તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેસેજિંગ એપ પ્લેટફોર્મ વ્હોટ્સએપે ગત વર્ષે અનેક યુઝફુલ ફીચર્સ લોન્ચ કર્યાં છે. આ વર્ષે પણ કંપની નવાં ફીચર્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેમાં મલ્ટિ ડિવાઈસ સપોર્ટથી રીડ લેટર જેવાં ફીચર્સ સામેલ છે. યુઝર્સ આ ફીચરની ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અમે તમને વ્હોટ્સએપનાં 4 અપકમિંગ ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને ટૂંક સમયમાં રોલ આઉટ કરવામાં આવી શકે છે.
1. વ્હોટ્સએપ મ્યુટ વીડિયો
જો તમે વ્હોટ્સએપ પર મોટા પાયે વીડિયો સેન્ટ કરો છો તો તમારાં માટે આ ફીચર ઘણું કામનું સાબિત થઈ શકે છે. તેનાં માધ્યમથી વ્હોટ્સએપ યુઝર્સ અન્ય યુઝર્સને વીડિયો મોકલતાં પહેલાં મ્યુટ કરી શકે છે. અર્થાત વ્હોટ્સએપ યુઝર્સ સેન્ડ કરવામાં આવતાં વીડિયોનો અવાજ પહેલાંથી જ પોતાનાં તરફથી બંધ કરી શકે છે. જોકે હાલ આ ફીચર ટેસ્ટિંગ મોડમાં છે. વ્હોટ્સએપ આ ફીચરને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.
2. વ્હોટ્સએપ રીડ લેટર ફીચર
આ ફીચર હાલ એપમાં રહેલાં Archive Chatsનું જ એક નવું વર્ઝન છે. તેનાં માધ્યમથી યુઝર્સ ચેટને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી આર્કાઈવ કરી શકે છે. આમ કરવાથી યુઝરને આ ચેટનું નોટિફિકેશન નહિ મળે. અર્થાત યુઝર કોઈ પણ ચેટને સંપૂર્ણ રીતે હાઈડ કરી શકશે અથવા ઈગ્નોર કરી શકે છે.
3. મલ્ટિ ડિવાઈસ સપોર્ટ
આ ફીચરનાં લીક સતત સામે આવી રહ્યા છે. રિપોર્ટના પ્રમાણે, આ ફીચરનું ટેસ્ટિંગ બીટા વર્ઝનમાં કરવામાં આવી રહ્યું છે. તેને ટૂંક સમયમાં રોલ આઉટ કરવામાં આવી શકે છે. વ્હોટ્સએપ મલ્ટિ ડિવાઈસ સપોર્ટ ફીચરનાં માધ્યમથી યુઝર્સ એક વ્હોટ્સએપ અકાઉન્ટને એક જ સમયે 4 ડિવાઈસમાં ચલાવી શકે છે. હાલ એક અકાઉન્ટનો ઉપયોગ માત્ર એક જ ડિવાઈસમાં થાય છે.
4. વ્હોટ્સએપ લોગઆઉટ ફીચર
આ ફીચર મલ્ટિ ડિવાઈસ ફીચરનો એક ભાગ છે. રિપોર્ટ પ્રમાણે, યુઝર્સ મલ્ટિપલ ડિવાઈસથી પોતાનું અકાઉન્ટ લોગઆઉટ કરી શકે છે. ફીચર હાલ ટેસ્ટિંગ મોડમાં છે. રિપોર્ટ પ્રમાણે, 2.21.30.16 બીટા વર્ઝન યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.