તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)એ જાન્યુઆરી 2021ના UPI ટ્રાન્જેક્શનના આંકડા જાહેર કર્યા છે. આંકડા પ્રમાણે, ફોન પે 968.72 મિલિયન (આશરે 96 કરોડ) UPI ટ્રાન્જેક્શન સાથે ફરી એક વાર પ્રથમ ક્રમાંકે રહી છે. જ્યારે ગૂગલ પે બીજા અને PAYTM ત્રીજા સ્થાને છે. પોતાની પોલિસીના વિવાદોમાં સંપડાયેલા વ્હોટ્સએપને UPI ટ્રાન્જેક્શશનમાં નુક્સાન થયું છે. તે 2 સ્થાન ગગડી 21માં નંબરે આવ્યું છે.
ટોપ-10 UPI પેમેન્ટ એપ્સ
એપ | કેટલા લેણ દેણ | કેટલાના લેણ દેણ |
ફોન પે | 968.72 | 1,91,973.77 |
ગૂગલ પે | 853.53 | 1,77,791.47 |
પેટીએમ | 332.69 | 37,845.76 |
એક્સિસ બેંક | 71.96 | 618.44 |
એમેઝોન પે | 46.30 | 4,044.38 |
લેણ દેણના આંકડા મિલિયન (10 લાખ) અને કેટલાના લેણ દેણના આંકડા કરોડ રૂપિયામાં છે.
વ્હોટ્સએપ ટોપ-20થી બહાર થયું
UPI પેમેન્ટના મામલામાં વ્હોટ્સએપ ટોપ-20થી બહાર થયું છે. જાન્યુઆરી 2021માં વ્હોટ્સએપ પર 36.44 કરોડ રૂપિયાના 5,60,00 ટ્રાન્જેક્શન થયા છે. આ નંબર્સ સાથે તે હવે 21માં સ્થાને છે. તો ડિસેમ્બર 2020માં કંપનીની એપ પર 29.72 કરોડ રૂપિયાના 8,10,000 ટ્રાન્જેકશન થયા છે. ત્યારે તે 19માં સ્થાન પર હતું. જોકે વ્હોટ્સએપ પર 6.72 કરોડ રૂપિયાના UPI ટ્રાન્જેક્શન વધારે થયા છે, પરંતુ ટ્રાન્જેક્શનની સંખ્યા 2,50,000 ઓછી થઈ છે.
વ્હોટ્સએપનાં ટ્રાન્જેક્શન ઓછા થવા પાછળનું કારણ નવી વિવાદાસ્પદ પોલિસી છે. નવી પોલિસી પ્રમાણે, વ્હોટ્સએપ યુઝર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરે છે, કંપની તેનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકે છે. કંપની આ ડેટના શેર પણ કરી શકે છે.
ફોન પે સતત 2 મહિનાથી પ્રથમ ક્રમાંકે
NPCIના ડિસેમ્બરના આંકડા પ્રમાણે, ફોન પેનો UPI માર્કેટ શેર 40.4% છે. 38.2% માર્કેટ શેર સાથે ગૂગલ પે બીજા નંબરે છે. જ્યારે 11.7% માર્કેટ શેર સાથે પેટીએમ ત્રીજા સ્થાને છે. 2020માં આ પ્રથમ વખત બન્યું કે ફોન પેએ ગૂગલ પેને પાછળ ધકેલ્યું હોય.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.