ટેક ન્યૂઝ:વ્હોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં જ ડેટ વાઈઝ મેસેજ જોઈ શકશે, 2020માં આ ફીચર અંગે ચર્ચા થઈ હતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેટા-માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મથી સંબંધિત અપડેટ્સના વધુ વિશ્વસનીય સ્ત્રોતોમાંના એક WABetaInfo પરના બ્લોગપોસ્ટ મુજબ વ્હોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને તારીખ પ્રમાણે મેસેજ શોધવાની મંજૂરી આપશે. બ્લોગપોસ્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ ઓપ્શન સૌપ્રથમ 2020માં જોવા મળ્યો હતો, થોડા સમય પછી આ ફીચરનું કામ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું અને હવે તે ફીચર ફરીથી ડેવલોપ કરવામાં આવી રહ્યું છે.

WABetaInfoએ આ અપડેટ કેવી રીતે કાર્ય કરશે? તેનો ખ્યાલ આપવા માટે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે

ચેટમાં કોઈ મેસેજ સર્ચ કરશો ત્યારે ‘કેલેન્ડર’ નો આઈકન દેખાશે
ચેટમાં કોઈ મેસેજ સર્ચ કરશો ત્યારે ‘કેલેન્ડર’ નો આઈકન દેખાશે

સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે, જ્યારે તમે ચેટમાં કોઈ મેસેજ સર્ચ કરશો ત્યારે ‘કેલેન્ડર’ નો આઈકન દેખાશે. તેના પર ક્લિક કરીને તમે ચોક્કસ તારીખે જમ્પ કરી શકશો અને તે તારીખે તમને મળેલા તમામ મેસેજ વાંચી શકશો. WABetaInfoએ વધુમાં જણાવ્યું છે કે, આ સેવા વ્હોટ્સએપ બીટા iOS 22.0.19.73 અપડેટ પર ઉપલબ્ધ રહેશે. હાલ મેસેજ સર્ચ કરવા માટે યુઝર્સ કીવર્ડ એન્ટર કરીને શોધી શકે છે.

થોડા દિવસો પહેલા વ્હોટ્સએપ ‘એપ સર્વે’ ફીચર પર કામ કરી રહ્યું છે, જ્યાં યૂઝર્સ નવા ફીચર્સ, પ્રોડક્ટ્સ અને અન્ય બાબતો વિશે ફીડબેક આપી શકે છે તેવા અહેવાલ મળ્યા હતા. જો કે, આ ફીચર અંતર્ગત યુઝર્સને કેવા પ્રકારના સર્વે પ્રાપ્ત થશે? તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સર્વે હેઠળના યુઝર્સના પ્રતિભાવો સુરક્ષિત રીતે સાચવવામાં આવશે અને તેમાં કોઈપણ પ્રકારની છેડછાડ ન થાય કે પછી વ્હોટ્સએપ યુઝર્સની પ્રાઈવસી ભંગ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ સર્વેનો ઉપયોગ માત્ર પ્રતિભાવ હેતુસર જ કરવામાં આવશે અને જો યુઝર્સની ઈચ્છા ન હોય તો તે આ સર્વેને અવગણી પણ શકે છે.