગ્રાફિક હેશ સોર્સ આપ્યો છે. જ્યારે કોઈ કોડ વેરિફાયનો ઉપયોગ કરે તો એક્સટેન્શન ઓટોમેટિકલી તે કોડને વેરિફાય કરે છે, જે વ્હોટ્સએપ વેબ પર ચાલે છે અને વ્હોટ્સએપ દ્વારા વેરિફાય કોડનાં વર્ઝન અને ક્લાઉડ ફ્લેર પર પબ્લિશ થાય છે.

વ્હોટ્સએપનું નવું એક્સ્ટેન્શન લાવવા પાછળનું કારણ યુઝર્સને વ્હોટ્સએપ વેબના કોઈપણ દૂષિત વર્ઝનનો ઉપયોગ કરતા અટકાવવાનું છે. વ્હોટ્સએપ ખાસ ધ્યાન રાખે છે કે નવું એક્સ્ટેન્શન કોઈપણ ડેટા, મેટાડેટા અથવા યુઝર્સની માહિતીને લોક ન કરે. જ્યારે મોબાઇલ એપ્સમાં યુઝર્સઓ માટે એપલ એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવા માટે ઓથેન્ટિક સોર્સ હોય છે. મોટાભાગના વેબ ક્લાયંટ પાસે આ પ્રકારનું ઓથેન્ટિકેશન હોતું નથી.

અન્ય સમાચારો પણ છે...