• Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Users Will Get The 'Expiring Media' Feature, Which Will Automatically Disappear Once The Content Is Viewed; This Is How The New Feature Will Work

અપકમિંગ:વ્હોટ્સએપ યુઝર્સને ‘એક્સપાયરિંગ મીડિયા’ ફીચર મળશે, એક વાર કન્ટેન્ટ જોયા બાદ આપમેળે ગાયબ થઈ જશે; આ રીતે કામ કરશે નવું ફીચર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્હોટ્સએપના ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ નવાં ફીચરનો સ્ક્રીન શૉટ શેર કર્યો
  • ટેસ્ટિંગ બાદ એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ફીચર લોન્ચ થશે ત્યાબાદ iOS માટે તેને લોન્ચ કરવામાં આવશે

વ્હોટ્સએપમાં ટૂંક સમયમાં એક નવું ફીચર ઉમેરાશે. કંપનીએ Expiring Media (એક્સપાયરિંગ મીડિયા) નામનાં નવાં ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે યુઝર કોઈ પણ મીડિયા ફાઈલ જેમ કે ફોટો, વીડિયો,GIFને એક વાર જોઈ લેશે એટલે તે આપમેળે ડિલીટ થઈ થશે. તેને યુઝર ફરીથી જોઈ શકશે નહિ.

વ્હોટ્સએપના ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ નવાં ફીચરનો સ્ક્રીન શૉટ શેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ ફીચરનાં માધ્યમથી સેન્ડ કરવામાં આવેલી મીડિયા ફાઈલ સેન્ડર ચેટ લીવ કરે ત્યારે આપમેળે ગાયબ થઈ જશે.

આ રીતે નવું ફીચર કામ કરશે
આ ફીચરને એક ડેડિકેટેડ ટાઈમર બટનથી એક્સેસ કરી શકાશે. ચેટમાં મીડિયા ફાઈલ અટેચ કરવા માટે યુઝરે આ બટન પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટેડ મીડિયા ફાઈલ એક્સપાયર થઈ જશે.
વ્હોટ્સએપમાં આ પ્રકારની મીડિયા ફાઈલ્સને ટાઈમર આઈકોનથી હાઈલાઈટેડ હશે, જેથી યુઝરને ખબર પડે કે ચેટ લીવ કરતાં જ ફાઈલ ગાયબ થઈ જશે.
WABetaInfoના રિપોર્ટ પ્રમાણે, આ ફીચર ડેવલમેન્ટ સ્ટેજમાં છે. ટેસ્ટિંગ બાદ એન્ડ્રોઈડ યુઝર માટે તેને લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ iOS યુઝર્સ માટે પણ તેને લોન્ચ કરાશે.

સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામમાં આ ફીચર અવેલેબલ છે
વ્હોટ્સએપના એક્સપાયરિંગ મીડિયા ફીચરની જેમ જ સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામમાં આ ફીચર પહેલાંથી જ અવેલેબલ છે. ઈન્સ્ટાગ્રામમાં યુઝર ડાયરેક્ટ મેસેજનાં માધ્યમથી ડિસઅપિયરિંગ ફોટો અને વીડિયો મોકલી શકે છે. ઈન્સ્ટાગ્રામ ગ્રૂપમાં પણ આ પ્રકારનું ફીચર મળે છે.

અન્ય સમાચારો પણ છે...