તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Users Will Now Be Able To View Large Photos And Videos In Chat, The Company Has Launched A New Feature Globally

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ ફીચર:હવે વ્હોટ્સએપ યુઝર્સ ચેટમાં મોટી સાઈઝમાં ફોટો અને વીડિયો જોઈ શકશે, કંપનીએ નવું ફીચર ગ્લોબલી લોન્ચ કર્યું

14 દિવસ પહેલા
  • અત્યાર સુધી ચેટમાં ક્રોપ થયેલો વીડિયો અને ફોટોઝ દેખાતા હતા
  • ફુલ વ્યૂ માટે યુઝરે તેના પર ક્લિક કરવું પડતું હતું
  • નવાં ફીચરની મદદથી યુઝર ચેટમાં જ એક્ચ્યુઅલ સાઈઝના કન્ટેન્ટ જોઈ શકશે

વ્હોટ્સએપ કંપની યુઝર્સને સુવિધા મળી રહે તે માટે અવનવાં ફીચર્સ લોન્ચ કરતી રહે છે. તેની હરોળમાં વ્હોટ્સએપે ફોટો અને વીડિયોની સાઈઝ રિલેટેડ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર ગ્લોબલી લોન્ચ થયું છે. આ ફીચરની મદદથી યુઝર્સને ચેટમાં જ ફોટો અને વીડિયોનો બિગ વ્યૂ જોવા મળશે. કંપનીએ ટ્વીટ કરીને આ નવાં ફીચર્સ વિશે માહિતી આપી છે.

અત્યાર સુધી વ્હોટ્સએપમાં ક્રોપ્ડ વર્ઝન ફોટો અને વીડિયો ચેટમાં જોઈ શકાતા હતા. જેથી યુઝર્સે એક્ચ્યુઅલ સાઈઝનું કન્ટેન્ટ જોવા માટે તેના પર ક્લિક કરવું પડતું હતું. જોકે હવે તેની માથાકુટ નહિ રહે. નવાં ફીચરથી યુઝર્સ બિગ વ્યૂમાં કન્ટેન્ટ જોઈ શકશે. આ ફીચર પહેલાંથી iOS યુઝર્સ માટે અવેલેબલ હતું. હવે તે એન્ડ્રોઈડ યુઝર્સ સાથે ગ્લોબલી લોન્ચ થયું છે.

ડિસઅપિયરિંગ ફીચર
વ્હોટ્સએપ ડિસઅપિયરિંગ ફીચરનું ટાઈમ ડ્યુરેશન ઓછું કરવા પર કામ કરી રહી છે. વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetainfoના રિપોર્ટ પ્રમાણે કંપની આ નવાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આગામી દિવસોમાં તેને એન્ડ્રોઈડ, iOS સાથે વેબ અને ડેસ્કટોપ માટે લોન્ચ કરવામાંઆવશે. કંપની આ ફીચરનો ટાઈમ ઘટાડી 24 કલાક કરી શકે છે.

iOS અને એન્ડ્રોઈડનું ચેટ માઈગ્રેશન

ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં એવું ફીચર આવશે જેનાથી સરળતાથી iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસ વચ્ચે ચેટ માઈગ્રેટ કરી શકાશે. હાલ iOS અને એન્ડ્રોઈડ સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી જતી રહે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રાખીને તેમનું અકાઉન્ટ સ્વિચ કરી શકશે. લીક રિપોર્ટના શેર કરેલા સ્ક્રીન શોટમાં આઈફોન અને એન્ડ્રોઈડને સામસામે દર્શાવાયા છે, આઈફોનમાં Move chats to andtoid featureનો ઓપ્શન જોવા મળે છે. તેથી કહી શકાય કે હાલ વ્હોટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો