વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને લીધે યુઝર્સ તેના પર રોષે ભરાયા છે તો કંપની નવાં નવાં ફીચર્સ લોન્ચ કરીને તેમને રિઝવવાના પ્રયાસ કરી રહી છે. કંપની બાય ડિફોલ્ટ 'ડિસઅપિયરિંગ મેસેજ' ફીચર ઓન રાખવાનું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં આ ફીચર iOS યુઝર્સ માટે લોન્ચ થશે. વ્હોટ્સએપના ફીચર્સને ટ્રેક કરતીવેબસાઈટ WABetaInfoએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
'પ્લેબેક સ્પીડ્સ ફોર વોઈસ મેસેજ' ફીચર લોન્ચ
વ્હોટ્સએપે તાજેતરમાં જ આ ફીચર બીટા યુઝર્સ માટે લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર વોઈસ મેસેજની સ્પીડ બદલી શકે છે. તેમાં યુઝર્સને વોઈસ મેસેજમાં 1x, 1.5x અને 2xની સ્પીડનો ઓપ્શન મળશે. પહેલાં વોઈસ મેસેજ નોર્મલ સ્પીડમાં સંભળાશે. તેના પર ફર્સ્ટ ટેપ કરતાં સ્પીડ 1x, બીજી વાર ટેપ કરતાં 1.5x અને ત્રીજી વાર ટેપ કરતાં 2x થશે.
આ ફીચરમાં વોઈસ મેસેજની સ્પીડ વધારવાનો ઓપ્શન મળશે. સ્પીડ સ્લો કરવા માટે યુઝર્સને કોઈ ઓપ્શન નહિ મળે. આ ફીચર iOS અને એન્ડ્રોઈડના બીટા વર્ઝન પર અવેલેબલ થતાં કહી શકાય કે વ્હોટ્સએપ ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરી શકે.
iOS અને એન્ડ્રોઈડનું ચેટ માઈગ્રેશન
ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં એવું ફીચર આવશે જેનાથી સરળતાથી iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસ વચ્ચે ચેટ માઈગ્રેટ કરી શકાશે. હાલ iOS અને એન્ડ્રોઈડ સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી જતી રહે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રાખીને તેમનું અકાઉન્ટ સ્વિચ કરી શકશે. લીક રિપોર્ટના શેર કરેલા સ્ક્રીન શોટમાં આઈફોન અને એન્ડ્રોઈડને સામસામે દર્શાવાયા છે, આઈફોનમાં Move chats to andtoid featureનો ઓપ્શન જોવા મળે છે. તેથી કહી શકાય કે હાલ વ્હોટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.