ટેક ગાઈડ:વ્હોટ્સએપ અકાઉન્ટ હેક થયું છે કે નહિ તે ચકાસવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ટ્રિક પરથી ખબર પડી જશે કે કેટલા ડિવાઈસમાં વ્હોટ્સએપ અકાઉન્ટ ઓપન છે
  • કોઈ અન્ય જીમેઈલ અકાઉન્ટમાં બેકઅપ સેવ થઈ રહ્યું છે કે કેમ તે પણ માલુમ કરી શકાય છે

ઘણી વખત મનમાં શંકા રહેતી હોય છે કે કોઈ આપણા પર નજર રાખી રહ્યું છે, ચોરીથી પ્રાઈવેટ વ્હોટ્સએપ ચેટ વાંચી રહ્યું છે. ઘણી વખત તમારા મનમાં શંકા થતી હશે કે વ્હોટ્સએપ અકાઉન્ટ હેક થયું છે. ટેક્નોલોજીમાં લગભગ બધાં જ કામ પોસિબલ છે. ઘણી વખત ઓફિસની સિસ્ટમ પર જીમેઈલ અથવા વ્હોટ્સએપ વેબનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો લોગ આઉટ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. તેવામાં અકાઉન્ટ હેકિંગનું જોખમ વધી જાય છે.

જો તમને શંકા છે કે તમારું વ્હોટ્સએપ અકાઉન્ટ હેક થયું છે તો તેને દૂર કરવી જરૂરી છે. અમે તમારા માટે એવી ટ્રિક લઈને આવ્યા છે જેનાથી તમે ખાતરી કરી શકશો કે તમારું અકાઉન્ટ હેક થયું છે કે કેમ અથવા કોઈ અન્ય વ્યક્તિના જીમેઈલમાં તમારું બેક અપ સેવ થઈ રહ્યું છે કે કેમ તો આવો આ મજેદાર ટ્રિકની શરૂઆત કરીએ...

1. સૌ પ્રથમ વ્હોટ્સએપ ઓપન કરીને જમણી બાજુએ ઉપર આવેલા થ્રિ ડોટ્સ પર ક્લિક કરો.

2. ત્યારબાદ WhatsApp Web ઓપ્શન પર ક્લિક કરો.

3. જો તમારું અકાઉન્ટ કોઈ અન્ય સિસ્ટમ પર લોગઈન નહિ હોય તો કેમેરા QR કોડ સ્કેન કરવા માટે માટે તૈયાર રહેશે. (નીચે ફોટોમાં દર્શાવેલું છે તે પ્રમાણે)

4. જો વ્હોટ્સએપ કોઈ અન્ય સિસ્ટમ પર ઓપન અથવા લોગઈન હશે તો પહેલાં QR કોડ નહિ દર્શાવે બલકે એ સિસ્ટમનું લિસ્ટ જોવા મળશે જ્યાં તમારું અકાઉન્ટ પહેલાંથી જ લોગ ઈન અથવા ઓપન હશે. નોંધ: આ સ્થિતિમાં Log Out from all devices પર ક્લિક કરો.

5. ત્યારબાદ ફરી થ્રિ ડોટ્સ->Settings->Chat ઓપ્શન પર જાઓ. ત્યાં તમને નીચે Chat Backupનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.

6. તમને Google Accountsનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમારા અકાઉન્ટ સિવાય અન્ય કોઈ પણ જીમેઈલ આઈડી ન હોવું જોઈએ. જો આમ થાય તો તેને રિમૂવ કરો.

નોંધ: આ ટ્રિકથી એ જાણી શકાય છે કે વ્હોટ્સએપ અકાઉન્ટ કોઈ અન્ય સિસ્ટમમાં ઓપન છે કે કેમ. અથવા અન્ય કોઈ જીમેઈલમાં બેકઅપ સેવ થઈ રહ્યું છે કે કેમ.