તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Users Will Now Be Able To Keep The 'Disappearing Message' Feature On By Default, Testing Will Begin On IOS Users Soon

અપકમિંગ ફીચર:વ્હોટ્સએપ યુઝર હવે બાય ડિફોલ્ટ 'ડિસઅપિયરિંગ મેસેજ' ફીચર ઓન રાખી શકશે, ટૂંક સમયમાં iOS યુઝર્સ પર ટેસ્ટિંગ શરૂ થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફીચરની મદદથી યુઝર નવી ચેટ માટે બાયડિફોલ્ટ 'ડિસઅપિયરિંગ મેસેજ' ઓન રાખી શકશે
  • અત્યાર સુધી યુઝરે મેન્યુઅલી ઇન્ડિવિઝ્યુઅલ ચેટ અને ગ્રુપ માટે આ ફીચર ઓન કરવું પડતું હતું

વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને લીધે યુઝર્સ તેના પર રોષે ભરાયા છે તો કંપની નવાં નવાં ફીચર્સ લોન્ચ કરીને તેમને રિઝવવાના પ્રયાસ કરી રહી છે. કંપની બાય ડિફોલ્ટ 'ડિસઅપિયરિંગ મેસેજ' ફીચર ઓન રાખવાનું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં આ ફીચર iOS યુઝર્સ માટે લોન્ચ થશે. વ્હોટ્સએપના ફીચર્સને ટ્રેક કરતીવેબસાઈટ WABetaInfoએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

  • અત્યાર સુધી આ ફીચર iOS અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે અવેલેબલ હતું. જોકે અત્યારસુધી આ ફીચર માટે યુઝર્સે મેન્યુઅલી ઇન્ડિવિઝ્યુઅલ ચેટ અથવા ગ્રુપમાં જઈને તેને ઓન કરવું પડતું હતું. હવે આ નવાં ફીચર્સથી યુઝર્સ નવી ચેટ માટે તેને બાય ડિફોલ્ટ સેટ કરી શકશે. આ નવું ફીચર યુઝર સેટિંગમાં જઈને પ્રાઈવસીમાં ડાયરેક્ટલી ફોર ઓલ સિલેક્ટ કરી શકશે.
  • પહેલાં આ ફીચર iOSનાં બીટા યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે લોન્ચ થશે. બંને પર સફળ ટેસ્ટિંગ થયા બાદ તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.
  • હાલ ડિસઅપિયરિંગ મેસેજ ફીચરમાં માત્ર 7 જ દિવસનો સમય મળે છે. અર્થાત આ ફીચર ઓન કરવા પર 7 દિવસ જૂની ચેટ આપમેળે ડિલીટ થઈ જાય છે. જોકે કંપની આ ટાઈમ લિમિટ ઘટાડી તેને 24 કલાકની પણ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં આ નવું ફીચર પણ લોન્ચ થશે.

'પ્લેબેક સ્પીડ્સ ફોર વોઈસ મેસેજ' ફીચર લોન્ચ
વ્હોટ્સએપે તાજેતરમાં જ આ ફીચર બીટા યુઝર્સ માટે લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર વોઈસ મેસેજની સ્પીડ બદલી શકે છે. તેમાં યુઝર્સને વોઈસ મેસેજમાં 1x, 1.5x અને 2xની સ્પીડનો ઓપ્શન મળશે. પહેલાં વોઈસ મેસેજ નોર્મલ સ્પીડમાં સંભળાશે. તેના પર ફર્સ્ટ ટેપ કરતાં સ્પીડ 1x, બીજી વાર ટેપ કરતાં 1.5x અને ત્રીજી વાર ટેપ કરતાં 2x થશે.

આ ફીચરમાં વોઈસ મેસેજની સ્પીડ વધારવાનો ઓપ્શન મળશે. સ્પીડ સ્લો કરવા માટે યુઝર્સને કોઈ ઓપ્શન નહિ મળે. આ ફીચર iOS અને એન્ડ્રોઈડના બીટા વર્ઝન પર અવેલેબલ થતાં કહી શકાય કે વ્હોટ્સએપ ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરી શકે.

iOS અને એન્ડ્રોઈડનું ચેટ માઈગ્રેશન
ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં એવું ફીચર આવશે જેનાથી સરળતાથી iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસ વચ્ચે ચેટ માઈગ્રેટ કરી શકાશે. હાલ iOS અને એન્ડ્રોઈડ સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી જતી રહે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રાખીને તેમનું અકાઉન્ટ સ્વિચ કરી શકશે. લીક રિપોર્ટના શેર કરેલા સ્ક્રીન શોટમાં આઈફોન અને એન્ડ્રોઈડને સામસામે દર્શાવાયા છે, આઈફોનમાં Move chats to andtoid featureનો ઓપ્શન જોવા મળે છે. તેથી કહી શકાય કે હાલ વ્હોટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...