વ્હોટ્સએપના અપકમિંગ ફીચર:મિસ્ડ થયેલા ગ્રૂપ વીડિયો કોલમાં કનેક્ટ થઈ શકશે યુઝર, લેપટોપ-ડેસ્કટોપ પર પણ વોઈસ અને વીડિયો કોલિંગ કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • iOS યુઝર્સને વ્હોટ્સઅપ પર એકસાથે ઘણી ઈમેજ વીડિયો પેસ્ટ કરવાની સુવિધા મળશે
  • આ ફીચર્સ માત્ર વ્હોટ્સએપના એન્ડ્રોઈડ અને iOS બીટા વર્ઝન માટે અવેલેબલ છે

મેસેજિંગ પ્લેટફોર્મ પર અનેક ફીચર્સ લોન્ચ કર્યા પછી હવે વ્હોટ્સએપ હવે વોઈસ/વીડિયો કોલ અને ઈમેજિસ જેવા અન્ય ઈમ્પ્રુવમેન્ટ લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે, આ ફીચર હાલ એન્ડ્રોઈડ અને iOS બીટા યુઝર્સ માટે અવેલેબલ છે. કંપની ડેસ્કટોપ/વેબ પ્લેટફોર્મ પર પોતાનું મોસ્ટ અવેટિંગ વોઈસ/વીડિયો કોલિંગ ફીચર પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

કંપની હાલ બીટા લેવલે કામ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મિસ્ડ વ્હોટ્સએપ ગ્રૂપ કોલ જોઈન કરવા અને વ્હોટ્સએપમાં અનેક ફોટો અને વીડિયો પેસ્ટ કરવા માટેના ફીચર્સ એક્સપ્લોર કરી રહી છે. બીટા વર્ઝનમાં આ ફીચર્સનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ પછી કંપની તેનું સ્ટેબલ વર્ઝન લોન્ચ કરશે.

1. ડેસ્કટોપ પર પણ ઓડિયો/વીડિયો કોલ કરી શકાશે

  • વ્હોટ્સએપ વેબ કોલ ફીચર માટે હાલ કેટલાક બીટા યુઝર્સને એક્સેસ અપાયો છે. કંપની ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરી શકે છે. સંપૂર્ણ રીતે ટેસ્ટિંગ પૂરું કર્યા પછી વ્હોટ્સએપ વેબ યુઝર્સ ડેસ્કટોપનાં માધ્યમથી ઓડિયો/વીડિયો કોલિંગ કરી શકશે.
  • જ્યારે આ સુવિધા લોન્ચ થશે તો એક અલગ વિન્ડો વ્હોટ્સએપ ડેસ્કટોપ અથવા વેબ પર તે સમયે પોપઅપ કરશે જ્યારે યુઝરને ઈન્કમિંગ વોઈસ/વીડિયો કોલ આવશે. કોર કરવા માટે યુઝર્સે ચેટ ઓપન કરી ટોપ રાઈટ કોર્નર પર રહેલા વીડિયો/ઓડિયો આઈકોન પર ટેપ કરવાનું રહેશે.

2. મિસ્ડ ગ્રૂપ વીડિયો કોલિંગમાં ફરી રી કનેક્ટ

  • આ સિવાય વ્હોટ્સએપ એક એવું ફીચર લાવવાની તૈયારીમાં છે જેનાથી યુઝર મિસ્ડ થયેલા ગ્રૂપ વીડિયો કોલમાં રી કનેક્ટ થઈ શકશે.
  • અર્થાત જો ગ્રૂપ કોલ સમયે યુઝર કનેક્ટ ન થઈ શક્યો હોય તો, તે વ્હોટ્સએપ ઓપન થયા બાદ કોલમાં કનેક્ટ થઈ શકશે.
  • જોકે આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે તે સમયે ગ્રૂપ કોલ ચાલુ હશે. એન્ડ્રોઈડ અને iOS માટે બીટા ટેસ્ટર હવે સુવિધાનો ઉપયોગ કરવા માટે સક્ષમ હશે.

3. વ્હોટ્સએપ પર ઘણા બધા ફોટો/વીડિયો પેસ્ટ કરી શકશે

  • આ સિવાય કંપની iOS યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહી છે. આ ફીચર યુઝર્સને વ્હોટ્સએપ પર વીડિયો સાથે ઘણી તસવીરો પેસ્ટ કરવાની પરમિશન આપશે.
  • આ ફીચર હાલ iOS 2.21.10.23 વ્હોટ્સએપ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. નવી અપડેટમાં યુઝર્સ ઘણી બધી ઈમેજ અને વીડિયો પેસ્ટ કરી શકશે.