વ્હોટ્સએપનું નવું ફીચર લોન્ચ:હવે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે, યુઝર્સ જાતે બનાવી શકશે સ્ટિકર્સ, ફોનની સેફ્ટી વધશે

4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટિકરની ખાસ વાત એ છે કે તે ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે આપોઆપ સેવ થઈ જશે
 • આ ટૂલનો ઉપયોગ વેબ વ્હોટ્સએપ પર કરી શકાશે

હવે વ્હોટ્સએપ પર તમે પોતે રેડી કરેલું સ્ટિકર કોઈને પણ મોકલી શકશો. કંપનીએ સ્ટિકર્સ માટે નવું ટૂલ રિલીઝ કર્યું છે. આ ટૂલનો ઉપયોગ વેબ વ્હોટ્સએપ પર કરી શકાશે. ટૂલમાં ફોટો ક્રોપ કરવાની સાથોસાથ એડિટ કરવા સહિત ઘણા બધા ઓપ્શન મળશે. આવો જાણીએ, આ ટૂલનો ઉપયોગ...

સ્ટિકર ટૂલ યુઝ કરવાની પ્રોસેસ

 • સૌપ્રથમ web.whatsapp.com પર જઈને તમારું વ્હોટ્સએપ લોગઈન કરો.
 • જે કોન્ટેક્ટ કે ગ્રુપમાં સ્ટીકર મોકલવા ઇચ્છતા હો તે ઓપન કરો.
 • હવે સ્માઈલીવાળા આઇકન પર ક્લિક કરીને સ્ટિકરવાળા ટૂલ પર જાઓ.
 • આ ટૂલ પર ક્લિક કરતાની સાથે તમને Createનો ઓપ્શન મળશે.
 • Create પર ક્લિક કર્યા પછી તમે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લો.
 • ફોટો સિલેક્ટ કર્યા પછી તેની ઉપર એડિટનો ઓપ્શન મળશે.
 • આ સ્ટિકર ઉપર નવું સ્ટિકર, સ્માઈલી, ટેક્સ્ટ, પેઇન્ટ કે ક્રોપ કરી શકશો.
 • સ્ટિકર રેડી થઈ જાય એટલે સેન્ડ પર ક્લિક કરો.
 • આ સ્ટિકરની ખાસ વાત એ છે કે તે ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

વ્હોટ્સએપના નવા થર્ડ પાર્ટી ટૂલનો સૌથી મોટો ફાયદો એ છે કે, હવે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે. અત્યાર સુધી યુઝર્સને અન્ય કોઈ એપ વાપરવી પડતી હતી. આનાથી યુઝરના અકાઉન્ટ અને ફોનની સેફ્ટી વધશે.

વોઇસ મેસેજ નોટ ચેન્જ કરી શકશો
વ્હોટ્સએપ અન્ય એક ટૂલ પર પણ કામ કરી રહ્યું છે. તેમાં યુઝર્સ ઓડિયો મેસેજની પ્લેબેક સ્પીડ ચેન્જ કરી શકશે. મે મહિનામાં કંપનીએ વોઇસ મેસેજમાં અમુક અપડેટ કરી હતી. જ્યારે તમે કોઈ વોઇસ નોટ મોકલો છો ત્યારે ઓડિયોની સ્પીડ વધારવી શક્ય નથી કારણકે પ્લેબેક સ્પીડ બટન અવેલેબલ નથી, પરંતુ આ માટે ટૂંક સમયમાં નવું ફીચર આવવાનું છે.

આ ઉપરાંત કંપનીએ ભારતીય યુઝર્સ માટે નવા બે સેફ્ટી ફીચર્સ ફ્લેશ કોલ્સ અને મેસેજ લેવલ રિપોર્ટિંગ પણ રજૂ કર્યા છે. ફ્લેશ કોલની મદદથી તમારો ફોન નંબર ઓટોમેટિકલી વેરીફાય થઈ જશે.