તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Users Will Now Be Able To Select The Quality Of The Video Before Sending It, The Company Has Started Testing The 'Video Upload Quality' Feature

અપકમિંગ ફીચર:વ્હોટ્સએપમાં યુઝર હવે વીડિયો સેન્ડ કરતાં પહેલાં તેની ક્વૉલિટી સિલેક્ટ કરી શકશે, કંપનીએ 'વીડિયો અપલોડ ક્વૉલિટી' ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું

એક મહિનો પહેલા
  • અપકમિંગ ફીચરમાં વીડિયો સેન્ડ કરવા માટે 'ઓટો', 'બેસ્ટ ક્વૉલિટી' અને 'ડેટા સેવર' એમ 3 પ્રકારના ઓપ્શન મળશે
  • હાલ આ ફીચરનું બીટા યુઝર પર ટેસ્ટિંગ થઈ રહ્યું છે, ટૂંક સમયમાં તેને ગ્લોબલી રોલઆઉટ કરવામાં આવશે

વ્હોટ્સએપે તેના બીટા યુઝર્સ માટે મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર રોલ આઉટ કર્યું છે. આ સાથે જ કંપની આગામી સમયમાં અનવનાં ફીચર્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. અપકમિંગ ફીચરની મદદથી હવે યુઝર વીડિયો સેન્ડ કરતાં પહેલાં તેની ક્વૉલિટી પણ સિલેક્ટ કરી શકશે. વ્હોટ્સએપના ફીચર્સ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ આ અપકમિંગ ફીચર ટ્રેક કર્યું છે.

અત્યારે વ્હોટ્સએપમાં વીડિયો સેન્ડ કરવા માટે કેટલીક લિમિટેશન છે. હાલની સિસ્ટમમાં વીડિયો કમ્પ્રેસ થઈ જાય છે અને ક્વૉલિટી બદલાઈ જાય છે. સાથે જ કંપનીએ ફોરવર્ડેડ મીડિયા ફાઈલ માટે 16MBની લિમિટેશન રાખી છે. અપકમિંગ ફીચરની મદદથી યુઝર વીડિયો સેન્ડ કરતાં પહેલાં તેની ક્વૉલિટી સિલેક્ટ કરી શકશે.

WABetaInfoના રિપોર્ટ પ્રમાણે, વ્હોટ્સએપના એન્ડ્રોઈડ 2.21.14.6 બીટા વર્ઝનમાં 'વીડિયો અપલોડ ક્વૉલિટી' ફીચર રિલીઝ થયું છે. આ ફીચર યુઝર કઈ ક્વૉલિટીમાં વીડિયો સેન્ડ કરવા માગે છે તે સિલેક્ટ કરી શકશે.

WABetaInfoએ શેર કરેલા સ્ક્રીન શૉટ પ્રમાણે, તેમાં 'ઓટો', 'બેસ્ટ ક્વૉલિટી' અને 'ડેટા સેવર' એમ 3 પ્રકારના ઓપ્શન મળશે. 'ઓટો' મોડમાં વીડિયો કોમ્પ્રેસ થશે. બેસ્ટ ક્વૉલિટી ઓપ્શનમાં હાઈ રિઝોલ્યુશનમાં વીડિયો મોકલી શકાશે. જ્યારે ડેટા સેવર ઓપ્શન હાઈ બેન્ડવિથ નેટવર્ક ન હોય તેવા યુઝર માટે ડેડિકેટેડ છે.

iOS અને એન્ડ્રોઈડનું ચેટ માઈગ્રેશન

ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં એવું ફીચર આવશે જેનાથી સરળતાથી iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસ વચ્ચે ચેટ માઈગ્રેટ કરી શકાશે. હાલ iOS અને એન્ડ્રોઈડ સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી જતી રહે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રાખીને તેમનું અકાઉન્ટ સ્વિચ કરી શકશે. લીક રિપોર્ટના શેર કરેલા સ્ક્રીન શોટમાં આઈફોન અને એન્ડ્રોઈડને સામસામે દર્શાવાયા છે, આઈફોનમાં Move chats to andtoid featureનો ઓપ્શન જોવા મળે છે. તેથી કહી શકાય કે હાલ વ્હોટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

વ્હોટ્સએપ એવાં ફીચર પર કામ કરી રહી છે તેની મદદથી એક મોબાઈલ નંબર પરથી બીજા નંબર પર ચેટ માઈગ્રેટ કરી શકાશે. અત્યાર સુધી એન્ડ્રોઈડ ટુ iOS ચેટ માઈગ્રેટ ફીચર કંપની ટેસ્ટિંગ કરી રહી હતી. હવે તેની હરોળમાં આ નવું ચેટ માઈગ્રેશન ફીચર લોન્ચ કરશે. આ અપકમિંગ ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે લોન્ચ થશે. હાલ તે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ટેસ્ટિંગ ફેઝમાં છે. નવા સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ કે નવેસરથી નવા મોબાઈલ નંબર સાથે વ્હોટ્સએપ શરૂ કરવા પર યુઝરે તેમની ચેટ હિસ્ટ્રી ગુમાવવાનો વારો આવતો હતો. આ ફીચર લોન્ચ થયાં બાદ આ સમસ્યાનો અંત આવશે. આ નવાં ફીચરથી ખાલી ચેટ જ નહિ બલકે મીડિયા પણ માઈગ્રેટ કરી શકાશે.