વ્હોટ્સએપનું નવું ફીચર:હવે વ્હોટ્સએપ ચેટ લીક થવાની સંભાવના નહિવત, કંપની ટૂંક સમયમાં એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ સુવિધા આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્હોટ્સએપ ચેટ બેકઅપ થર્ડ પાર્ટી પર થવાથી ચેટ લીક થવાના કિસ્સા સામે આવે છે
  • હવે વ્હોટ્સએપ પોતાનું ઈન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ ફીચર લોન્ચ કરશે

વ્હોટ્સએપની ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ હોવા છતાં અનેકો વખત તમે સાંભળ્યું હશે તે સેલેબ્સ કે દિગ્ગજ નેતાઓની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હોય. તેનું કારણ થર્ડ પાર્ટી વ્હોટ્સએપ બેકઅપ છે. તે ડ્રાઈવમાં લેવામાં આવે છે અને તે ઈન્ક્રિપ્ટેડ હોતું નથી. હવે વ્હોટ્સએપ તેની પ્રાઈવસી પ્રો લેવલે કરતાં નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં વ્હોટ્સએપનું બેકઅપ પણ ઈન્ક્રિપ્ટેડ હશે. 2 દિવસ પહેલાં જ કંપનીએ મલ્ટિ ડિવાઈસ ફીચર લોન્ચ કર્યું હતું.

હવે ચેટ બેકઅપ ઈન્ક્રિપ્ટેડ કરી શકાશે
વ્હોટ્સએપ અત્યાર સુધી થર્ડ પાર્ટી બેકઅપ અર્થાત ક્લાઉડ બેકઅપ માટે એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન આપતી નહોતી. વ્હોટ્સએપની મેસેજિંગ સર્વિસ સંપૂર્ણ રીતે એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે, પરંતુ ચેટ બેકઅપ ઈન્ક્રિપ્ટેડ નથી. કારણ કે, વ્હોટ્સએપ પોતે બેકઅપની સુવિધા આપતી નથી બલકે વ્હોટ્સએપ ચેટનુ બેકઅપ ગૂગલ અકાઉન્ટ અથવા એપલ ક્લાઉડ પર હોય છે.

વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ, WABetaInfoના ટ્વીટ પ્રમાણે વ્હોટ્સએપ હવે એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે કે જેની મદદથી વ્હોટ્સએપ યુઝર્સ પર્સનલી પોતાનું ચેટ બેકઅપ ઈન્ક્રિપ્ટ કરી શકશે. આ નવું ફીચર હાલ વ્હોટ્સએપના એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.21.15.5 પર છે.

ફોટોની ક્વૉલિટી માટે 3 ઓપ્શન
વ્હોટ્સએપ કંપની ફોટોઝ ક્વૉલિટી ફીચર પર કામ કરી રહી છે. તેમાં યુઝર્સને ફોટોઝ સેન્ડ કરવા માટે તેની ક્વૉલિટી પસંદ કરવાના ઓપ્શન મળશે. સૌ પ્રથમ ઓટો ઓપ્શન મળશે. તે ડિફોલ્ટ રહેશે. બીજો ઓપ્શન 'બેસ્ટ ક્વૉલિટી' અને ત્રીજો 'ડેટા સેવર' મળશે.

‘Auto (recommended)' ઓપ્શનમાં વ્હોટ્સએપ ઈમેજની ક્વૉલિટી નક્કી કરશે. તે કમ્પ્રેસ કરીને ઈમેજ સેન્ડ કરશે. બેસ્ટ ક્વૉલિટીમાં વીડિયો HDમાં સેન્ડ કરી શકાશે. 'ડેટા સેવર'માં લૉ ક્વૉલિટીમાં વીડિયો સેન્ડ કરી શકાશે. બેસ્ટ ક્વૉલિટીમાં વીડિયો સેન્ડ કરતાં રિસીવ થવામાં ટાઈમ લાગશે જોકે તે નેટવર્કની સ્પીડ પર આધાર રાખશે.

વ્હોટ્સએપ પર હાલ માત્ર 16MB સુધીની સાઈઝના ઓડિયો, વીડિયો અને ફોટો સેન્ડ કરી શકાય છે. WABetaInfoના રિપોર્ટપ્રમાણે, આ ફીચર હાલ એન્ડ્રોઈડના 2.21.14.6 બીટા વર્ઝન પર ટેસ્ટિંગ ફેઝમાં છે.