તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરત મંજૂર છે!:વ્હોટ્સએપની નવી શરતો માનો નહિ તો તમારું અકાઉન્ટ ડિલીટ કરો

5 મહિનો પહેલા
  • વ્હોટ્સએપ પોતાની સર્વિસ માટે 8 ફેબ્રુઆરી, 2021થી કેટલીક શરતો લાગુ કરવા જઈ રહી છે
  • વ્હોટ્સએપને ટ્રેક કરનાર વેબસાઈટ WABetaInfoએ તેનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે

નવા વર્ષથી વ્હોટ્સએપની ટર્મ્સ એન્ડ કન્ડિશનને માનવી જરૂરી બનશે. જો યુઝર તેને એક્સેપ્ટ નહિ કરે તો યુઝર તેમનું અકાઉન્ટ ડિલીટ કરી શકે છે. વ્હોટ્સએપ પોતાની સર્વિસ માટે કેટલીક શરતો 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ કરવા જઈ રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો તમને વ્હોટ્સએપની શરતો મંજૂર ન હોય તો તમે અકાઉન્ટ ડિલીટ કરી શકો છો.

વ્હોટ્સએપનાં ફીચર્સ અને અપડેટ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે. તે મુજબ, નવી શરતોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, યુઝર કંપનીની શરતો મંજૂર નહિ કરે તો તેઓ અકાઉન્ટ ડિલીટ કરી શકે છે.

નવી શરતો અનુસાર, નવા વર્ષમાં ફેસબુકની માલિકીના વ્હોટ્સએપ યુઝર્સ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરશે. તેમાં જણાવાયું છે કે ફેસબુક બિઝનેસ માટે તમારી ચેટને કેવી રીતે સ્ટોર અને મેનેજ કરવામાં આવશે.

વ્હોટ્સએપના પ્રવક્તાએ પણ નવી શરતો અંગે પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, વ્હોટ્સએપ યુઝ કરવા માટે શરતો માનવી આવશ્યક રહેશે. આ શરતો 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થશે.

વ્હોટ્સએપનાં નવા ફીચર્સ

  • કંપનીએ તાજેતરમાં જ ડિસઅપિયરિંગ ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર ઈનેબલ થવાથી મેસેજ સેન્ડ કર્યાના 7 દિવસ બાદ તો આપમેળે ડિલીટ થઈ જશે. આ મેસેજ મીડિયા ફાઈલ્સ, ઓડિયો ફાઈલ્સ અને અન્ય કનેન્ટ ઓટોમેટિક ચેટ ગાયબ થઈ જશે.
  • કંપનીએ પેમેન્ટ ફીચર પણ રોલઆઉટ કર્યું છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટનાં માધ્યમથી તે માહિતી શેર કરી હતી. NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશનન ઓફ ઈન્ડિયા)એ વ્હોટ્સએપને UPI બેઝ઼્ડ પેમેન્ટ સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે. વ્હોટ્સએપ ફેસબુકની સબ્સિડિયરી કંપની છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો