વ્હોટ્સએપનો નવો રેકોર્ડ:નવાં વર્ષની પૂર્વ સંધ્યાએ 140 કરોડથી વધારે વોઈસ અને વીડિયો કોલ કરવામાં આવ્યા, આ આંકડો ગત વર્ષ કરતાં 50% વધુ

2 વર્ષ પહેલા
  • ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર 5.5 કરોડથી વધારે લાઈવ બ્રોડકાસ્ટ થયાં
  • દુનિયાભરમાં વ્હોટ્સએપના 200 કરોડથી વધારે એક્ટિવ યુઝર્સ છે

નવાં વર્ષની પૂર્વ સંધ્યાએ દુનિયાભરના યુઝર્સે વ્હોટ્સએપે તેનો ખૂબ ઉપયોગ કર્યો છે. ફેસબુકે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે વ્હોટ્સએપ યુઝર્સે નવાં વર્ષની પૂર્વ સંધ્યાએ 140 કરોડથી વધારે વોઈસ અને વીડિયો કોલ કરવામાં આવ્યા. આ પ્લેટફોર્મ પર એક જ દિવસમાં કરવામાં આવેલા કોલ્સનો આ સૌથી મોટો આંકડો છે. વ્હોટ્સએપ દુનિયાભરમાં 200 કરોડથી વધારે એક્ટિવ યુઝર્સ સાથે મોટું મેસેજિંગ પ્લેટફોર્મ છે.

ગત વર્ષ કરતાં 50% વધારે ઉપયોગ

  • કંપનીએ જણાવ્યું કે, આ આંકડો ગત વર્ષ કરતાં 50% વધુ છે. તેનો શ્રેય કોરોનાવાઈરસ મહામારીને જાય છે, જેને લીધે લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને તેને લીધે વધારે યુઝર્સ પોતાના પ્રિયજનોના સંપર્કમાં રહેવા માટે વીડિયો અને વોઈસ કોલ કર્યો હતો.
  • 2020માં વીડિયો કોલિંગની ડિમાન્ડ વધુ બની હતી કારણ કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી લોકો સાથે કનેક્ટ રહેવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હતા.

માર્ચ 2020માં ટ્રાફિક મેક્સિમમ લેવલે હતો

  • ફેસબુકના ટેક્નિકલ પ્રોગ્રામ મેનેજર કેટલીન બાનફોર્ડે એક નિવેદનમાં કહ્યું હતું કે, કોવિડ-19 પહેલાં નવાં વર્ષની પૂર્વ સંધ્યા પર દુનિયાભરમાં અડધી રાતે મેસેજિંગ, ફોટો અપલોડ અને સોશિયલ શેરિંગમાં ફેસબુકે સૌથી મોટો સ્પાઈક્સ જનરેટ કર્યો હતો.
  • જોકે માર્ચ 2020 માં મહામારીએ સૌથી વધુ ટ્રાફિક સ્પાઈક જનરેટ કર્યો. આ વર્ષે નવાં વર્ષની પૂર્વ સંધ્યા ખૂબ અલગ જોવા મળી.

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર થયા 5.5 કરોડથી વધુ લાઈવ બ્રોડકાસ્ટ

  • અમેરિકામાં મોખરે AR (ઓગમેન્ટેડ રિયાલિટી) ઈફેક્ટ ‘2021 ફાયરવર્ક’ રહી.
  • ફેસબુકે કહ્યું કે, નવાં વર્ષની પૂર્વ સંધ્યા અમેરિકામાં મેસેન્જર ગ્રુપ વીડિયો કોલ (3+ યુઝર્સ) માટે સૌથી મોટો દિવસ હતો, સરેરાશ દિવસની સરખામણીએ આશરે બમણા ગ્રુપ કોલ થયા હતા.