અપકમિંગ ફીચર:વ્હોટ્સએપ યુઝરને મેસેજ રિએક્શન નોટિફિકેશન મળશે, ટેક્સ્ટ મેસેજ પર ઈમોજીનો રિપ્લાય આપી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાં ફીચરમાં ગ્રુપ અને પર્સનલ મેસેજ રિએક્શન નોટિફિકેશન મેનેજ કરી શકાશે
  • બીટા યુઝર પર ટેસ્ટિંગ સફળ થયા બાદ કંપની આ ફીચર ગ્લોબલી લોન્ચ કરશે

મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર લોન્ચ કર્યા બાદ વ્હોટ્સએપ અવનવાં ફીચર્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ફેસબુકની જેમ હવે વ્હોટ્સએપ પર પણ મેસેજ રિએક્શન ફીચર મળશે. એન્ડ્રોઈડના 2.21.24.8 બીટા વર્ઝન પર હાલ તેનાં નોટિફિકેશન સેટિંગ માટે ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

રિએક્શન નોટિફિકેશન

રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપ મેસેજ રિએક્શન ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર કંપનીએ એક્ટિવ પણ કર્યું હતું જોકે તેમાં ટેક્નિકલ ખામી આવતા તેને રિમૂવ કર્યું હતું. હવે ફરી આ ફીચર કામ કરી રહી છે. આ ફીચર 2.21.22.7 સહિતના કેટલાક બીટા યુઝર્સ પર લાઈવ થયું છે.

iOS સાથે એન્ડ્રોઈડ પર ટેસ્ટિંગ
મેસેજ રિએક્શન નોટિફિકેશન માટે કંપનીએ પહેલાં iOS પર ટેસ્ટિંગ કર્યું. વ્હોટ્સએપના ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoનો દાવો છે કે કંપની તેને એન્ડ્રોઈડ પર પણ લોન્ચ કરશે.

વેબસાઈટે સ્ક્રીનશૉટ શેર કર્યો છે. તે પ્રમાણે ગ્રુપ અને પર્સનલ મેસેજ રિએક્શન નોટિફિકેશન મેનેજ કરી શકાશે. તેમાં નોટિફિકેશન સાઉન્ડ, નોટિફિકેશન કલર અને વાઈબ્રેશન કસ્ટમાઈઝ કરવાનો ઓપ્શન મળશે.

લાસ્ટ સીન ફીચર અપડેટ
મલ્ટિપલ ફીચર સપોર્ટ બાદ વ્હોટ્સએપ નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. નવાં ફીચરમાં લાસ્ટ સીનમાં યુઝરને ચોથો ઓપ્શન મળશે. હવે યુઝર સિલેક્ટેડ લોકોથી પોતાનું લાસ્ટ સીન છુપાવી શકશે.

અત્યાર સુધી વ્હોટ્સએપ યુઝરને લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો અને અબાઉટમાં 'Nobody', 'Everyone'અને 'My Contacts' ઓપ્શન મળતો હતો. હવે નવાં ઓપ્શનમાં 'My Contacts Except'ની પણ સુવિધા મળશે. અર્થાત યુઝર સિલેક્ટેડ લોકોને લાસ્ટ સીનમાંથી હાઈડ કરી શકે છે.