તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Users Will Soon Get The 'View Once' Feature, Which Will Disappear Once The Message Is Read; Multiple Device Support Feature Also Queued

અપકમિંગ ફીચર્સ:વ્હોટ્સએપ યુઝર્સને ટૂંક સમયમાં 'વ્યૂ વન્સ' ફીચર મળશે, એક વખત મેસેજ રીડ કરતાં જ તે ગાયબ થઈ જશે; મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર પણ કતારમાં

7 દિવસ પહેલા
  • ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ અને વ્હોટ્સએપ હેડ વિલ કેથકાર્ટે વ્હોટ્સએપમાં નવાં ફીચર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી
  • નવાં ડિસઅપિયરિંગ ફીચરમાં તમામ કોન્ટેક્ટ્સ માટે એક સાથે આ ફીચર ઓન કરવાની સુવિધા મળશે

વ્હોટ્સેપ પહેલાં ભારત સરકારના નવા IT નિયમ માટે લડી લેવાના મૂડમાં હતી પરંતુ હવે કંપનીએ બેકફૂટ પર આવીને નવા IT નિયમોનું માન રાખ્યું છે. જોકે કંપની તેની નવી પ્રાઈવસી પોલિસી માટે અડગ છે. તે હજુ પણ નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ કરવા યુઝર્સને રિમાઈન્ડર મોકલી રહી છે. તેવામાં ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ અને વ્હોટ્સએપ હેડ વિલ કેથકાર્ટે વ્હોટ્સએપમાં નવાં ફીચર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે તેમાં નવો ડિસઅપિયરિંગ મોડ, વ્યૂ વન્સ અને મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ મળશે.

વ્હોટ્સએપપમાં હાલ જે ડિસઅપિયરિંગ મોડ છે તે છેલ્લા 7 મહિનાથી એક્ટિવ છે. જોકે તેની પોતાની એક સીમા છે. આ ફીચર અલગ અલગ કોન્ટેક્ટ્સ અને ગ્રુપ માટે અલગ અલગ એક્ટિવ રહે છે. તેને મેન્યુઅલી સિલેક્ટ કરવું પડે છે. હાલ તેમાં 7 દિવસનો સમય મળે છે અને તે માત્ર ટેક્સ્ટ પર જ કામ કરે છે. જ્યારે અપડેટેડ ડિસઅપિયરિંગ મોડ એક જ સાથે તમામ યુઝર્સ માટે સિલેક્ટ કરી શકાશે. તે મીડિયા ફાઈલ્સ પર પણ સપોર્ટ કરશે.

ડિસઅપિયરિંગ ફીચરનો ફાયદો
આ ફીચરનો ફાયદો ગ્રુપ ચેટમાં મળે છે. જે ગ્રુપમાં લાંબી લાંબી ચેટ્સ થાય છે તેમાં મેસેજની સંખ્યા વધતી જાય છે. યુઝર સમયસર આ મેસેજિસ ડિલીટ ન કરે તો તેના ફોનમાં વધારે સ્પેસ કન્ઝ્યુમ થવા લાગે છે. તેને લીધે વ્હોટ્સએપ હેન્ગ થવા લાગે છે.

ડિસઅપિયરિંગ ફીચર આ રીતે અપ્લાય કરો

  • જે ઈન્ડિવિજયુલ ચેટ અથવા ગ્રુપ ચેટ પર તમે આ ફીચર અપ્લાય કરવા માગો છો તેને ઓપન કરો.
  • હવે ચેટની પ્રાફાઈલ પર ક્લિક કરો.
  • અહીં નીચે Disappearing Messagesનો ઓપ્શન જોવા મળશે. તેના પર ટેપ કરો.
  • અહીં ટેપ કરતાં જ Continue પ્રોમ્પ્ટ જોવા મળશે. તેના પર ટેપ કરો.
  • હવે તે કોન્ટેક્ટ કે ગ્રુપ માટે આ ફીચર ઓન થઈ જશે. તેનો મેસેજ ચેટ બોક્સમાં જોવા મળશે.

'વ્યૂ વન્સ' ફીચર લોન્ચ થશે
માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે, વ્હોટ્સએપમાં 'વ્યૂ વન્સ' ફીચર લોન્ચ થશે. આ નવાં ફીચરની મદદથી યુઝર જે મેસેજ રીડ કરશે તે એક વખત જોતાં જ આપમેળે ડિસઅપિયર થઈ જશે. આ ફીચર અનેબલ કર્યા બાદ મેસેજ રિસીવર માત્ર જેતે મેસેજ કે ફોટો અથવા વીડિયોને માત્ર એક જ વખત ઓપન કરી શકશે ત્યારબાદ તે ગાયબ થઈ જશે.

મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ
આ ફીચરનાં લીક સતત સામે આવી રહ્યા છે. તેવામાં હવે કંપનીએ આ ફીચરનું લોન્ચિંગ કન્ફર્મ કર્યું છે. આ ફીચરનું ટેસ્ટિંગ બીટા વર્ઝનમાં કરવામાં આવી રહ્યું છે. તેને ટૂંક સમયમાં રોલ આઉટ કરવામાં આવી શકે છે. વ્હોટ્સએપ મલ્ટિ ડિવાઈસ સપોર્ટ ફીચરનાં માધ્યમથી યુઝર્સ એક વ્હોટ્સએપ અકાઉન્ટને એક જ સમયે 4 ડિવાઈસમાં ચલાવી શકે છે. હાલ એક અકાઉન્ટનો ઉપયોગ માત્ર એક જ ડિવાઈસમાં થાય છે.

હવે વ્હોટ્સએપ પર ફરિયાદ કરી શકાશે
વ્હોટ્સએપના બ્લોગ પ્રમાણે, ભારતીય યુઝર્સ વ્હોટ્સએપની શરતો, પેમેન્ટ અને અન્ય સવાલો માટે કંપનીના ગ્રીવન્સ અધિકારીને ફરિયાદ કરી શકે છે. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો...

Settings > Help > Contact Us Settings > Payments > Help Settings > Payments > Payments History > Transaction Details > Help,અથવા payment message > Transaction Details, અથવા 1800-212-8552 નંબર પર કોલ કરો. (7:00AMથી 8:00PM સુધી)

તમે પોસ્ટનાં માધ્યમથી પણ ગ્રીવેન્સ ઓફિસર સુધી પોતાની ફરિયાદ પહોંચાડી શકો છો. તેનું એડ્રેસ આ પ્રમાણે છે:

પરેશ બી લાલ

વ્હોટ્સએપ (ગ્રીવન્સ અધિકારી)

પોસ્ટ બોક્સ નંબર-56 રોડ નંબર-1, બંજારા હિલ્સ

હૈદરાબાદ-500 034 તેલંગાણા, ભારત

અન્ય સમાચારો પણ છે...