વ્હોટ્સએપ ફીચર અપડેટ:વ્હોટ્સએપ યુઝર્સ હવે અનવૉન્ટેડ લોકોથી પ્રોફાઇલ ફોટો અને લાસ્ટ સીન છુપાવી શકશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપે પોતાના તમામ યૂઝર્સ માટે એક નવું પ્રાઇવસી ફીચર બહાર પાડ્યું છે. નવા પ્રાઇવસી ફીચરની મદદથી યૂઝર્સ કેટલાક અનવૉન્ટેડ લોકોથી પોતાનો પ્રોફાઇલ ફોટો અને લાસ્ટ સીનને છુપાવી શકશે. આ ફીચર ગયા વર્ષે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું હતું અને હવે તે બધા માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. વ્હોટ્સએપે તાજેતરમાં જ આઇફોનમાં એન્ડ્રોઇડ ચેટ ટ્રાન્સફર કરવાનું ફીચર આપ્યું છે.

વ્હોટ્સએપે ટ્વિટ કરીને આ નવા ફીચરને લઈને જાણકારી આપી છે. પહેલાં એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ લાસ્ટ સીન અને પ્રોફાઈલ ફોટોના પ્રાઈવસી સેટિંગમાં Everyone, My Contacts અને Nobody ના વિકલ્પો જોવા મળતા હતા અને હવે ચોથા વિકલ્પ તરીકે My Contacts Except એડ કરવામાં આવ્યો છે. આ ઓપ્શન પર ક્લિક કરીને યૂઝર્સ ખાસ કોન્ટેક્ટ્સ પસંદ કરી શકે છે, જેને તે પોતાનો પ્રોફાઇલ ફોટો અને લાસ્ટ સીન બતાવવા માગતા નથી.

પ્રોફાઈલ ફોટોની પ્રાઈવસી સેટ કરવાની પ્રોસેસ

  • સૌથી પહેલાં વ્હોટ્સએપ ઓપન કરો. ઉપર જમણી બાજુનાં ખુણામાં આપેલા 3 ટપકા પર કલીક કરો.
  • ત્યાં ક્લિક કર્યા બાદ 6ઠ્ઠા ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાં તમને ઉપર પ્રાઇવસીનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
  • પ્રાઇવસી પર તમને સેકન્ડ ઓપ્શન પ્રોફાઇલ ફોટો જોવા મળશે.
  • જ્યારે તમે પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો છો, ત્યારે તમને 4 વિકલ્પો દેખાશે.
  • તમે તમારા મન મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો.

પહેલા ફોનમાં કોઈનો કોન્ટેક્ટ નંબર સેવ થઇ ગયો હોય એટલે તે તમારો પ્રોફાઇલ ફોટો જોઇ શકે. આવી સ્થિતિમાં પ્રોફાઇલ ફોટો છુપાવવા માટે નંબર ડિલીટ કરવો પડે અથવા બ્લોક કરવો પડે, પરંતુ હવે તેની જરૂર નહીં પડે.